તમારા વાળને કોઈ એક્સપર્ટની જેમ બ્લો ડ્રાય કરતા શીખો

CourtesyNykaa.com

વાળમાં બ્લોઆઉટ જો પરફેક્ટ થાય તો તમારો દિવસ એકદમ સરસ જશે.

સલુન જેવું બ્લોઆઉટ ઘરમાં કરી ન શકાય એ સાવ ખોટી માન્યતા છે. સાચી બ્લો-ડ્રાઈંગ ટિપ્સ વડે તમે દરરોજ ફ્રેશ બ્લોઆઉટ કરી શકો છો.

કોઈ નિષ્ણાતની જેમ તમારા વાળને બ્લો ડ્રાય કેવી રીતે કરવા? આ વાંચો…


સીધા વાળને કેવી રીતે બ્લો ડ્રાય કરવા

* સીધા વાળ માટે 1800Wનું બ્લો-ડ્રાયર અને મલ્ટીપલ હીટ/એર સેટિંગ્સ ઉત્તમ રહેશે.

* જો તમારા વાળ વધારે પડતા નિસ્તેજ હોય તો એ જ્યારે ભીના હોય ત્યારે એમાં લીવ-ઈન ક્રીમ કે મૂસ લગાડો.

* હેર ક્લિપ વડે વાળના ક્રાઉન ભાગને બાંધી દો અને નીચેના ભાગને ગોળ બ્રશ વડે સૂકવવાનું શરૂ કરો. એને નાના ભાગોમાં વહેંચી દો અને નોઝલની અણીને નીચેની તરફ રાખો જેથી એનું લીસાપણું લાંબો સમય સુધી રહે.

* નીચેનો ભાગ બરાબર થઈ જાય એટલે એને બાંધી દો અને હવે ઉપરના ભાગમાં શરૂ કરો. મૂળથી લગાડવું ચાલુ કરો જેથી તમારા વાળ ભરાવદાર લાગશે અને બ્રશથી વાળને આગળની તરફ ખેંચો.

* જ્યારે બધી બાજુએ કામ પૂરું થઈ જાય એટલે બધા વાળને પાછળ ધકેલી દો અને તમારા કપાળની ઉપરના ભાગને સૂકો કરી નાખો.

નાયકા સલાહ આપે છેઃ Wella Professionals EIMI Extra Volume Strong Hold Volumizing Mousse, Vega Pro-Touch 1800-2000 VHDP-02 Hair Dryer, Vega Round & Curl Brush


વાંકડિયા વાળને કેવી રીતે બ્લો ડ્રાય કરવા* તમારા સુંદર વાંકડિયા વાળ બગડે નહીં એવું જો તમે ઈચ્છતા હો તો 1200Wવાળું ડિફ્યૂઝર તમારા માટે એકદમ જરૂરી છે.

* તમારા વાંકડિયા વાળમાં મોઈશ્ચર જાળવી રાખવા માટે ક્રીમી લીવ-ઈન કર્લ ડીફાઈનિંગ કન્ડિશનર લગાડો અને પછી એને ગરમી આપવાનું શરૂ કરો.

* ડ્રાયરને મીડિયમ હીટ અને સ્પીડ પર રાખવું. હવે શરૂઆત ગરદનની પાછળના ભાગથી કરો, ડિફ્યૂઝરને વાળના મૂળ સુધી લઈ જાવ અને હળવે હાથે ફેરવતા રહીને વાળના મૂળને ધીમે ધીમે સૂકા કરો.

* મૂળને કુદરતી રીતે સૂકા થવા દો, કારણ કે વાંકડિયા વાળના મૂળને બ્લો-ડ્રાઈંગ કરવાથી એ ફ્રિઝી બને છે.

નાયકા સલાહ આપે છેઃ Ikonic Professional Mini Dryer (Black), Sebastian Professional Twisted Curl Magnifier Styling Cream for Curly Hair


સામાન્ય બ્લો-ડ્રાઈંગ ભૂલો જે તમારે ટાળવી જોઈએ

વાળને બ્લો-ડ્રાઈંગ કરવા માટેની અમુક ટિપ્સઃ

* સાવ સસ્તું બ્લો ડ્રાયર સારું કામ કરી આપશે એવું વિચારીને તે ખરીદવું એ તમારી સૌથી મોટી ભૂલ હશે. સ્માર્ટ ડ્રાયર્સ ખરીદવા માટે તમારે વધારે પૈસા ચૂકવવા પડે એ વાત ખરી, પણ એમાં વાળની સંભાળ લે એવા ઘણાં ફીચર્સ હોય છે જેમ કે, હાઈ પાવર, અનેક હીટ સેટિંગ્સ, કૂલ શોટ અને અદ્યતન એર ટેેક્નોલોજી. હીટ ડેમેજ પર તમારે સંપૂર્ણ અંકુશ મેળવવાનો છે.

* તમે તમારા ભીનાં વાળને લાંબા સમય સુધી ટુવાલમાં વીંટીને રાખો છો. પણ વધારે સારો આઈડિયા એ રહેશે કે તમે જ્યારે કપડાં પહેરીને તૈયાર થતા હો ત્યારે તમારા વાળને હવાથી જ સૂકાવા દો અને પછી બ્લો-ડ્રાઈંગ પ્રક્રિયા શરૂ કરો. ટુવાલ કાઢીને અમુક સેકંડમાં જ બ્લો-ડ્રાયર વાપરવાથી તમારા વાળ ખરવાની સમસ્યા વધી જશે, કારણ કે વાળના મૂળ ભીના હોય ત્યારે એ ખરવાનું જોખમ વધારે હોય છે.

* વિશ્વસનીય હીટ-પ્રોટેક્ટન્ટ સ્પ્રેની મદદ સાથે હીટ ડેમેજને શક્ય એટલું ઘટાડી શકાય. અમારી સલાહ આ વાપરવાની છેઃ Wella Professionals EIMI Thermal Image Heat Protection Spray, Schwarzkopf Gliss Hair Repair Cares and Protects Total Repair Heat Protection Spray, L’Occitane Heat-Protective Control Mist.

* તમે કદાચ ખોટું બ્રશ વાપરતા હો એવું બને. ભરાવદાર અને બાઉન્સી લુક માટે ગોળ બ્રશ લેવું. બરછટ, ફ્રિઝી વાળ માટે બોઅર-બ્રિસલ બ્રશ ઉત્તમ રહેશે.

* સતત ફેરવતા રહેવું બહુ જરૂરી હોય છે જેથી વધારે બ્લોઆઉટ અને  ઓછા હીટ ડેમેજ વચ્ચે સંતુલન જળવાઈ રહે. નોઝલને લાંબો સમય સુધી એક જ જગ્યાએ મૂકી રાખવું નહીં. બ્રશના એક લાંબા રાઉન્ડને બદલે બે વધુ રાઉન્ડ કરવું સારું.

* જો તમારા વાળ જાડા હોય તો તમને કદાચ આ કામ આકરું લાગશે. તમારા વાળને યોગ્ય રીતે સેક્શનિંગ કરવું ખૂબ મહત્ત્વનું છે. એટલું યાદ રાખો કે સેક્શન્સ જેટલા નાના હશે એટલું બ્લોઆઉટ વધારે સારી રીતે થઈ શકશે. તમારા વાળમાં દાંતિયો ફેરવો જેથી ગૂંચ વળી ગઈ હોય તો નીકળી જાય અને પછી વ્યવસ્થિત રીતે વ્યક્તિગત સેક્શન્સ બનાવો. એને બરાબર પકડી રાખવા માટે હેર ક્લિપ્સનો ઉપયોગ કરો.