અમૂલે દૂધના ભાવમાં 1 રૂપિયાનો કર્યો ઘટાડો!

અમૂલ ડેરીએ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને ટી સ્પેશિયલ આ ત્રણ દૂધની પ્રોડક્ટના 1 લીટરના પાઉચ પર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અમૂલ ડેરી દ્વારા છેલ્લા ઘણાં સમયથી દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવમાં સતત વધારો કરી રહી છે. ત્યારે હવે પહેલીવાર અમૂલ ડેરીએ તેની પ્રોડક્ટના ભાવમાં ઘટાડો જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો. ત્યાકે  અમુલ ગોલ્ડ 1 લીટર પાઉચનો નવો ભાવ 65 રૂપિયા છે. જ્યારે અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા અને અમુલ ટી સ્પેશિયલ 1 લીટર પાઉચનો નવો ભાવ 61 રૂપિયા થયો. એ જ રીતે અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા તો અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા થયો છે.

અમૂલ ડેરીએ તેની દૂધ પ્રોડક્ટના ભાવમાં પહેલીવાર ઘટાડો જાહેર કર્યો છે. છેલ્લા ઘણા સમયથી સતત ભાવ વધારાથી ગ્રાહકોને ભારે પડતી અમૂલની દૂધ પ્રોડક્ટ્સ હવે થોડી સસ્તી થશે. નોંધનીય છે કે, ડેરીએ ત્રણ મુખ્ય દૂધ પ્રોડક્ટ્સ અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ ટી સ્પેશિયલ  પર 1 રૂપિયાનો ઘટાડો કર્યો છે.  અમૂલ ડેરીના આ નિર્ણયથી ગ્રાહકોને થોડી રાહત મળશે, જો કે આ ઘટાડો અત્યાર સુધીના સતત ભાવવધારા સામે ઓછો છે.