નવી દિલ્હીઃ એક વ્યક્તિ પોતાના જીવનમાં તાતા ગ્રુપની અગણિત ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. ભાગ્યે જ કોઈ એવું ક્ષેત્ર હશે, જેમાં તાતા ગ્રુપની હાજરી ના હોય. તાતા કંપની મીઠાથી માંડીને વિશ્વમાં પ્રસિદ્ધ વ્યાવસાયિક વાહન અને શાનદાર હોટેલોની ચેઇન બનાવવા માટે જાણીતી છે. 18મી સદીમાં ગુજરાતના એક પારસી પરિવારમાં જમશેદજીનો જન્મ થયો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ પિતાની સાથે મુંબઈ આવી ગયા અને અહીં વેપારમાં પગ માંડ્યા. વેપાર-વ્યવસાયમાં તેમણે પોતાના પિતાને સાથે આપવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેમણે પાછું વાળીને નથી જોયું.
પ્રારંભિક જીવન
જમશેદજીનો જન્મ ત્રીજી માર્ચ, 1839માં દક્ષિણ ગુજરાતના નવસારીમાં એક પારસી પરિવારમાં થયો. તેમનું પૂરું નામ જમશેદજી નુસીરવાનજી તાતા હતું. તેમના પિતાનું નામ નુસીરવાનજી તથા માતાનું નામ જીવનબાઈ તાતા હતું. તેમના પિતા તેમના ખાનદાનમાં પોતાનો વ્યવસાય કરવાવાળા પહેલી વ્યક્તિ હતા. માત્ર 14 વર્ષની વયે જ જમશેદજી પોતાના પિતાની સાથે મુંબઈ આવી ગયા અને વેપારમાં ડગ માંડ્યા. એ ઉંમરમાં તેમણે પોતાના પિતાને મદદ કરવાનું શરૂ કર્યું. જ્યારે તેઓ 17 વર્ષના હતા, ત્યારે તેમણે મુંબઈની એલફિન્સ્ટન કોલેજમાં એડમિશન લીધું અને બે વર્ષ પછી વર્ષ 1858માં ગ્રીન સ્કોલર (સ્નાતક સ્તરની ડિગ્રી)ના રૂપે પાસ થયા અને પિતાના વેપારમાં સંપૂર્ણપણે ઝંપલાવ્યું. ત્યાર બાદ તેમનું લગ્ન હીરાબાઈ દબુની સાથે કરાવવામાં આવ્યું.
જમશેદજીએ વેપાર સંરવા સંબંધે ઇંગ્લેન્ડ, અમેરિકા, યુરોપ અને અન્ય દેશોનો પ્રવાસ કર્યો, જેનાથી તેમને વેપારના દરેક પ્રકારના આઇડિયા મળ્યા. તેનાથી તેમને વેપારી જ્ઞાનમાં વધારો થયો. આ પ્રવાસો પછી તેમને એક વાત સામે સમજાઈ કે બ્રિટિશ આધિપત્યવાળા કપડાં ઉદ્યોગમાં ભારતીય કંપનીઓ પણ સફળ થઈ શકે છે.
ઉદ્યોગમાં પ્રવેશ
29 વર્ષની ઉંમરે તેમણે તેમના પિતાની કંપનીમાં કામ કર્યું, એ પછી તેમણે વર્ષ 1868માં માત્ર રૂ. 21,000ની મૂડીએ એક વેપારી પ્રતિષ્ઠાનની સ્થાપના કરી. વર્ષ 1869માં તેમણે એક નાદાર થયેલી ઓઇલ મિલ ખરીદી અને એક કોટન મિલમાં એને તબદિલ કરીને એનું નામ એલેક્ઝેન્ડર મિલ રાખ્યું. આશરે બે વર્ષ પછી જમશેદજીએ આ મિલને થોડાક નફાએ વેચી દીધી અને એ જ રૂપિયાથી તેમણે વર્ષ 1874માં નાગપુરમાં એક કોટન મિલની સ્થાપના કરી. તેમણે આ મિલનું નામ પછીથી ઇમ્પ્રેસ મિલ કરી દીધું.. જ્યારે મહારાણી વિક્ટોરિયાને ભારતની રાણીનો એવોર્ડ આપવામાં આવ્યો. વર્ષ 2015-16માં કંપનીને 103.51 કરોડ અબજ ડોલરની આવક થતી હતી. આ કંપની દેશની જીડીપીમાં મોટો હિસ્સો આપતી હતી.
સામ્રાજ્ય ઊભું કર્યું
જમશેદજી તાતા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ તથા ઔદ્યોગિક જૂથ તાતા ગ્રુપના સંસ્થાપક હતા. ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રમાં જમશેદજીએ યોગદાન આપ્યું એ અસાધારણ અને બહુ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે ઉદ્યોગ સ્થાપિત કરવામાં માત્ર અંગ્રેજને જ હોશિયાર માનવામાં આવતા હતા. જમશેદજીએ ભારતમાં ઔદ્યોગિક વિકાસનો માર્ગ કંડારી આપ્યો. તાતા સામ્રાજ્યના સંસ્થાપક જમશેદજી દ્વારા કરવામાં આવેલા કાર્ય આજે પણ લોકોને પ્રોત્સાહિત કરે છે. તેમની પાસે ભવિષ્યને જોવાની ગજબની ક્ષમતા હતી, જેમના દમ પર તેમણે એક ઔદ્યોગિક ભારતનું સપનું જોયું હતું. ઉદ્યોગોની સાથે-સાથે તેમને વિજ્ઞાન અને ટેક્નિકલ શિક્ષણ માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી.
જીવનનું મોટું લક્ષ્ય
જમશેદજીના જીવનનાં મોટા લક્ષ્યોમાં એક સ્ટીલ કંપની શરૂ કરવાનું હતું. એક વિશ્વ પ્રસિદ્ધ કેન્દ્ર સ્થાપિત કરવું. એક ઉચ્ચ કક્ષાની હોટલ શરૂ કરવી અને એક હાઇડ્રો પાવરની યોજના શરૂ કરવી. જોકે તેમના જીવન કાળમાં આમાંથી નીત્ર ક જ સપનું તેઓ પૂરું કરી શક્યા, હોટેલ તાજ મહલનું સપનું. બાકીનાં તેમનાં સપનાંઓને તેમની આવનારી પેઢીઓએ પૂરાં કર્યાં. હોટેલ તાજમહલ ડિસેમ્બર, 1903માં રૂ. 4 કરોડ 21 લાખમાં મસમોટા ખર્ચે તૈયાર થઈ એ સમયે એ ભારતની એકમાત્ર હોટેલ હતી, જ્યાં વીજળીની વ્યવસ્થા હતી. ભારતમાં એ દિવસોમાં ભારતીયોને ઉત્કૃષ્ટ યુરોપિયન હોટેલોમાં ઘૂસવા નહોતા દેવાતા. તાજમહલ હોટેલનું નિર્માણ કરીને તેમણે આ અન્યાયકારી નીતિનો જવાબ આપ્યો હતો.
દેશના ઔદ્યોગિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન
દેશના ઔદ્યોગિક વિકાસમાં જમશેદજીનું અસાધારણ યોગદાન છે. તેમણે ભારતમાં ઔદ્યોગિક વિકાસનો પાયો નાખ્યો છે. જ્યારે દેશ ગુલામ હતો ત્યારે ઉદ્યોગ-ધંધા સ્થાપિત કરવામાં અંગ્રેજ પોતાને હોશિયાર સમજતા હતા. દેશના ઔદ્યોગિકરણ માટે તેમણે લોખંડનાં કારખાનાંની સ્થાપવાની મહત્ત્વપૂર્ણ યોજના બનાવી. તેમની મોટી યોજનાઓમાં –તેમણે પશ્ચિમી ઘાટોથી તીવ્ર જલપ્રપાતોથી વીજ ઉત્પન્ન કરવાની યોજના બનાવી. જેની ઇંટ આઠ ફેબ્રુઆરી, 1911 રાખવામાં આવી.
કોમર્શિયલ વાહનો બનાવનારી સૌથી મોટી કંપની
તાતા મોટર્સ ભારતમાં વેપારી વાહન બનાવવાવાળી સૌથી મોટી કંપની છે. એનું જૂનું નામ ટેલ્કો (તાતા એન્જિનિયરિંગ એન્ડ લોકોમોટિવ કંપની લિમિટેડ) હતું. તાતા ગ્રુપની મુખ્ય કંપનીઓમાંની એક છે. તેના ઉત્પાદન એકમ ભારતમાં જમશેદપુર (ઝારખંડ), પુણે (મહારાષ્ટ્ર) અને લખનૌ (યુપી) સહિત અન્ય કેટલાક દેશોમાં છે. તાતા ગ્રુપનાં આ કારખાનાંની શરૂઆત રેલવે એન્જિનથી થઈ હતી. જોકે હવે આ કંપની ભારે કોમર્શિયલ વાહનો ખરીદે છે. કંપનીએ બ્રિટનની પ્રસિદ્ધ બ્રાંડ જગુઆર અને લેન્ડ રોવરને પણ ખરીદી લીધી છે.
મોટા ઉદ્યોગપતિ અને મહાન રાષ્ટ્રવાદી અને પરોપકારી પણ ખરા
જમશેદજી દિગ્ગજ ઉદ્યોગપતિની સાથે મોટા રાષ્ટ્રવાદી અને પરોપકારી હતા. જમશેદજીના પુત્ર દોરાબ તાતાએ 1907માં દેશની પહેલી સ્ટીલ કંપની તાતા સ્ટીલ એન્ડ આયર્ન કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં કર્મચારીઓને પેન્શન, ઘર, મેડિકલની સુવિધા અને કેટલીક સુવિધાઓવાળી કદાચ એકમાત્ર કંપની હતી.
વિજ્ઞાન માટે અડધી સંપત્તિનું દાન
બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના માટે તેમણે પોતાની અડધાથી વધુ સંપત્તિ જેમાં 14 બિલ્ડિંગો અને મુંબઈની ચાર સંપત્તિઓ દાનમાં આપી હતી.
જમશેદપુર છે તેમના વિઝનનું જીવતું ઉદાહરણ
તેમનું લક્ષ્ય માત્ર વેપાર કરીને રૂપિયા કમાવાનું નહોતું. બલકે તેઓ એક એવું શહેર પણ વસાવવા ઇચ્છતા હતા, જે ઉદાહરણ બને. જે જમશેદજીનું વિઝન જોવા ઇચ્છે તેમણે એક વાર ઝારખંડમાં જમશેદપુર જરૂર જોવું જોઈએ. કર્મચારીઓના કલ્યાણ અને સુવિધાનો એટલો સરસ ધ્યાન રાખવામાં આવ્યો છે કે એ આપણી કલ્પના બહાર હોય.