નીચેના મુદ્દાઓ થી સામાન્ય માણસને સરળતા થી પતંગીયા અને ફુદ્દાઓ વચ્ચે નો ફરક ખબર પડી શકે:
૧-પતંગીયાના રંગો ઘણા જ વિવિધતા સભર હોય છે. જ્યારે ફુદ્દાઓ મહદઅંશે રંગીન હોતા નથી.
૨- પતંગીયાને આગળ લાંબા અને પાતળા એન્ટેના હોય છે જ્યારે મોથમાં તે જાડા અને પીંછાવાળા હોય છે. ૩-પતંગીયા દિવસે વધારે સક્રીય હોય છે, જ્યારે ફુદ્દાઓ મોટાભાગે રાત્રીના વધારે સક્રિય હોય છે. ૪-પતંગીયા કોઈ ડાળી પર આરામથી બેસે ત્યારે તેમની પાંખો સામાન્ય રીતે બંધ રાખે છે જ્યારે ફુદ્દાઓ પાંખો ખુલ્લી રાખીને બેસે છે. |