મિક્સ વેજીટેબલ સૂપ

દિવાળીમાં તળેલા નાસ્તા, જમણવાર પછી થોડો ડાયેટ પ્રોગ્રામ કરી લઈએ, વેજીટેબલ સૂપ બનાવીને!

સામગ્રીઃ

 • લસણ 8-10 કળી
 • આદુ 1 ઈંચ, કાંદો 1
 • લીલા કાંદા 2 નંગ
 • તેલ 1 ટે.સ્પૂન
 • ગાજર 1 નંગ
 • ફ્લાવર 100 ગ્રામ
 • 1 ટામેટું
 • લીલું સિમલા મરચું 1 નાનું
 • લાલ સિમલા મરચું 1 નાનું
 • ફણસી 4-5 નંગ
 • લીલા વટાણા 100 ગ્રામ
 • બાફેલા મકાઈના દાણા 2 ટે.સ્પૂન
 • 1 લીલું મરચું
 • મરી પાવડર ½ ટી.સ્પૂન
 • મીઠું સ્વાદ મુજબ
 • કોર્નફ્લોર 1 ટે.સ્પૂન,
 • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
 • ધોઈને સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન

રીતઃ કાંદો, લસણ, આદુને ઝીણા સમારી લો. લીલા કાંદાના પાનને અલગ સમારી રાખો.

1 ફ્રાઈ પેન અથવા કઢાઈમાં તેલ ગરમ કરીને લસણ તેમજ આદુને 2 મિનિટ સાંતડીને કાંદો 2 મિનિટ માટે સાંતડો.

લાલ અને લીલું સિમલા મરચું, ફ્લાવર, ફણસી, વટાણા તેમજ ટામેટા સાંતડો. તેમાં લીલું મરચું સુધારીને નાખો. 5 મિનિટ બાદ તેમાં સુધારેલા સિમલા મરચાં નાખી દો. 2 મિનિટ બાદ તેમાં 1 થી 1½ લિટર જેટલું પાણી મેળવીને કઢાઈ ઢાંકીને ગેસની મધ્યમ આંચે સૂપ થવા દો.

કોર્નફ્લોરને એક વાટકીમાં લઈ થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.

10 મિનિટ બાદ તેમાં મરી પાવડર નાખો. હવે કોર્નફ્લોરની પેસ્ટને સૂપમાં ઉમેરીને તરત જ હલાવો. સૂપ ઘટ્ટ થવા આવે એટલે તેમાં લીંબુનો રસ, લીલા કાંદાના સમારેલા પાન તેમજ સમારેલી કોથમીર નાખીને ગેસ બંધ કરી દો.

સૂપ ગરમાગરમ પીરસો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]