અમદાવાદઃ શહેરમાંથી પોતાના વતન તરફ જતા અસંખ્ય લોકો માર્ગો પર જોવા મળી રહ્યા છે. આજે વહેલી સવારથી જ શહેરના ચાંદલોડિયા વિસ્તારથી કલર કામ કરતા કારીગરોનો એક જથ્થો રેલવે ટ્રેક ઉપર પગપાળા પોતાના ગામ તરફ જવા રવાના થયો હતો. મૂળ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી કલર કામના અસંખ્ય કારીગરો પેટિયું રળવા ગુજરાત રાજ્યમાં આવતા હોય છે. કોરોના વાયરસની મહામારીથી ફેલાયેલી દહેશત અને સરકારી ફરમાનો વચ્ચે ઘણાં શ્રમિકો શહેરોમાં ફસાયેલા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)