શક્કરિયાની ટિક્કી

ઉપવાસમાં બટેટા ખાઈને કંટાળો આવ્યો હોય તો શક્કરિયાની ટિક્કી બનાવી શકાય છે. વળી, શક્કરિયા સ્વાસ્થ્યવર્ધક પણ છે!

સામગ્રીઃ 

  • શક્કરિયા – 4
  • આદુ ખમણેલું 1 ટી.સ્પૂન
  • મરચાં ઝીણાં સમારેલાં 4-5
  • કાળા મરી પાવડર ½ ટી.સ્પૂન
  • લીંબુનો રસ 1 ટી.સ્પૂન
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • શેકેલા જીરાનો અધકચરો પાવડર ½ ટી.સ્પૂન
  • શેલો ફ્રાઈ કરવા માટે તેલ
  • રાજગરાનો લોટ 1 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
    (ઉપવાસ માટે ટિક્કી ના બનાવતા હોવ તો તેમાં ચાટ મસાલો, ગરમ મસાલો તેમજ રાજગરાના લોટને બદલે ચણાનો શેકેલો લોટ ઉમેરી શકો છો.)

રીતઃ શક્કરિયાને કૂકરમાં 3-4 સીટી કરીને બાફી લો. શક્કરિયા ઠંડા થયા બાદ છોલીને મેશ કરી લો. એક મોટા બાઉલમાં શક્કરિયાનો છૂંદો લઈ તેમાં રાજગરાનો લોટ, મીઠું સ્વાદ મુજબ, જીરા પાવડર, લીંબુનો રસ, કાળા મરી પાવડર તેમજ ખમણેલું આદુ તેમજ સમારેલાં મરચાં ઉમેરીને ટીક્કી વાળી દો. ટીક્કી ના વળે તો તેમાં વધુ રાજગરાનો લોટ ઉમેરી શકાય છે.

ટીક્કીને નોનસ્ટીક પેનમાં ગેસની ધીમી મધ્યમ આંચે બંને બાજુએથી ગોલ્ડન બ્રાઉન શેકી લેવી. આ ટીક્કી કોથમીર મરચાંની ચટણી સાથે ગરમાગરમ પીરસો