ઘરમાં વાસ્તુ ભગવાનની મૂર્તિ મુકવાથી નસીબ સુધરે ખરું?

હસવું અને લોટ ફાકવો બંને એક સાથે ન જ્ થાય. એ જ રીતે વિજ્ઞાન અને આધ્યાત્મ સાથે ન જ હોય એવી એક ગેરમાન્યતા છે. આધ્યાત્મમાં પણ વિજ્ઞાન હોઈ શકે. સંસોધન વિના કોઈ વિષય સર્જાય ખરો? આત્મા વિશેની સમજણમાં પણ વિજ્ઞાન હોઈ શકે. ધર્મનો તો આધાર જ વિજ્ઞાન છે. જો વિજ્ઞાનની રીતે દરેક વિષયને જોવામાં આવે તો ઘણીબધી સમસ્યાઓ હળવી થઇ જાય. પણ સ્વાર્થી મનોવૃત્તિના કારણે ઘણી જગ્યાએ આવી સમજણ દબાઈ જતી હોય એવું બને છે. શાસ્ત્રો પાછળનું વિજ્ઞાન અને સંસ્કૃતિ પાછળનું વિજ્ઞાન પણ સમજાય એ જરુઈર છે. બે ચાર ચોપડીઓ વાંચીને શાસ્ત્રો ન જ સમજાય. અને શાસ્ત્રો વાંચ્યા બાદ જો નિર્ભય ન બનાય તો એ જ્ઞાન શું કામનું? ભારતીય વાસ્તુ માણસને સકારાત્મક ઉર્જા આપીને ચેતના આપે છે. જે જીવન પ્રાણ સમાન છે.

મિત્રો આ વિભાગ આપનો જ છે. આપ નીચે જણાવેલા ઈમેલ પર આપણે મુન્જવતા સવાલ પૂછી શકો છો.

સવાલ: તમારો વાસ્તુ અને પ્રેમનો સેમીનાર મેં એટેન્ડ કર્યો, મને ખુબ મજા આવી. ઘણું શીખવા, જાણવા મળ્યું. એ વિષય પર આપનું પુસ્તક પણ છે. તો એના અભ્યાસ માટે આપને કેટલા બધા લોકો સાથે સંબંધ બાંધવા પડ્યા હશે. વળી કામને સમજવા માટે તમે કેટલા લોકો સાથે એ પ્રક્રિયામાં ગયા હશો? તો શું એ શક્ય છે કે કોઈની સાથે માત્ર રીસર્ચ પુરતો જ સંબંધ રાખીએ? એની માયા ન લાગે. કોઈ વ્યક્તિને ભૂલી થોડી જ શકાય?

જવાબ: કેસ સ્ટડી માટે મળ્યા બાદ સંબંધ બાંધવો જરૂરી નથી. એમના અનુભવો પણ કામ લાગે ને? કામસૂત્ર જેવો મહાન ગ્રંથ એક ઋષિમુની એ લખ્યો છે. રીસર્ચ માત્ર પ્રયોગાત્મક રીતેજ થાય એવું નથી. વિવધ લોકોના અભિપ્રાય અને અનુભવને ભેગા કરીને પણ કરી શકાય. જ્યાં માયા છે ત્યાં ખેંચાણ છે. જ્યાં પ્રેમ છે ત્યાં સમર્પણ છે. પ્રિય પાત્ર માટે ગમતું છોડવાની ભાવના પણ પ્રેમની અભિવ્યક્તિ ગણી શકાય.

સવાલ: કોઈએ મને કહ્યું છે કે ઘરમાં વાસ્તુ ભગવાનની મૂર્તિ મુકવાથી નસીબ સુધરી જશે. તો સારી મૂર્તિ ક્યાં મળે?

જવાબ: માત્ર એક મૂર્તિ મુકવાથી નસીબ સુધરી જાય ખરું? શાંતિથી વિચારજો. ભારતીય વાસ્તુ આવી બાબતોને સમર્થન નથી આપતું.

સુચન: હાય ટેન્શન લાઈન પાસે ઘર બનાવવું યોગ્ય નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail,com)