ગાંધીનગર- લોકસભાની ચૂંટણીમાટે દેશના તમામ નાના-મોટા પક્ષો પ્રચાર-પ્રસાર માટે સક્રિય થઇ ગયા છે. અત્યારે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મિડીયામાં તો પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર થાય જ છે..પણ હજુય સાથે પરંપરાગત રીતે ચૂંટણી સામગ્રી પણ બનાવાય છે, વહેંચાય છે.
ગુજરાત ભાજપ દ્વારા કમલમ ખાતે આજે સુરેન્દ્ર પટેલ, ભરત પંડ્યા, પ્રશાંત વાળા સહિત નેતા-કાર્યકર્તાની ઉપસ્થિતિમાં પ્રચાર-પ્રસારની ચીજ વસ્તુઓનું નિદર્શન કરાયું. મતદારોનું ભાજપ પક્ષ તેમજ ઉમેદવાર તરફ આકર્ષણ થાય એવી 51 ચીજવસ્તુઓ નિદર્શનમાં મુકવામાં આવી.
પ્રચાર-પ્રસારની ચીજવસ્તુઓમાં મૈં ભી ચૌકીદાર…નમો અગેઇન…અનેક સ્લોગનો સાથે ટોપીઓ, બેનર્સ, બલુન્સ, મોતીનો હાર, બક્કલ, લેડીઝ પર્સ, ચશ્મા, સ્ટિકર્સ, જેવી અનેક ચીજવસ્તુઓ કાર્યકર્તાઓ લઇ આપવામાં આવશે જેનાથી પક્ષનો પ્રચાર થઇ શકે..
તસવીર-અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ