અમદાવાદઃ રાજયમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે, જેને લક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2022-23 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કમિશનર દ્વારા આ બજેટમાં વિડિયો કોન્ફરન્સના દ્વારા રૂ. 8111 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ બજેટમાં શહેરના નાગરિકો પર કોઇ વધારા નથી ઝીંકાયા. બજેટમાં સામાન્ય વેરામાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો ગયા વર્ષના બજેટ કરતાં આ વર્ષે 636 રૂ. કરોડનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે આ ડ્રાફ્ટ બજેટ રૂપિયા 7475 કરોડનું હતું. આ વખતના બજેટમાં સ્વચ્છતા તેમ જ પ્રદૂષણ મુક્ત શહેર માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. બજેટમાં ઝોનદીઠ સાત સ્માર્ટ સ્કૂલ બનાવવાનો પ્રસ્તાવ છે. બજેટમાં ટ્રાફિકની કામગીરી માટે રૂ. 60 કરોડ ફાળવાયા છે.
બજેટમાં કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાતો
બજેટમાં ટ્રાફિકના નિવારણ માટે રૂ. છ કરોડની ફાળવણી
અર્બન ટ્રાન્સપોર્ટ માટે રૂ. 490 કરોડની ફાળવણી
BRTS માટે રૂ. 100 અને AMTS માટે રૂ. 390 કરોડની ફાળવણી
100 ઇલેક્ટ્રિક બસ ખરીદવાનું આયોજન
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂ. 55 કરોડની ફાળવણી
મહિલાઓ માટે રૂ. 40 કરોડના ખર્ચે 21 પિંક ટોઇલેટ બનાવાશે
ફ્લડ મોનિટિરિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂ. 100 કરોડની જોગવાઈ, જેમાંથી ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાટર્સ માટે રૂ. 60 કરોડ
ત્રણ નવાં ફાયર સ્ટેશન બનશે. રૂ. 17 કરોડના ખર્ચે એક સ્ટેશન બનશે