બ્યુટી પ્રોડક્ટ્સમાં પ્રામાણિકતા શું નવું ચલણ છે?

CourtesyNykaa.com

ત્વચાની સંભાળની વાત આવે ત્યારે કોઈ ફોર્મ્યુલા અને એમાંના તત્ત્વો સિવાય બીજા કોઈને પણ મહત્ત્વ ન અપાય. જોકે ઘણી બ્રાન્ડ્સ ગ્રાહકો પર પ્રભાવ પાડવા માટે જુદા જુદા પ્રયાસો કરતી રહે છે, પણ એમ કરીને તેઓ ધીમે ધીમે મૂળ બાબતથી દૂર જાય છે. અહીંયા જ પેકેજિંગની ભૂમિકાની વાત આવે છે. પોતાની બ્રાન્ડ પ્રત્યે આકર્ષણ ઊભું કરવા તેઓ પેકેજિંગનો લાલચ તરીકે ઉપયોગ કરે છે. અને તેઓ એમાં ખૂબ સફળ પણ થયા છે. અસંખ્ય સાઈઝમાં જે બધી વિવિધતા ઉપલબ્ધ છે એ તમારી પસંદને અનૂકૂળ હોય એ રીતે બનાવે છે, જે અત્યંત અયોગ્ય છે.

આપણા પર્યાવરણ વિશે જાગૃત યુવાધને જોકે આને ઓળખી લીધું છે અને તેઓ સારાને સારું અને ખરાબને ખરાબ કહી દે છે. પેકેજિંગ જેટલું વધારે મોંઘું હોય એટલું એને તેઓ દૂર રાખે છે. આને કારણે જ મોટી ક્રાંતિ આવી એવું કહી શકાય. હર્બીવોર, ધ ઓર્ડિનર અને ડ્રન્ક એલીફન્ટ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની બ્રાન્ડ્સે આ ટ્રેન્ડમાં આગેવાની લીધી છે. પરંતુ આપણી સ્વદેશી બ્રાન્ડ્સે એની સામે ઝડપથી ટક્કર લીધી છે અને એટલે જ એ બ્રાન્ડ્સને પીછેહઠ કરી જવી પડી છે.

ખરેખર શું ચાલી રહ્યું છે?

બહુ આસાન છે. હવામાનમાં પરિવર્તન મોટો પ્રશ્ન છે. એને કારણે સાદગીનો જુવાળ ઊભો થયો. એ માટે કુદરતનો આભાર માનીએ, કારણ કે એવી ઘણી બ્રાન્ડ્સ છે જે સાદાં છે, છતાં સરસ હોય છે. હવે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો ઓછો થવા માંડ્યો છે અને કાચની બોટલ્સનું ચલણ વધ્યું છે. વળી, એની પર સાદા લેબલ હોય જેમાં દર્શાવેલું કે એમાં કયા તત્વો છે, એનું આયુષ્ય કેટલું છે, જેથી આપણને તાજાં અને ત્વચાને અનુકૂળ હોય એવાં ફોર્મ્યુલેશન્સ મળી શકે છે.

સવાલ છે, શા માટે?

પેકેજિંગની બાબતમાં બ્રાન્ડ્સ બહુ સરળ બની ગઈ છે, એનું ઘણું સારું કારણ છે. સરેરાશ મોટી ઉંમરના લોકો કરતાં યુવાન વયનાં લોકો વધારે માહિતગાર હોય છે અને એમાં ઈન્ટરનેટ આપણને ઘણું મદદરૂપ થાય છે. આજના યુવાઓ સતર્ક ઉપભોક્તાવાદને સક્રિય રીતે ઉપયોગ કરે છે અને પોતાની ત્વચાને કયા તત્ત્વો માફક આવશે એનાથી એકદમ વાકેફ રહે છે. આવા યુવાઓ પોતાનાં અંગત જીવનમાં અને કારકિર્દીમાં ધ્યેયને હાંસલ કરવા માટે પણ વ્યસ્ત રહે છે. આનો મતલબ એ કે એમની જીવનશૈલીમાં ભારેખમ કે ફેન્સી પેકેજિંગને કોઈ સ્થાન નથી. એમને તો એવા જ સ્કીનકેર પ્રોડક્ટ્સ ગમે જે ઉપયોગી થાય અને વાપરવામાં આસાન હોય, ત્વચા તથા પર્યાવરણને અનુકૂળ હોય, ફોર્મ્યુલેશન સરળ અને સ્વચ્છ હોય. યુવાપેઢીને તો ચીજ બરાબર જોઈએ.

કિંમતમાં પરવડે એવી પાંચ પ્રામાણિક બ્યુટી બ્રાન્ડ્સ અમે પસંદ કરી છે જે અહીં પ્રસ્તુત છેઃ


૧. KLAIRS

ક્લેર્સના દરેક પ્રોડક્ટ પર નજર કરો તો તાજગીભરી હવા શ્વાસમાં લીધી હોય એવો જાણે અનુભવ થાય. એના મોટા ભાગના પ્રોડક્ટ્સ ચોખ્ખા પેકેજિંગમાં આવે છે અને એના સાદા સફેદ લેબલ પર દર્શાવેલું હોય કે એમાં કયા તત્ત્વો છે અને સંક્ષિપ્તમાં વિગત પણ આપી હોય કે એનો કેવી રીતે ઉપયોગ કરવો. એમાંનું અમારું એક ફેવરિટ આ છેઃ Klairs Freshly Juiced Vitamin Drops. આ બ્રાન્ડ વીગન અને ક્રૂરતા-મુક્ત પણ છે, મતલબ કે એ સ્વચ્છ અને સંવેદનશીલ ત્વચા માટે અનુકૂળ પ્રોડક્ટ છે.

 


૨. PLUM

આની કોઈ ફેન્સી ડિઝાઈન હોતી નથી કે કોઈ ભડક દેખાવવાળા ફોન્ટ્સ પણ હોતા નથી.જો તમે કોઈ ક્લાસી સ્કિનકેર પ્રોડક્ટ ખરીદવા માગતા હો તો Plumનો તમારા વેનિટીમાં ઉમેરો કરજો, એ ઘણી આસાન પસંદગી બની રહેશે. આ પ્રોડક્ટ્સ ફ્રોસ્ટેડ કાચની ટ્યૂબ અને બોટલમાં આવે છે. આવી ટ્યૂબ અને બોટલમાં એકદમ સુંવાળાં ક્રીમ, સીરમ અને જેલ હોય છે. તમે ઊંઘી જાવ ત્યારે તમારી ત્વચાને ખરેખર ઠંડી કરવા માટે આ વાપરોઃ Plum Green Tea Renewed Clarity Night Gel.

 


૩. SIMPLE

જો તમારી ત્વચા સંવેદનશીલ પ્રકારની હોય તો તમારા માટે SIMPLE નવું નહીં હોય. નામ પ્રમાણે જ આ બ્રાન્ડ એકદમ સાદી છે અને સ્વચ્છ તત્ત્વોવાળી છે જે તમારી ત્વચામાં બળતરા નહીં કરે. તત્ત્વોની દ્રષ્ટિએ આ એકદમ સ્વચ્છ છે અને તેના પેકેજિંગ ઉપર પ્રત્યેક તત્ત્વ વિશે લખ્યું હોય છે. આ બિન-ઝેરી સ્કિનકેર છે, મતલબ કે તમારી ત્વચા સુરક્ષિત છે. The Simple Kind To Skin Refreshing Facial Wash પ્રોડક્ટ નિઃસંદેહપણે તમારા ચહેરા પરથી રોજ મેલ દૂર કરવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને એ એવા વિટામીન્સથી ભરપૂર છે જે તમારી ત્વચાને તાજગીભરી બનાવી દે છે.


૪. ENN

આપણે ફ્રોસ્ટેડ કાચવાળા જારની પ્રેમીઓ છીએ અને ENN એવું ઉત્તમ પ્રોડક્ટ છે જે આપણી નાનકડી કાચની પોટમાં સ્કિનકેર રાખવાની આપણી ઈચ્છાને પરિપૂર્ણ કરે છે. આનું બ્લેક લેબલ અજબ છે, જે પ્રોડક્ટ્સના ઓર્ગેનિક પ્રકારની જાણકારી આપે છે. ENN About To Glow Saffron Infused 100 Times Washed Ghee! વાપરી જુઓ. આનું પેકેજિંગ શાનદાર છે અને તત્ત્વોની યાદી એટલી સરસ રીતે દર્શાવવામાં આવી હોય છે કે એનો ઉપયોગ કરવાનું એટલું આસાન હોય છે કે જેટલું તમે તમારા ઘરમાં તમારી પસંદનું જાતે બનાવતા હોવ છો.

 


૫. PURESENSE

PURESENSE પ્રોડક્ટથી તમારું કંઈ ખરાબ થાય જ નહીં. આ બ્રાન્ડ SLS, મિનરલ તેલ, ફોર્મલડીહાઈડ અને કાર્સીનોજેન્સ સામે બરાબર કામ કરે છે. આમાં મેકાડમિયા અખરોટનું તેલ અને ઓલિવ તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને દરેક પ્રોડક્ટ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે. વાસ્તવમાં, PureSense Macadamia Relaxing Hand Poured Body Massage Candle બ્રાન્ડમાં જે મીણ હોય છે જે તમારી ત્વચાના મોઈશ્ચરાઈઝ માટે વપરાય છે. કેટલાક લોકો આના પેકેજિંગને ભારેખમ ગણાવશે, કારણ કે આનું બધું જ કાચ અને લાકડામાંથી બને છે, પરંતુ આ ખૂબ લાંબા સમય સુધી ટકે છે.