પોટેટો વેજીટેબલ્સ્ ટિક્કી

મિક્સ વેજીટેબલ્સથી બનતી આ ટિક્કી હેલ્ધી છે, ઈન્સટન્ટ બની જાય છે! વળી, સ્વાદિષ્ટ પણ લાગે છે!

સામગ્રીઃ

  • બાફેલાં બટેટા
  • બાફેલાં વટાણા ½ કપ
  • ગાજર
  • સિમલા મરચું
  • સોયા સોસ 1 ટી.સ્પૂન
  • લીલા કાંદાના પાન 3-4
  • કાળાં મરી પાઉડર 1 ટે.સ્પૂન
  • કોર્નફ્લોર 2-3 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • આદુ-મરચાં ઝીણાં સમારેલાં 1 ટે.સ્પૂન

રીતઃ

રીતઃ ઝીણાં ચોરસ સમારેલાં ગાજર, લીલા કાંદાના પાન તેમજ સિમલા મરચાંને 1 ચમચી તેલમાં કાચા-પાકા સાંતળી લો…સંભારો કરીએ તે રીતે. ત્યારબાદ તેમાં બાફેલાં બટેટા, વટાણા, સોયા સોસ, કોથમીર, કાળાં મરી પાઉડર, કોર્નફ્લોર 2-3 ટે.સ્પૂન, ઝીણાં સમારેલાં આદુ-મરચાં ઉમેરીને આ મિશ્રણનો થોડો ઢીલો એવો લોટ બાંધી લો. જો મિશ્રણ વધુ પડતું ઢીલું હોય તો તેમાં કોર્નફ્લોર ઉમેરવો.

આ લોટમાંથી ગોળો લઈ તેને ટિક્કીનો આકાર આપીને ફ્રાઈ પેનમાં તેલ ઉમેરીને ગેસની ધીમી આંચે આ ટિક્કી શેલો ફ્રાઈ કરી લો.

આ ગરમાગરમ ટિક્કી ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.