મુંબઈઃ માધુરી દીક્ષિત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સદાબહાર અભિનેત્રીઓ પૈકીની એક છે. આજે પણ તેના લાખો દીવાનાઓ છે. માધુરી આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહી છે. એના જન્મદિવસે માધુરી વિશેની કેટલીક ખાસ વાતો અને ફોટોગ્રાફ્સ…માધુરીનો જન્મ 15 મે 1967માં મુંબઈમાં એક મરાઠી પરિવારમાં થયો હતો. એને એક મોટી બહેન અને ભાઈ છે.
માધુરી દીક્ષિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી મેળવી શકી છે, પરંતુ તેનો શરુઆતનો સમય એટલો સરળ નહોતો. તેની પહેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. એ પછી પણ 1984થી લઈને 1988 સુધી તેની 8 ફિલ્મો સતત ફ્લોપ રહી હતી.
માધુરી દીક્ષિતે પોતાની કેરિયરના પીક સમયમાં અમેરિકાસ્થિત ડોક્ટર શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા અને ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો. દંપતીને બે પુત્ર છે.