બજેટ 2025: નાણાપ્રધાન સિનિયર સિટિઝનોની માગ પૂરી કરે એવી સંભાવના

નવી દિલ્હીઃ દેશના વરિષ્ઠ નાગરિકો માટે નવા વર્ષે નાણાપ્રધાન બજેટમાં ચાર માગ પૂરી કરે એવી શક્યતા છે. નાણાપ્રધાન ઇન્કમ ટેક્સની જૂની પદ્ધતિમાં હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમના પેમેન્ટમાં ડિડક્શનનો લાભ મળે છે, જે હાલ રૂ. 50,000 સુધી છે, પણ આ વખતે બજેટમાં આ લિમિટ રૂ. 80,000 સુધી થાય એવી શક્યતા છે.

આ ઉપરાંત મોટી સંખ્યામાં એવા વરિષ્ઠ નાગરિકો છે જેમની પાસે પોતાનું ઘર નથી અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. તેથી સરકાર પાસે આ વરિષ્ઠ નાગરિકોની માગ છે કે ઘરના ભાડા પર કરકપાતની સુવિધા મળવી જોઈએ, ખાસ કરીને જેઓ નિયમિત પેન્શન મેળવતા નથી. આનાથી તેમને આર્થિક રાહત મળશે અને તેમનું જીવન થોડું સરળ બનશે.

આ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોનની માગ છે કે તેમને હાલમાં હેલ્થ પોલિસી પ્રીમિયમ પર રૂ. 50,000ની ટેક્સ છૂટ મળે છે. નિષ્ણાતો માને છે કે આ મર્યાદાને વધારીને ઓછામાં ઓછી 1 લાખ રૂપિયા કરવી જોઈએ, કારણ કે હેલ્થ પોલિસીનું પ્રીમિયમ સતત વધી રહ્યું છે.

આ સાથે સરકારે વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ-સેવિંગ સાધનોમાં લોક-ઇન પિરિયડ ઘટાડવાનું વિચારવું જોઈએ. હાલમાં, બેંક અથવા પોસ્ટ ઓફિસની ટેક્સ-સેવિંગ એફડીનો લોક-ઇન સમયગાળો 5 વર્ષ છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ-સેવિંગ સ્કીમ (ELSS) 3 વર્ષનો છે. વરિષ્ઠ નાગરિકો માટે આ સાધનોના લોક-ઇન સમયગાળાને ઘટાડવાથી તેમની નાણાકીય સમસ્યાઓ ઘટાડી શકાય છે.હાલમાં, બેંકો અથવા સહકારી મંડળીઓની ડિપોઝિટો પર 50,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર કરકપાતનો લાભ ઉપલબ્ધ છે. નિષ્ણાતો સૂચવે છે કે આ મર્યાદા વધારવાની સાથે સરકારે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પરના વ્યાજને પણ તેના દાયરામાં લાવવું જોઈએ. તેનાથી NSCમાં રોકાણ કરનારા વરિષ્ઠ નાગરિકોને સીધો ફાયદો થશે.