એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસકર ટ્રોફીની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 337 રનમાં સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ હતી. જ્યારે ભારતે દિવસની રમતને અંતે પાંચ વિકેટ ગુમાવીને 128 રન કર્યા હતા. ભારત હજી 29 રનથી હજી પાછળ છે.
આ પહેલાં ઓસ્ટ્રેલિયા વતી ટ્રેવિસ હેડે 140 રન બનાવ્યા હતા, જ્યારે ટીમ ઇન્ડિયા વતી જસપ્રીત બુમરાહ અને સિરાજે 4-4 વિકેટ વિકેટ ઝડપી હતી. બીજા દિવસની શરૂઆત ઓસ્ટ્રેલિયાએ એક વિકેટે 86 રનથી કરી હતી. બીજા દિવસના પ્રથમ સત્રમાં ભારતીય બોલરોએ પ્રભુત્વ જમાવ્યું હતું કારણ કે સ્ટીવ સ્મિથ મેકસ્વિનીના થોડા સમય બાદ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન, માર્નસ લાબુશેન એક છેડેથી મક્કમ રહ્યો, તેણે 64 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેનની શાનદાર ઇનિંગ્સના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 157 રનની જંગી લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયા તરફથી જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજે ચાર-ચાર વિકેટ લીધી હતી. નીતિશ રેડ્ડીએ તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી હતી અને રવિચંદ્રન અશ્વિન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
ભારત પ્લેઇંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વીની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.