કર્ણનો પ્રસવ એ એક કરતાં વધારે કારણોસર સમય પહેલાં પ્રોડક્ટને બજારમાં મૂકવા જેવું હતું. આ પ્રકારની પ્રોડક્ટ બજારમાં સ્વીકૃત થાય તે એ જમાનાં સમય કરતાં આગળ ચાલવાની વાત હતી. કોઈ પણ કંપનીની પ્રોડક્ટ સમય કરતાં આગળ બજારમાં મૂકાય તો ચાલતી નથી. બ્રિટાનિયા જેવી કંપનીએ મેગી-નુડલ્સ જેવી એની પ્રોડક્ટ ‘બીસ્ટા’ બજારમાં મૂકી. પ્રોડક્ટ મેગી કરતાં પણ ચઢિયાતી હતી પણ સમયથી આગળ હતી એટલે ન ચાલી. આજે ‘ટુ મીનીટ્સ-મેગી’ ઘરે ઘરે પહોંચી છે.
વાડીલાલ આઇસ્ક્રીમ ખોરાક તરીકે બારે મહિના ખાઈ શકાય એ રીતે પ્રચલિત બન્યો અને એના પગલે નકલ કરનાર બીજી બ્રાન્ડ જૉય અને ક્રિએટા નિષ્ફળ ગયા પણ ત્યાર બાદ આવેલ ‘એનીથીંગ કરેગા ફોર ગોકુલ-ગોકુલ આઇસક્રીમ’ સફળ થયો પણ ખરાબ મેનેજમેન્ટને કારણે ખૂબ સારી શરૂઆત પછી દબાઈ ગયો.
મેનેજમેન્ટની કોઈ પણ પ્રક્રિયામાં ભૂલ થવાની સંભાવના રહેલી હોય છે. એ ભૂલ છુપાવવા જતાં અથવા એને સુધારવા પ્રત્યે બેદરકાર રહેવાથી પ્રોડક્ટ અને કંપની ફેલ જાય છે. કુંતિએ હિંમત કરીને દુર્વાસા ઋષિના આશીર્વાદથી સૂર્યપુત્ર કર્ણ મંત્રશક્તિથી જન્મ્યો છે એ વાત સ્વીકારી લીધી હોત અને હિંમતથી એનો સામનો કર્યો હોત તો કર્ણ રાજા હોત અને યુધિષ્ઠિર એનો યુવરાજ. એમની સામે ટકરાવાની કોઈ હિંમત કરત ખરી?
‘મેનેજ’ શબ્દને તોડો તો ‘મેન’ અને ‘એજ’ બે શબ્દો મળશે. અર્થ થાયઃ ‘પોતાના જ્ઞાન, અભ્યાસ વગેરેને કારણે જેણે ક્ષમતા અથવા પરિપક્વતા હાંસલ કરી છે એવો જ વ્યક્તિ ‘મેનેજ’ એટલે કે વ્યવસ્થાપન કરી શકે.”
કુંતિની કચાશ અને બાળકબુદ્ધિ એને નડી ગઈ..
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)