અમદાવાદઃ USના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DoJ) જણાવ્યાનુસાર અબજોપતિ ગૌતમ અદાણી, ભત્રીજા સાગર અદાણી અને સિનિયર એક્ઝિક્યુટિવ વિનીત જૈન ઉપર કોઈ પણ લાંચના આરોપો નથી. અદાણી ગ્રીન એનર્જી લિ.એ લેખિતમાં આવાં નિવેદનો જુઠ્ઠાં ગણાવ્યાં છે. અમે કોઈને લાંચ આપી નથી, એમ અદાણી ગ્રુપે જણાવ્યું હતું.
અદાણીના અધિકારીઓ સામે લાંચ અને ભ્રષ્ટાચારના આરોપો અંગેના વિવિધ મિડિયા હાઉસ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલોને AGELએ તેના ફાઇલિંગમાં ‘ખોટા’ ગણાવ્યા છે. ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર આરોપમાં US ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA)ના ઉલ્લંઘનનો માધ્યમોએ પ્રકાશિત કરેલા લેખોમાં આરોપ મૂકવામાં આવ્યો છે. કાનૂની આરોપમાં ગણતરી પ્રતિવાદી સામેના વ્યક્તિગત આરોપોનો સંદર્ભ આપે છે.
Know more: https://t.co/uNYlCaBbtk pic.twitter.com/fQ4wdJNa9d
— Adani Group (@AdaniOnline) November 21, 2024
ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં પાંચ ગણતરીઓ પૈકીના પ્રથમ કાઉન્ટમાં કોઈ ઉલ્લેખ નથી અને ગૌતમ અદાણી, સાગર અદાણી અથવા વિનીત જૈનને પ્રથમ ગણતરીમાં બાકાત રાખવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર અને લાંચના આરોપોનો ઉલ્લેખ કરતા કાઉન્ટ વનમાં માત્ર રણજિત ગુપ્તા, સિરિલ કેબનેસ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને Azure પાવર અને એક કેનેડિયન રોકાણ સંસ્થા અને Azureના સૌથી મોટા શેરહોલ્ડર CDPQ (Caisse de depot et placement du Quebec)ના રૂપેશ અગ્રવાલ સામેલ છે. આ કાઉન્ટ હેઠળ અદાણીના કોઈ અધિકારીને ઉલ્લેખવામાં આવ્યા નથી. અદાણીના અધિકારીઓ પર માત્ર કાઉન્ટ 2: “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડીનું કાવતરું”, કાઉન્ટ 3: “કથિત વાયર છેતરપિંડીનું કાવતરું” અને કાઉન્ટ “કથિત સિક્યોરિટીઝ છેતરપિંડી”નો આરોપ મૂકવામાં આવ્યો છે.
DoJના આરોપ સામે અદાણીના અધિકારીઓ દ્વારા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાના કોઈ પુરાવા નથી. આરોપ અને ફરિયાદ ફક્ત એવા દાવા પર આધારિત છે કે લાંચનું વચન આપવામાં આવ્યું હતું અથવા તેની ચર્ચા કરવામાં આવી હતી.
આ તમામ એઝ્યુર પાવર અને CDPQના ભૂતપૂર્વ કર્મચારીઓની સંભાવનાઓ અને કર્ણોપકર્ણ સાંભળેલી વાતો પર આધારિત છે, DoJ અને USના SEC બંને નૈતિક અને કાનૂની રીતે અદાણી સમૂહ સામેની કાર્યવાહીને એક ખતરનાક રીતે અસ્થિરતા તરફ ધકેલે છે. USની આ ખોટી-સ્થાપિત કાર્યવાહી અને જુઠ્ઠા અવિચારી અહેવાલોને પગલે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ રદ થવા, નાણાકીય બજાર ઉપર નકારાત્મક અસર અને વ્યૂહાત્મક ભાગીદારો, રોકાણકારો અને જનતા તરફથી સર્જાયેલા અચાનક પડકાર જેવાં પરિબળોને કારણે ભારતીય ગ્રુપને નોંધપાત્ર પ્રતિકૂળ અસર થઈ છે.
DoJએ મૂકેલા આરોપોની જાણકારી અને માધ્યમોમાં તેની પ્રસિદ્ધિથી અદાણી ગ્રુપની તેની 11 લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં લગભગ US $ 55 બિલિયનનું નુકસાન થયું છે.