અંડરવર્લ્ડ ડોન અને ગેંગસ્ટર છોટા રાજનની તબિયત લથડી છે. તબિયત બગડ્યા બાદ તેને સારવાર માટે રાજધાની દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે છોટા રાજન હાલમાં અનેક ગુનાઓના આરોપસર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.
નાદુરસ્ત તબિયતને કારણે અચાનક છોટા રાજનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર, દિલ્હી પોલીસે એઈમ્સ વોર્ડમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે જ્યાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજન દાખલ છે.
છોટા રાજનને ઇન્ડોનેશિયાથી ભારત લાવવામાં આવ્યો હતો
ઓક્ટોબર 2015 માં ઇન્ડોનેશિયાથી ધરપકડ બાદ અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ભારત લાવવામાં આવ્યો હતો. તે હાલમાં દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. 25 ઓક્ટોબર, 2015ના રોજ ઇન્ડોનેશિયાના બાલી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભારત લાવવામાં આવ્યો હતો.