Courtesy: Nykaa.com
બહેનો, આપણે એ વાતે તો બધાં જ સહમત થઈશું કે કોઈ દિવસ ખરાબ જતો હોય ત્યારે લિપ્સ્ટીક જ આપણો મૂડ સારો બનાવે છે. અને આપણે સૌ એમ ઈચ્છીએ છીએ કે લિપ્સ્ટીક આખો દિવસ જળવાઈ રહે. મને ખાતરી છે કે એ કહેવામાં હું એકલી નહીં જ હોઉં કે દિવસનો હજી તો અડધો ભાગ માંડ પૂરો થયો હોય અને આપણે અરીસો જોઈએ ત્યારે ખબર પડે કે અમુક કલાકો પહેલાં જ લગાડેલી આકર્ષક લિપ્સ્ટીક ગાયબ થઈ ગઈ. લિપ્સ્ટીક લાંબો વખત સુધી ટકી રહે એવી કળા હાંસલ કરવામાં આપણે ઘણા વર્ષોમાં નિપુણતા મેળવી છે, જેમ કે લાંબી ફોર્મ્યુલાઝ અને નાની ટ્રિક્સ, જે લિપ્સ્ટીકની આવરદા વધારે છે.
લિપ્સ્ટીકને લાંબો સમય સુધી કેવી રીતે ટકાવી રાખવી એ વિશે આ અમારું સંશોધન છે.
લિપ બામ
શરૂઆત કરીએ મોઈશ્ચરાઈઝિંગ લિપ બામ ચોપડીને. ‘એનાથી મારી લિપ્સ્ટીક સરકી જશે’, એવી તમને શંકા છે? હું કહીશ ના. એમાં જરૂર છે યોગ્ય માત્રાનો ઉપયોગ કરવાની. વધારે ધ્યાન રાખવું હોય તો તમારા હોઠને એક સ્વચ્છ ટીશ્યૂ પેપર વડે દબાવો, જેથી હોઠ પર વધારાનું લિપ બામ ચોંટ્યું હોય તો નીકળી જાય. અને જો તમે Kama Ayurveda Vanilla Lip Balm જેવું સરસ બામ ખરીદ્યું હોય તો એ અતિ ઉત્તમ.
લાઈન ગેમ સ્ટ્રોંગ
લિપીઝ વડે હોઠ પર બરાબર લાઈનિંગ કરો. માત્ર તમારા હોઠની બોર્ડરને જ નહીં, સમગ્ર હોઠને લાઈનર સાથે રંગી દો. એનાથી તમારી લિપ્સ્ટીકને લાંબો સમય સુધી જળવાઈ રહેવા માટેનું પરફેક્ટ બેઝ મળી રહેશે. અમારી સલાહ Lotus Make-Up Ecostay Creme Lip Definer માટે છે જે વફાદાર પ્રેમીની જેવું કામ કરે છે અને તમારા હોઠને એમ છોડી નહીં જાય.
એક લેયર વધુ
લિપ્સ્ટીકનું લેયરિંગ બહુ મહત્ત્વ ધરાવે છે. શરૂઆતમાં કોઈ લિક્વિડ લિપ્સ્ટીક પસંદ કરવી જે લાંબો સમય સુધી ટકે (12થી 24 કલાક સુધી રહે એવી) જેમ કે Nicka K 24HR Lip Color & Primer. મેટ લિપ્સ્ટીક્સ એકદમ ઉત્તમ છે અને લિપ્સ્ટીકને લાંબો સમય સુધી ટકાવવા માટે પરફેક્ટ બેઝ તરીકે કામ કરે છે. આટલેથી અટકશો નહીં. લિક્વિડ લિપ્સ્ટીક પર હંમેશાં મેચિંગ બુલેટ લિપીનું લેયર કરવું. આનાથી થરનો ઉમેરો થાય છે અને તમારી લિપ્સ્ટીક આસાનીથી લાંબો સમય સુધી ટકે છે.
અર્ધપારદર્શક ઉપાય
ધારો કે તમે ઉત્તમ પ્રકારની મેટ લિપ્સ્ટીકની ખોજમાં હો, પણ કોઈ ક્રીમી શેડમાં જ અટકી ગયા હો તો અર્ધપારદર્શક પાવડરનો ઉપાય તમને બહુ જ ઉપયોગી થશે. તમારા હોઠ પર લિપ્સ્ટીક લગાડ્યા બાદ એની પર એક ટીશ્યૂ પેપર મૂકો અને અર્ધપારદર્શક પાવડર એની પર છાંટો. એનાથી તમારી લિપ્સ્ટીક લાંબો સમય સુધી ટકી રહેશે એટલું જ નહીં, એનાથી સંપૂર્ણ મેટ ફિનિશ પણ આવશે. લિપ્સ્ટીકની અસર લાંબો સમય સુધી રહે એ માટે લિપ્સ્ટીકને ફરી લગાડવી.
તેલને પ્રસરતું અટકાવો
તેલ પ્રસરવાથી લિપ્સ્ટીક બગડી જાય છે. એટલે, તમારે ખાતી વખતે પરફેક્ટ પાઉટથી તેલયુક્ત ખાદ્યપદાર્થોને દૂર રાખવા. એનો મતલબ એ નહીં કે તમારે ખાતી વખતે વિચિત્ર પ્રકારના હાવભાવ કરવા. નાની સાઈઝના બટકા લેવાના અને ખાદ્યપદાર્થ કે છરી-કાંટા, ચમચી જેવી ચીજોને તમારા હોઠને ન અડે એનું ધ્યાન રાખવું.
તો આટલું ધ્યાન રાખજો બહેનો. આટલી થોડીક તરકીબો ધ્યાનમાં રાખશો તો તમારે ટચ-અપ કરવા માટે વારંવાર અરીસામાં જોવાની જરૂર નહીં પડે.