પાકિસ્તાન અને BTP વચ્ચે તણાવ ચરમસીમાએ, લોહિયાળ અથડામણ

તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓ સામે પાકિસ્તાન એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. તહરીક-એ-તાલિબાનના માણસો પાછલા ઘણા સમયથી પાક. સૈનિકોને મારી રહ્યા હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. આ જ કારણ છે કે 2 દિવસ પહેલા પાકિસ્તાને અચાનક અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. આ પછી TTPએ વચન આપ્યું હતું કે તે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપશે. એવું જ થયું, TTP આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના હવાઈ હુમલાનો લોહિયાળ બદલો લીધો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર TTPએ પાકિસ્તાની સેના પર ઘણી જગ્યાએ જોરદાર હુમલા કર્યા છે. જેમાં એક પાકિસ્તાની મેજરનું મોત પણ થયું છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને સ્વીકાર્યું છે કે TTP દ્વારા ઘણા હુમલા કરવામાં આવ્યા છે અને ઉત્તર વઝીરિસ્તાનમાં તેના મેજર રેન્કના અધિકારીનું મૃત્યુ થયું છે. TTP વિરુદ્ધ ક્રૂર હુમલો કરનાર પાકિસ્તાની સેનાએ 13 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની સેના પર હુમલાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સરહદ પર ભારે તણાવ છે. અગાઉ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 46 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા. એક ન્યૂઝ એજન્સીએ સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ને ટાંકીને કહ્યું કે બંન્ને જિલ્લામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણાને ચોક્કસ નિશાન બનાવવામાં આવ્યું હતું અને એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમજ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં વધુ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારે ગોળીબાર દરમિયાન સેનાના એક અધિકારી અને 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય 8 આતંકીઓ પણ ઘાયલ થયા છે.