પુરુષોની ત્વચા ગોરી કેવી રીતે થાય?

CourtesyNykaa.com

અમારું આમ કહેવું છેઃ પુરુષો પણ એમની ત્વચા ગોરી અને ચમકદાર હોય એવી ઈચ્છા રાખે એમાં ખોટું કંઈ નથી. ઊંચા, કાળા, હેન્ડસમ જેવા શબ્દો પુરુષોની સુંદરતા માટે પણ વપરાય છે, હવે પુરુષોની સુંદરતાના ક્ષેત્રમાં પણ તાજેતરના વર્ષોમાં સારો એવો સુધાર આવ્યો છે. આજકાલ ઘણા પુરુષો માવજત અને સ્કિનકેરના નિયમોનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે, એટલે પુરુષો માટેના ફેરનેસ પ્રોડક્ટ્સ માટેની ડીમાન્ડ વધી રહી છે એ કોઈ આશ્ચર્યની વાત નથી. વધુમાં, ત્વચાને ગોરી બનાવતા પ્રોડક્ટ્સ માટેની માગ માત્ર ત્વચાના કુદરતી રંગને ઉજળો બનાવવા પૂરતું સીમિત રહી નથી. ધૂળ, પ્રદૂષણ, આહારની બિનઆરોગ્યપ્રદ ટેવ, ખીલ, સૂર્યના તાપથી ત્વચા કાળી પડવા જેવી અનેક બાબતોને કારણે પણ ત્વચા શુષ્ક, ફીક્કી અને કાળી પડી જાય છે.

ચિંતા ન કરો, પુરુષો માટે અહીં કેટલીક અસરકારક ફેરનેસ ટિપ્સ આપવામાં આવી છે જે તમારી ઘણી બધી ચિંતા દૂર કરશે.


1. યોગ્ય પ્રોડક્ટ્સ ખરીદો

તમારા પાર્ટનર સાથે તમારાં બ્યૂટી પ્રોડ્ક્ટ્સ શેર કરવાનું કદાચ અનુકૂળ હશે, પણ લાંબા ગાળે એ ખરેખર અસરકારક નહીં રહે.

આનું કારણ એ છે કે પુરુષોની ત્વચા એમની સ્ત્રીમિત્રો કરતાં વધારે જાડી, ખરબચડી અને સખત હોય છે, કારણ કે એમાં એન્ડ્રોજન (ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન)નું પ્રમાણ વધારે હોય છે.

વધુમાં, દાઢી અને મૂછ વધી ગઈ હોય તો એને કારણે ઘણી વાર ત્વચાના છિદ્રો પૂરાઈ જાય છે અને વાળ ગમે ત્યાં ઉગી નીકળે છે. એટલા માટે જ એવા પ્રોડક્ટ્સ પસંદ કરવા જોઈએ જેમાં એવા તત્ત્વો વધારે પ્રમાણમાં હોય જે તમારી આ ચિંતાને દૂર કરે અને વધારે સારું પરિણામ લાવી આપે.


2. ધોઈને ઘસવાનું

પાણીથી સારી રીતે ધોઈને સ્વચ્છતા રાખવી એ એકદમ સારી આદત છે.

જેમને પોતાની ત્વચા ગોરી-ઉજળી બનાવવી હોય તો એમણે દરરોજ સવારે જાગ્યા બાદ અને રાતે સૂતા પહેલાં એમની ત્વચાને સાફ કરવી જોઈએ.

પુરુષો માટે ઉત્તમ ફેરનેસ ફેસ વોશ છે Garnier Men Power White Intensive Fairness Face Wash જે તીવ્ર કામગીરી રૂપે ત્વચામાંની અશુદ્ધિઓ, પ્રદૂષિત તત્ત્વો અને કાળા કોષોને દૂર કરે છે.

અઠવાડિયામાં એક વાર પુરુષો માટેના Qraa Activated Charcoal Scrub વડે ત્વચાને સાફ કરવી જોઈએ. તે ત્વચામાં રહેલા મૃત અને સૂકાઈ ગયેલા કોષોને દૂર કરશે. પરિણામ? ઊંડે સુધી સ્વચ્છ કરશ, ત્વચાને સુંવાળી બનાવશે.


3. મોઈશ્ચરાઈઝ

ત્વચાને સાફ કર્યા બાદ હવે જરૂર છે તમારી ત્વચાને થોડીક હાઈડ્રેટિંગ વડે સારી બનાવવાનો.

ત્વચાને ગોરી અને ચમકદાર બનાવવી હોય તો પુરુષો માટેની ફેરનેસ ક્રીમ પસંદ કરો જેમ કે Kiehl’s Clearly Corrective Brightening and Smoothing Moisture Treatment, જે શુષ્ક લાગતી ત્વચામાં નિખાર લાવે છે અને ત્વચાના લુક તથા ટેક્સચરમાં સુધાર લાવે છે.

અમારી સલાહ છે O3+ Men Ocean Meladerm Whitening Serum જેવા સીરમનો એક લેયર કરવાની જે ત્વચા મૃદુતાપૂર્વક કામ કરે છે અને ડાઘને દૂર કરી ત્વચાને સ્વસ્થ બનાવે છે.


4. ફેસ માસ્ક લગાડો

ના હો, માસ્ક્સ માત્ર છોકરીઓ માટે જ હોય છે એવું નથી. સ્ક્રબ્સ અને ફેસ વોશીસ તો કેબિનેટમાં હોવા જ જોઈએ, પણ પોટેન્ટ માસ્ક જેવું કોઈ નહીં, જે તમારી ત્વચાની ચોક્કસ પ્રકારની તકલીફોને દૂર કરે છે.

વધારે અસર લાવવા માટે તમારે આ માસ્કનો ઉપયોગ અઠવાડિયે બે વાર કરવો જોઈએ. અથવા તમે કોઈ ઉતાવળમાં હોય અને ત્વચાને સારી બનાવવી હોય ત્યારે પણ આનો ઉપયોગ કરી શકો છો.

Qraa Instant Facial For Men લગાડી જુઓ જેમાં તમારી ત્વચાને અમુક જ મિનિટોમાં ઘસીને સ્વચ્છ કરવાની, એને સખત, સુંવાળી અને ચમકદાર બનાવવાની ખૂબીઓ છે.

તમે Skin Republic Men’s Energising Face Mask Sheet જેવું શીટ માસ્ક પણ લગાડી શકો છો જે શુષ્ક અને સૂકી થઈ ગયેલી ત્વચાને નવી શક્તિ પૂરી પાડે છે. ઉતાવળમાં રહેતા પુરુષો માટે તો પરફેક્ટ છે.!


5. રાતનું સ્કિનકેર રૂટિન

રાતના સમયે ત્વચાની કાળજી લેવી એ તો બહુ જ જરૂરી છે.

શરૂઆત તમારા ચહેરાની સફાઈથી કરવી. ત્યારબાદ, Kama Ayurveda Skin Brightening Night Cream For Men જેવી નાઈટ ફેરનેસ ક્રીમ લગાડવી જે ત્વચાને ઉજળી અને ચમકદાર બનાવે છે, કાળા ડાઘ અને પિગમેંટેશનને ઘટાડે છે અને કોષોની સંખ્યા વધારે છે.

તમે Inveda Anti Ageing Night Cream ક્રીમ પણ લગાડી શકો છો જે ત્વચા પર કરચલીઓને ઘટાડે છે અને ત્વચાને સુંવાળી અને સખત બનાવે છે.


વિવિધ પ્રકારની ત્વચા માટે પુરુષોનાં ફેરનેસ રૂટિન્સ

ત્વચાને ગોરી અને તેજસ્વી બનાવવાનું સૌથી મહત્ત્વનું પગલું છે એક એવી આદત પાળવાનું જે ખાસ તમારા માટે જ છે. જેમ મોટા ભાગનાં સ્કિનકેર રૂટિન્સ હોય છે તેવી જ રીતે, તમારી ત્વચા અનુસાર શ્રેષ્ઠ પરિણામ આપે એવા ફેરનેસ પ્રોડક્ટ્સ પસંદ કરો એ પણ એટલું જ જરૂરી છે. કેવી રીતે એ અમે તમને જણાવીએ છીએ.


1. ત્વચાનો પ્રકારઃ તૈલી

પુરુષોને શરીરમાં સામાન્ય રીતે મોટી તેલગ્રંથિઓ હોય છે. એટલે સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની ત્વચામાં સીબમ વધારે પ્રમાણમાં નીકળતું હોય છે તેથી એમની ત્વચા વધારે તૈલી હોય છે.

આને કારણે પુરુષોની ત્વચા કાળી ફોડલી, કાળા ડાઘ અને ખીલ થવાની શક્યતા વધારે રહે છે. માટે જ તેલનું નિયંત્રણ કરે અને સાથોસાથ ત્વચાને ચમકદાર પણ બનાવે એવું પ્રોડક્ટ ખરીદવું જોઈએ.

તૈલી ત્વચાવાળા પુરુષો માટે શ્રેષ્ઠ ફેરનેસ ક્રીમ છે Nivea Advanced Whitening Oil Control Face Wash જે ચીકાશને અસરકારક રીતે ઘટાડે છે અને ખીલ કરતા બેક્ટેરિયાને નિયંત્રણમાં રાખે છે. (ફાયદા જ ફાયદા છે).

ત્યારબાદ પસંદ કરો મેન્સ ફેરનેસ ક્રીમ – તૈલી ત્વચા માટે.તૈલી ત્વચા માટે પુરુષોની શ્રેષ્ઠ ફેરનેસ ક્રીમ છે The Man Company Multani Mitti & Coco Butter Skin Brightening Cream જે તમારા એકંદર સ્કિન ટોનને સંતુલિત કરે છે અને કાળા ડાઘને કુદરતી રીતે ઘટાડે છે.

રાત્રે Votre D-Pigmentation Gel Creme Skin Lightening જેવું જેલ-બેઝ્ડ ક્રીમ લગાડો જે ઉંમરને કારણે સૂર્યના તાપને કારણે પડેલા ડાઘ, ટપકાં, ત્વચાની કાળાશને ઘટાડે છે તેમજ ત્વચાને સાફ કરે છે અને વધુપડતા પિગમેન્ટેશનને રોકે છે, પરિણામે ત્મારી ત્વચા સાફ અને ઉજળી બને છે.


2. ત્વચાનો પ્રકાર : સૂકી

સૂકી ત્વચાનો ઉપાય કરવા માટે હાઈડ્રેશન એકદમ યોગ્ય શબ્દ છે.

શરૂઆત કરો તમારા ચહેરાને L’Oreal Paris Men Expert Hydra Power Water Power Duo Foam વડે સાફ કરીને, જે ત્વચાને ઊંડે સુધી સાફ કરે છે અને શુદ્ધ બનાવે છે, જેથી સખતપણા વગર રાહતનો અનુભવ થાય છે.

ત્યારબાદ તમારા બ્યુટી રૂટિનમાં Neutrogena Fine Fairness Brightening Serum જેવું સીરમ ઉમેરો.

સૂકી ત્વચા પર The Face Shop The Fresh For Men Hydrating Cream જેવા મેન્સ ફેરનેસ ક્રીમનું લેયર લગાવો જે ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે જેથી ત્વચા તંદુરસ્ત અને તેજસ્વી બને છે.

રાતે Elmask Anti Pigmentation & Skin Whitening Night Cream for Men & Women લગાડો જે રાતના સમયગાળા દરમિયાન પિગ્મેન્ટેડ અને સૂર્યના તાપથી નુકસાન પામેલી ત્વચાને ઉજળી બનાવે છે, ત્વચા પરનાં ટપકાં અને કાળા ડાઘ દૂર કરે છે.


3. ત્વચાનો પ્રકારઃ સંવેદનશીલ

વધારે પડતું સાફ કરવાથીત્વચામાંના કુદરતી તેલ ઘટી જાય છે, પરિણામે સંવેદનશીલ ત્વચા સૂકી થઈ જાય છે અને એની પર પોપડા બાઝી જાય છે. અહીંયા કામમાં આવી શકે છે કુદરતી અને હર્બલ બ્યુટી પ્રોડક્ટ્સ.

જો તમે આવું કંઈ કર્યું ન હોય તો તમે તમારા રેગ્યૂલર ક્લીન્સર્સને બદલે જેન્ટલ ફોર્મ્યુલેશન્સ વાપરો જે તમારી ત્વચામાં વધારે ખંજવાળ લાવ્યા વિના એનું કામ કરશે.

અમારી સલાહ છે VLCC Ayush Men Face Wash, જેમાં લીમડો, લીકોરીસ અને તુલસી જેવા કુદરતી તત્ત્વોથી ભરપૂર હોય છે જે પ્રદૂષણની ખરાબ અસરને દૂર કરે છે.

ત્વચાને સાફ કર્યા બાદ એને The Nature’s Co. Spirulina Moisturising Cream For Men વડે હાઈડ્રેટ કરો. આમાં બળતરાને રોકતા અને એન્ટીઓક્સિડન્ટ્સ ગુણોથી ભરપૂર એવું સ્પિરુલિના ખૂબ માત્રામાં હોય છે. તે ત્વચાને ઠંડક આપે છે અને ખંજવાળ કરતા તત્ત્વો સામે રક્ષણ આપે છે.

વિકલ્પ તરીકે તમે Inveda Whitening Cream for Men પણ લગાડી શકો છો જેમાં બદામ, વિટામીન E અને કુદરતી અર્ક ભરપૂર માત્રામાં હોય છે, જેમાં ત્વચાને ગોરી બનાવવાનો, સુંવાળી બનાવવાનો અને ટોનિંગ કરવાનો ગુણ છે.


4. ત્વચાનો પ્રકારઃ સામાન્ય

જો તમારી ત્વચા સામાન્ય પ્રકારની હોય તો તમે નસીબદાર છો.  એ માટે તમે Neutrogena Liquid Facial Pure Mild Cleanser જેવું ક્લીન્સર લગાડો જે ત્વચામાં રહેલા વધારે પડતા તેલને સૌમ્ય રીતે દૂર કરે છે અને સ્કિન કન્ડિશનર્સ ત્વચાને સૂકી થવા દેતા નથી.

ત્યારબાદ Garnier Men PowerLight Intensive Fairness Moisturiser લગાડો. આમાં લીંબુનો અર્ક હોય છે જે ત્વચામાં રહેલા કાળા મૃત કોષોને દૂર કરે છે, ત્વચાને વધારે ગોરી બનાવે છે અને સુંવાળી બનાવે છે.

રાતે, Kama Ayurveda Skin Brightening Night Cream For Men નો ઉપયોગ કરી શકાય.


સવાલ-જવાબ વિભાગ

મને હર્બલ અને નેચરલ સ્કિન પ્રોડક્ટ્સ ગમે છે. પુરુષો માટે તમે કોઈ આયુર્વેદિક ફેરનેસ ક્રીમની સલાહ આપી શકો?

તમારી ત્વચામાં ખંજવાળ ન લાવે એવા સૌમ્ય સ્કિનકેર પ્રોડક્ટ્સ જો તમારે ખરીદવા હોય તો હર્બલ અને નેચરલ બ્યુટી પ્રોડક્ટ્સ ઉત્તમ છે. તમે VLCC Ayush Men Moisturiser અથવા Kama Ayurveda Skin Brightening Night Cream For Men વાપરી શકો છો જે તમામ પ્રકારની ત્વચા માટે અનુકૂળ છે.

શું કોઈ પુરુષ મહિલાઓનાં ફેરનેસ પ્રોડક્ટ વાપરી શકે?

પુરુષો અને મહિલાઓનાં ફેરનેસ ક્રીમ સાવ અલગ હોય છે. એનું મુખ્ય કારણ એ છે કે મહિલાઓની ત્વચા વધારે કોમળ અને પાતળી હોય છે. જ્યારે પુરુષોની ત્વચા 20 ટકા વધારે જાડી હોય છે અને એમાં કોલેજન અને ઈલાસ્ટીન વધારે પ્રમાણમાં હોય છે. તેથી પુરુષો માટેની ફેરનેસ ક્રીમમાં તત્ત્વોનું પ્રમાણ વધારે હોય છે જેથી એ જાડી ત્વચાને ભેદીને ઊંડે સુધી જઈ શકે અને ઉચિત પરિણામ લાવી શકે.