ઇશાન દિશા જો હકારાત્મક હોય તો માનવીને પોતાના માટે ગર્વ થાય

ક ફિલ્મ નાયિકા વિષે વાંચતો હતો અને જાણવા મળ્યું કે અત્યંત સુંદર દેખાતી એ નાયિકાને તેના અંતિમ સમયમાં પોતાનો દેખાવ ન ગમવાથી તેણે ઘરના બધા જ અરીસાઓ ફોડી નાખ્યા હતાં. અને તેનું મૃત્યુ પણ યુવાનીમાં જ થયું હતું? એક ફિલ્મ નો ડાયલોગ છે કે,” મેં અપને આપકી ફેવરીટ હું.” પોતાની જાત માટે પ્રેમ હોવો તે સહજ વાત છે અને પોતાના માટે ગર્વ હોવો તે અત્યંત સારી વાત છે. કારણકે પોતાના માટે ગર્વ થાય તેવું વ્યક્તિત્વ કેળવવું પડે છે. પણ જો તે ગર્વની લાગણી અભિમાનમાં ફેરવાય જાય ત્યારે તે તકલીફ આપે છે. કોઈપણ જગ્યાએ ઇશાન દિશા એટલેકે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા જો હકારાત્મક હોય તો માનવી ને પોતાના માટે ગર્વ થાય તેવું વ્યક્તિત્વ તે પામી શકે છે. જો પૂર્વ અને ઇશાન બંને હકારત્મક હોય તો આવા વ્યક્તિત્વને સરાહના પણ મળે છે. અને જો પૂર્વ તરફનો અક્ષ હકારત્મક હોય તો વ્યક્તિ તન અને મન બંને રીતે પ્રભાવશાળી હોય છે. અને તે વાતની તેને ખબર હોય છે.આ ઉપરાંત જો દક્ષિણનો અક્ષ હકારત્મક હોય તો વ્યક્તિના પ્રભાવના હકારત્મક પરિણામો પણ જોવા મળે છે. પેલી નાયિકા જે ઘરમાં સુખી થઇ તે ઘર છોડી અને અન્ય જગ્યાએ રહેવા ગઈ પછી તેને પોતાના દેખાવ માટે ધ્રુણા થાય તેવા પરિવર્તનો તેના જીવનમાં આવ્યા. જયારે ઇશાન હકારત્મક હોય અને પૂર્વ નકારત્મક હોય ત્યારે વ્યક્તિને પોતાના માટે મિથ્યાભિમાન ઉદ્ભવે તેવું બને. અને જો પૂર્વ હકારાત્મક હોય અને ઇશાન નકારત્મક હોય તો વ્યક્તિને મળેલી નામનાથી તેને અભિમાનની લાગણી થાય. જો આ બંને હકારત્મક હોય અને દક્ષિણનો અક્ષ નકારાત્મક હોય તો વ્યક્તિને પોતાના દેખાવ માટે ધ્રુણા થઇ શકે. એમાં પણ જો બ્રહ્મ એટલેકે ઘરના મધ્ય ભાગનો દોષ હોય તો વ્યક્તિનો પોતાના માટેનો અભિગમ નકારત્મક બને તેવું બને. મન નકારત્મક બનતા જ તેને પોતાના માટેનો આત્મવિશ્વાસ ઘટે.

 

એક જાણીતી વ્યક્તિને મળવાનું થયું હતું. એક જમાનામાં તેમની આસપાસ ચાહકોના ટોળા જમા થતા હતા અને તે જ વ્યક્તિ એકલવાયું જીવન જીવી રહી હતી. આત્મવિશ્વાસ તળીએ હતો. ભૂતકાળના પોતાના પ્રદાનની વાતો રાત્ય કરતી હતી અને નવું કામ લેવામાં તેને ભય લાગતો હતો. તેના સફળ સમયમાં તેણે નવું ઘર લીધું જ્યાં પૂર્વ અને દક્ષિણના અક્ષથી બનતો ત્રિકોણ નકારત્મક હતો. અહી ઉત્તરનો પણ દોષ હતો. અચાનક કોઈ એવી ઘટના બની કે તેનો ડર આસમાને પહોચી ગયો. તેના પરિવારજનો સાથે પણ એવી ઘટનાઓ બની કે તેણે પોતાનું કામ બંધ કરવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે પોતાનામાંથી શ્રદ્ધા ઘટતી ગઈ. મિથ્યાભિમાન વધતું ગયું અને અંધશ્રદ્ધા વધતી ગઈ. ભારતીય વાસ્તુના નિયમોની મદદથી તેને જાણે નવજીવન મળ્યું.

અન્ય એક જાણીતી વ્યક્તિના ઘરમાં નૈરુત્યમાં ત્રાંસ આવતી હતી,બ્રહ્મમાં માછલીઘર હતું અને પૂર્વ અને દક્ષીણ ના અક્ષ નકારત્મક હતા. તેઓ પરિવારથી વિમુખ હતા. તેમને લાંબી બીમારી પણ આવી. આત્મવિશ્વાસ ઘટતા તે સતત પોતાનું કાર્ય કરે તેવા અન્ય લોકોને શોધતા. લોકો આ જ કારણથી તેમનો ફાયદો પણ ઉઠાવવા પ્રયત્ન કરતા. તેમને સતત ડર રહેતોકે તેમની સાથે કૈક ખરાબ થઇ જશે. બહારનાલોકો જેમને ખુબજ માનતા તે પોતેજ હતાશાનો શિકાર હતા.માણસ મન અથવાતો તનથી સતત બીમાર રહે તો તેનો આત્મવિશ્વાસ ઘટવાન લાગે છે. અને અંતે તે હતાશાનો શિકાર બને છે. આવુજ તેમની સાથે પણ હતું. ઉદાસ હોવું અને હતાશ હોવું વચ્ચેની ભેદરેખા અહી સમજવી જરૂરી છે.

અન્ય એક વ્યક્તિ પોતાના ભૂતકાળની યાદોથી પરેશાન હતા. સંસાર   છોડી દીધા પછી ખુબજ સફળ થયા અને એક દિવસ જે વ્યક્તિ માટે સંસાર છોડ્યો હતો તેના જીવનસાથીના મૃત્યુના સમાચાર મળ્યા. શુશુપ્ત ભાવનાઓ સળવળી. રાતની ઊંઘ ઓછી થઇ ગઈ. પગમાં સોજા આવવા લાગ્યા. સામે વાળી વ્યક્તિને કહેણ મોકલ્યું અને જવાબ “ના” આવ્યો. એક બાજુ પદ અને બીજી બાજુ પ્રેમ. તેમના અગ્નિના ત્રણેય અક્ષ નકારત્મક હતા. બ્રહ્મમાં બાંધકામ હતું. તેમના જીવનમાં જાણે તોફાન આવ્યું. વાસ્તુના સૂચનોથી તેમને મન શાંત થયું અને આત્મવિશ્વાસ વધ્યો. વાસ્તુની હકારત્મક ઉર્જા જીવનમાં ઉલ્લાસ લાવવા સક્ષમ છે. જો તે નિયમોને યોગ્ય રીતે સમજવામાં આવે તો.જયારે આત્મવિશ્વાસ ઓછો હોય ત્યારે નકારાત્મકતા વધારે આકર્ષે છે. સત્ય સામે દેખાતું હોય તો પણ તેના પર નજર ન પડે તેવું બને. પણ આવી નકારાત્મકતા થી ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં દરેક બાબતોનું નિરાકરણ છે. જે પોતાને સ્પેશિયલ બનાવવામાં મદદ કરે છે.