મુંબઈઃ આદિપુરષનું ટ્રેલર મંગળવારે બહાર પડ્યું હતું, જેથી ફેન્સમાં ઉત્સુકતામાં વધારો થયો હતો. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરષની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી મહિને 16 જૂને રિલીઝ થવાની છે. ઓમ રાઉતની ફિલ્મમાં ફરી એક વાર સૈફ અલી ખાન નકારાત્મક રોલમાં નજરે પડશે. સૈફ અલી ખાનને લંકેશની ભૂમિકામાં વિશેષ પસંદ કરવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત ફેન્સ ભગવાન રામનો મહિમા અને માતા સીતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લંકેશની તાકાત કેટલાય લોકોને મંત્રમુગ્ધ કરી દીધી છે. ખાસ કરીને લંકેશ બ્લુ આંખો ખોલે છે-ત્યારનો ક્લોઝઅપ જબરદસ્ત છે.
#SaifAliKhan‘s Lankesh look from #Adipurush took trade and audience by surprise.. not showing more of him in the trailer will surely intrigue the audience more & raise excitement for the film. pic.twitter.com/aQGsfAK61M
— Saurabh05432 (@saurabh05432) May 10, 2023
સાધુના વેશમાં સૈફ અલી ખાનની ઝલકે પણ લોકોને આકર્ષિત કર્યા છે. વાસ્તવમાં નેટિઝન્સ લંકેશના જીવનથી મોટા અવતાર વિશે પૂછી રહ્યા છે અને તમે તેને એક વાર ટ્રેલરમાં જુઓ.