Courtesy: Nykaa.com
માત્ર હોલીવૂડ જ નહીં, પણ બોલીવૂડનાં પણ લગભગ દરેક અભિનેતા આજકાલ સ્ટાઈલિશ સ્ટબલ રાખતા થઈ ગયા છે. આને કારણે સ્ટબલ કરવાનો રોજેરોજનો પરિશ્રમ હવે પુરુષોને જરાય ઝંઝટ જેવો લાગતો નથી. તમારે પણ જો તમારા લુકને આકર્ષક બનાવવો હોય તો અહીં અમુક ટોચના પ્રોડક્ટ્સ દર્શાવવામાં આવ્યા છે જેમાંથી તમે પસંદ કરી શકો છો.
બ્રોન બિયર્ડ ટ્રિમર તમારી દાઢીના વાળને એકદમ બરાબર લંબાઈમાં કાપે છે અને સમાન રીતે ટ્રિમ કરે છે જેને કારણે ચહેરાને સરસ આકાર આપી શકાય છે. ગ્રેટ લુક માટેના આ જ ફન્ડામેન્ટલ્સ છે. ધારો કે તમારે ડિઝાઈનર સ્ટબલ બનાવવી છે કે તમારી દાઢીને જાળવી રાખવી છે અથવા દાઢીને કોઈ આકાર આપવો છે કે કિનારીઓને શેવ કરવી છે તો આમાંના ડીટેચેબલ ટ્રિમિંગ કોમ્બથી એ આસાનીથી થઈ શકે છે જેમાં 1 થી 10mm વચ્ચે ૨૦ લેંગ્થ સેટિંગ્સ છે. આમાં પાણીથી ધોઈ શકાય એવું બ્લેડ બ્લોક છે અને ડિઝાઈન પણ એકદમ કોમ્પેક્ટ છે જેથી એને પ્રવાસ વખતે સામાનમાં સાથે લઈ જવામાં બહુ આસાન રહે છે.
2. Philips Beard Trimmer- QT4001/15
આ સાધન ખૂબ બુદ્ધિપૂર્વક બનાવવામાં આવ્યું છે જેથી તમે તમારી દાઢીને ગમે એવો સ્ટાઈલિશ લુક આપી શકો છો. આનો એર્ગોનોમિક આકાર એવો સરસ છે કે એને વાપરવાનું આસાન રહે છે અને દાઢીના બધા ભાગો સુધી પહોંચીને વાળને ટ્રિમ કરે છે. આમાં 1mm જેવું પ્રિસિઝન હોવાથી વાળને સમાન અને એક સરખી રીતે કાપે છે અને એની બ્લેડની સરસ ગોળાકાર અણીઓને કારણે ત્વચા જરાય બરછટ થતી નથી.
3. Andis BTF 14-Piece Rechargeable Grooming Kit BTF Clipper, Trimmer & Shaver
સિલ્વર અને બ્લેક રંગના કોમ્બિનેશનવાળા આ અપગ્રેડ કરાયેલા શેવિંગ ડિવાઈસને સર્જિકલ સ્ટેનલેસ સ્ટીલ વડે બનાવવામાં આવ્યું છે. એની T-બ્લેડ્સ દાઢી અને મૂંછ, બંનેનાં વાળને કુશળતાપૂર્વક ટ્રિમ કરે છે. એન્ડિસ બીટીએફ ચાર્જિંગ કોડની સાથે અને તેની વગર પણ વાપરી શકાય છે. એમાં એક સ્ટોરેજ કેસ હોય છે જેમાં તેના બધા જ અટેચમેન્ટ્સ અને એક્સેસરીઝ રાખી શકાય છે.
4. Vega T-Desire Beard & Hair Trimmer (VHTH-05)
નવું વેગા T-ડિઝાયર બિયર્ડ એન્ડ હેર ટ્રિમર એની કામગીરીમાં એકદમ નિપુણ અને વિશિષ્ટ છે. શેવિંગ માટે આ સ્ટાઈલિશ સાધન છે જે તમને ફેશનબલ લુક આપે છે. એનું 1-10mm લેંગ્થ પ્રિસિઝન સિલેક્ટ અને લોક કરવામાં આસાન છે. તમે ઈચ્છો એટલી જ લંબાઈના વાળ કાપવા માટે માત્ર બ્લુ રંગના વ્હીલને ઘૂમાવવાનું હોય છે. એની ગોળાકાર અણીઓ અને નિયંત્રિત કરેલી બ્લેડ્સ ત્વચામાં બળતરા થતી રોકવામાં મદદરૂપ થાય છે.
5. Nova NHT 1045 Cordless Trimmer
નોવાનું આ જબરદસ્ત ટ્રિમર છે, જેમાં પ્રિસિઝન કટિંગ 0.1mmનું છે. એની અલ્ટ્રા-સાયલન્ટ મોટર અને એર્ગોનોમિક ડિઝાઈનને કારણે તે વાપરવામાં આસાન છે એટલું જ નહીં, ત્વચા ઉપર મુલાયમ પણ લાગે છે. આ કોર્ડલેસ ટ્રિમરમાં ત્વચાને અનુકૂળ બ્લેડ્સ અને કોમ્બ ટિપ્સ છે જેને કારણે એ શ્રેષ્ઠ કામગીરી આપે છે અને આ ટ્રિમરની ડિઝાઈન પણ આકર્ષક છે.