મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી લારા દત્તાએ કહ્યું હતું કે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ અને ગાયિકા રેખા ભારદ્વાજ સાથે આગામી વેબ સિરીઝ ‘ચાર્લી ચોપડા એન્ડ ધ મિસ્ટ્રી ઓફ સોલાંગ વેલી‘ માટે કામ કરવાનું સપનું સાચું થયા જેવું છે. અભિનેત્રીએ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે વિશાલ સર અને રેખાજી –બંને સાથે કામ કરવું એક સપનું સાચું થયા જેવું છે. હું લાંબા સમયથી એની ઇચ્છા કરી રહી હતી. બંને માટે પ્રેમ, પ્રશંસા અને સન્માન.
પ્રોડ્યુસર અને ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ આ વેબ સિરીઝની સાથે OTT (ઓવર ધ ટોપ) મંચ પર પદાર્પણ કરી રહ્યા છે. એ અગાથા ક્રિકસ્ટીની નવલકથા ‘ધ સિટાફોર્ડ મિસ્ટ્રી’ પર આધારિત છે, જેનું પ્રસારણ OTT મંચ સોની લિવ પર હશે.