વિશ્વમાં પ્રથમ નવું વર્ષ કિરીટીમતી દ્વીપ (ક્રિસમસ આઇલેન્ડ) પર સવારે 3.30 વાગ્યે શરૂ થયું હતું. આ ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે અહીંનો સમય ભારત કરતાં 7.30 કલાક આગળ છે, એટલે કે જ્યારે ભારતમાં 3:30 થાય છે, ત્યારે કિરીબાતીમાં નવું વર્ષ શરૂ થાય છે. આ પછી ન્યુઝીલેન્ડના ચૈથમ આઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. 2024ને બાય બાય કહી નવું વર્ષ 2025ને લોકો આનંદ સાથે આવકારી રહ્યા છે.
છેલ્લા નવા વર્ષની ઉજવણી દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નીયુ ટાપુઓમાં થાય છે. અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે ઘણા દેશો અલગ-અલગ સમયે નવા વર્ષની ઉજવણી કરશે. ભારત પહેલા 41 દેશો એવા છે જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.
સિડની હાર્બર બ્રિજ પર અદભૂત આતશબાજી
View this post on Instagram
ઓસ્ટ્રેલિયાના સિડની હાર્બર બ્રિજ પર નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ન્યુઝીલેન્ડમાં નવા વર્ષનું સ્વાગત
View this post on Instagram
ન્યૂઝીલેન્ડ દ્વારા નવા વર્ષ 2025નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડમાં લોકોએ આનંદ અને ઉલ્લાસ સાથે ફટાકડા ફોડી નવા વર્ષને આવકાર્યુ છે.
સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે
નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણા શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. સિડની (ઓસ્ટ્રેલિયા)માં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે, જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (યુએસએ) માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકાબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.