“ત્યમ ત્યક્તેન ભુંજીથા:” તેને ત્યાગીને રાજી રહો. આવું શક્ય છે ખરું? ચોક્કસ. આપણે જયારે કોઈ વાસ્તુને ત્યજીએ છીએ ત્યારે તેની માયાના આવરણો માંથી આપણે મુક્ત થઈએ છીએ. પ્રેમમાં પણ ત્યાગ જરૂરી છે એવું ભારતમાં કહેવામાં આવ્યું છે. એનાથી વિપરીત ૧૪મી ફેબ્રુઆરીએ અન્યને રીઝવવાના નિયમોમાં સાચો પ્રેમ ભૂલાઈ જશે. શું મોંઘી દાટ વસ્તુઓમાં જ પ્રેમ છુપાયેલો છે? કયો માણસ વધારે સારો? એક જે મોંઘી ભેટ સોગાદો આપે છે પણ એની પાસે સમય નથી અને બીજો કે કે સતત એવો અહેસાસ આપે છે કે હું છુ ને? વિચારવા જેવી બાબત છે ને? દરેક વ્યક્તિને કોઈ એક ખભો જોઈએ છે કે જેના પર પુરા વિશ્વાસથી માથું મૂકી શકાય. આ વ્યક્તિ કોઈ પણ હોઈ શકે. માં, બાપ, ભાઈ, બહેન, મિત્ર, શિક્ષક, કે પછી પોતેજ. જે વ્યક્તિ અન્ય માટે જીવે છે તે હમેશા સુખીજ રહે છે.
જયારે માણસને ખાતરી થઇ જાય કે તેને કોઈજ ચાહતું નથી ત્યારે તેને જીવવાની ઈચ્છા ઓછી થઇ જાય છે. એનો અર્થ કે જીવવા માટે પ્રેમ જરૂરી છે. તો પ્રેમની અભિવ્યક્તિ માટે કોઈ એક દિવસ જ શા માટે? દરેક ક્ષણ પ્રેમથી ન જીવી શકાય?આજે આપણે વાત કરીએ કેટલાક વ્યક્તિઓની ઉર્જા થકી ઉદ્ભવતી સકારાત્મક ઉર્જાની જે પ્રેમની લાગણી દર્શાવી શકે છે.
માણસની ચંદ્ર રાશી અને સૂર્ય રાશી બંનેના સમન્વય સાથે આજે આપણે આ પરિસ્થતિને વિચારીએ. મેષ અને મકર રાશિનો સમન્વય થતો હોય એટલેકે ચંદ્રરાશી મેષ હોય અને સૂર્ય રાશી મકર હોય તો એવી વ્યક્તિનો સ્વભાવ આત્મ કેન્દ્રિત હોય. કોઈની પાસેથી કઈ લીધા બાદ તેઓની લાગણીમાં ખાસ પરિવર્તન નથી આવતા. મેષ અને વૃષભ નાસૈયોજન પણ આનાથી નજીક ગણી શકાય. આવી વ્યક્તિઓ વાચાળ હોય. તેમને ભેટ લેવી ગમે. વૃષભ અને કુંભનું સૈયોજન સકારાત્મક ગણાય. આવી વ્યક્તિઓને પોતાની ઈચ્છા મુજબ ભેટ લેવી ગમે છે. કોઈ નવી વસ્તુ આવી વ્યક્તિઓને આપવાથી તેમની ખુશીની સકારાત્મક ઉર્જા સામે વાળાને વધારે સકારાત્મક ઉર્જા આપી શકે છે. વૃષભ અને મિથુન માટેના સૈયોજનને આપણે વધારે સારું ગણી શકાય. પણ જો સૂર્ય રાશી મિથુન હોય તો.સૂર્ય રાશી મીન હોય અને ચંદ્ર રાશી વૃષભ હોય તેવી વ્યક્તિ મૃદુભાષી હોય છે. આવી વ્યક્તિઓને ભૌતિકતાની વધારે અસર નથી જોવા મળતી. વળી તેઓ પોતાની મસ્તીમાં જીવતા જોવા મળે છે. પણ જો તેમને મનગમતી ભેટ આપવામાં આવે તો તેમના રાજીપાની અસર જીવનમાં આવે છે. તો કર્ક અને મીન ના સૈયોજન વાળી વ્યક્તિને દુખ ન આપવાની સલાહ છે. આવી વ્યક્તિઓનો આત્મા આશિષ પણ દિલથી આપે છે.
મિથુન અને સિંહ ના સીયોજન વળી વ્યક્તિઓ હૃદયની સાફ હોય છે. તેથી તેમને ગમતી ભેટ આપવામાં આવે તો સામે વાળાને ખુબજ સારી ઉર્જા મળે છે. આમાં સૂર્ય રાશી મિથુન અને ચંદ્ર રાશી સિંહ હોય કે પછી ચંદ્ર રાશી મિથુન હોય અને સૂર્ય રાશી સિંહ હોય એ બંને સ્થિતિમાં આ વાત લાગુ પડે છે. વ્યક્તિને જયારે આત્માથી રાજીપો થાય ત્યારે ચોક્કસ સારી ઉર્જા મળી શકે છે. તુલા અને કન્યાના સૈયોજન વળી વ્યક્તિ લાગણીપ્રધાન હોય છે. તેમને હમેશા શ્રેષ્ઠ વસ્તુઓ ગમે છે. પણ નાની એવી ભેટ પણ એમને રાજી કરી શકે છે. કર્ક અને વૃશ્ચિક ના સીયોજન વળી વ્યક્તિઓ વિશ્વાસને પાત્ર ન હોય તેવું બની શકે. તો કુંભ અને વૃશ્ચિક ના સૈયોજન વાળી વ્યક્તિને અન્ય પાસેથી કૈક અપેક્ષાઓ રહે છે. કર્ક અને કુંભ નું સૈયોજન કોઈને સાચા હ્રદયથીઆશિષ ન આપી શકે તેવું બને તો કન્યા અને કુંભનું સૈયોજન વિભાજન કરાવવા ની લાગણી આપી શકે.
જન્મના ગ્રહ હમેશા સહુથી શ્રેષ્ઠ માહિતી આપી શકે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળી અને ગણિતનું ખુબજ મહત્વ છે. એ સિવાય કોઈ પણ માહિતી પ્રાથમિક ગણી શકાય. કોઈ પણ યોગ્ય વ્યક્તિને રાજી કરવાથી સારી ઉર્જા મળેજ છે. વળી સાચા પ્રેમની પ્રતીતિ માટે પોતે ઉર્જાવાન હોવું જરૂરી છે. મારા અભ્યાસમાં મેં જોયું છે કે કન્યા અને વૃશ્ચિકના સૈયોજન વાળી વ્યક્તિ મિથુન અને સિંહના સૈયોજન વાળી વ્યક્તિનો રાજીપો લે છે ત્યારે તે પોતે પણ સુખી થાય છે. આવું અન્ય લોકો માટે પણ વિચારી શકાય.ઘણીવાર માણસ પોતાનાથી દુર યોગ્ય વ્યક્તિઓને શોધતી હોય છે અને તે પોતાની આસપાસ પણ મળી જાય તેવું પણ બને. કોઈ સંસ્થામાં મદદ કરવી સારી જ છે પણ પોતાના જાણીતા માણસોને મદદકરવાથી તેમની પોતાના પ્રત્યેની લાગણી પણ સકારાત્મકતામાં વધારો કરી શકે છે. કોઈને ભણવામાં મદદ કરો, કે ફી ભરી આપો તો એ પણ ભેટ જ છે. કોઈને તેની જરૂરિયાત મુજબ કામ અપાવો તો એ પણ ભેટ જ છે. કોઈનો હાથ પકડીને ઉપર આવવામાં મદદ કરો તો એ પણ ભેટ જ છે. વિચારો, આવી કેટલી બધી ભેટ તમે આપી શકશો? વળી હૃદયના સાફ માણસોના આશિષ હમેશા પ્રેમ વધારે. જીવન સુંદર બનાવે. દરેક ક્ષણ ખાસ બનાવે.
(મયંક રાવલ)