નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2024માં પૈસા પાણીની જેમ વપરાઈ રહ્યા છે. 31 માર્ચથી 29 એપ્રિલ સુધી 30 દિવસોમાં માત્ર ચાર પાર્ટીઓએ (ભાજપ, કોંગ્રેસ, આપ અને TMC)એ ગૂગલ અને મેટા (ફેસબુક પર જાહેરાત આપવામાં રૂ. 60.5 કરોડનો ખર્ચ કરી દીધો છે, એટલે કે દરરોજના રૂ. બે કરોડ જાહેરાત પાછળ ખર્ચ્યા છે.
ભાજપે પ્રતિ દિન રૂ. 92 લાખ અને કોંગ્રેસે રૂ. 107 કરોડનો પ્રચાર ગૂગલ અને મેટા પર ચલાવવામાં આવ્યો હતો. એ રકમ વિવિધ વેબસાઇટ દ્વારા પાર્ટીઓ દ્વારા ગૂગલ અને મેટા ચલાવવામાં આવેલી જાહેરાતો પર કરવામાં આવેલો ખર્ચ સામેલ નથી. આ રકમ સામેલ કરવામાં આવે તો આંકડો અબજોમાં પહોંચી જાય છે.
ગૂગલ, મેટા પર 31 માર્ચથી 29 એપ્રિલની વચ્ચે કઈ પાર્ટીએ કેટલી જાહેરાત ચલાવી.
ગૂગલ અને મેટા | ભાજપ | રૂ. 27.7 કરોડથી વધુ |
કોંગ્રેસ | રૂ. 32 કરોડથી વધુ | |
આમ આદમી પાર્ટી | રૂ. 10 લાખ | |
અન્ય પાર્ટીઓ | રૂ. 70 લાખથી વધુ |
આ આંકડાનો સ્રોત ગૂગલ અને ટ્રાન્સપરન્સી સેન્ટર અને મેટા એડ લાઇબ્રેરી છે.
સેન્ટર ફોર મિડિયા સ્ટડીઝ (CMS)ના ચેરમેન એન. ભાસ્કર રાવના અંદાજ અનુસાર 2019ની લોકસભા ચૂંટણીમાં રૂ. 60,000 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ 2024ની ચૂંટણીમાં રૂ. 1.35 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે- જે ગણાથી પણ વધુ છે.
CMSના જણાવ્યાનુસાર 2019માં કુલ ખર્ચનો આશરે 45 ટકા એકલા ભાજપે કર્યો હતો. રાવનો અંદાજ અનુસાર આ વખતે કુલ ખર્ચમાં ભાજનો હિસ્સો ઓર વધશે.