હવાઈ મુસાફરી આજે પરિવહનનો અભિન્ન ભાગ બની ગઈ છે. દિનપ્રતિદિન વધુને વધુ લોકો પરિવહનના આ મોડ પર સ્વિચ કરી રહ્યા છે, ત્યારે હવાઈ મુસાફરીની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. જો કે દુનિયાના અનેક એરપોર્ટ એવા છે
જ્યાં મુસાફરોનો ઘસારો વધારે હોય છે. આ એરપોર્ટ પર રોજના હજારો લાખોની સંખ્યામાં મુસાફરો મુસાફરી માટે આવતા હોય છે. અનેક એરપોર્ટ એવા છે જે સતત વ્યસ્ત રહે છે.
તો ઘણા એરપોર્ટ ગ્રીનફિલ્ડ એરપોર્ટ તરીકે પણ જાણીતા છે. તો ચાલો જાણીએ વિશ્વના દસ એવા એરપોર્ટ વિશે જે સૌથી વધુ વ્યસ્ત છે.. વિશ્વમાં લગભગ 41,700 જેટલા એરપોર્ટ છે. જેમાં શહેરી, દેશી, નાના અને મોટા વ્યાવસાયિક એરપોર્ટ, તેમજ સૈન્ય અને ખાનગી એરપોર્ટનો સમાવેશ થાય છે.
હાર્ટ્સફીલડ્-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (ATL) : 270,000-275,000 દૈનિક મુસાફરો
આ વિશ્વનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. ATL એ 1998 થી વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનું બિરુદ જાળવી રાખ્યું છે. એરપોર્ટ એટલાન્ટા, જ્યોર્જિયા, યુએસએમાં આવેલું છે અને તેના વ્યૂહાત્મક સ્થાનને કારણે, તે મહત્તમ મુસાફરોની અવરજવર માટે સેવા આપે છે. હાર્ટ્સફીલડ્-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પાંચ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ટર્મિનલ છે. એ ડેલ્ટા એરલાઇન્સનું હબ પણ છે.
બેજિંગ ચાઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ (PEK) : 219,000 દૈનિક મુસાફરો
વિશ્વમાં વ્યસ્ત એરપોર્ટ BEIJING CAPITAL INTERNATIONAL AIRPORT એ ચીનના સૌથી વ્યસ્ત અને વિશ્વના વ્યસ્ત એરપોર્ટમાં બીજા ક્રમે આવે છે. આ એરપોર્ટ એ વિશ્વભરના ઘણા આંતરરાષ્ટ્રીય માર્ગ માટે મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ છે. 2008ના બેજિંગ ઓલિમ્પિક ગેમ્સ માટે તૈયાર કરવામાં આવેલું નવું ટર્મિનલ 3, એરપોર્ટનું મુખ્ય આકર્ષણ છે, જે યુનિક ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યું છે. જ્યાં 219,000 દૈનિક મુસાફરો આવે છે.
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(DXB) : 2,39000 દૈનિક મુસાફરો
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ એ 4.6 કિમી (7200 એકર) વિસ્તારમાં ફેલાયેલું સંયુક્ત આરબ અમીરાતનું મુખ્ય એરપોર્ટ છે. તેનું ટર્મિનલ 3 વિશ્વનું સૌથી મોટું ટર્મિનલ છે. તે અમીરાત, ફેડએક્સ અને જઝીરા જેવી એરલાઇન્સનું પણ હબ છે. આ એરપોર્ટમાં ત્રણ ટર્મિનલ અને ત્રણ કોન્કોર્સ છે.
લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ (LAX) : 246,000 દૈનિક મુસાફરો
યુએસએનું અન્ય એક એરપોર્ટ, જે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં છે તે છે લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તે કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું છે અને 3500 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. એરપોર્ટમાં 9 ટર્મિનલ છે જે U-આકારમાં મૂકવામાં આવ્યા છે. 150 એક્ઝિટ ગેટ અને ચાર સમાંતર રનવે છે. એરપોર્ટ એ ડેલ્ટા એર, અમેરિકન એરલાઇન્સ, યુનાઇટેડ એરલાઇન્સ, સાઉથવેસ્ટ એરલાઇન્સ જેવી ઘણી અન્ય એરલાઇન્સનું કેન્દ્ર છે.
ટોક્યો હાનેડા એરપોર્ટ (HND): 241,000 દૈનિક મુસાફરો
ટોક્યો હાનેડા એરપોર્ટને હાનેડા એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જાપાનનું આ એરપોર્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ માટે ઉપયોગમાં આવે છે. હાનેડાના નિર્માણ પહેલાં ટોક્યોનું પ્રાથમિક એરપોર્ટ તાચી કાવા એરફિલ્ડ હતું. જે જાપાન એર ટ્રાન્સપોર્ટનું મુખ્ય ઓપરેટિંગ બેઝ અને જે તે સમયે દેશનું ફ્લેગ કેરિયર હતું.
ભારતના ટોપ 5 ગ્રીનફિલ્ડ એરપોર્ટ
ગ્રીનફિલ્ડ એરપોર્ટ એ ઉડ્ડયન સુવિધાઓ છે જે ખાલી લીલા ખેતરો અથવા અવિકસિત જમીન પર શરૂઆતથી બાંધવામાં આવે છે. આ પ્રોજેક્ટ્સ પર્યાવરણીય પ્રભાવને ઘટાડવા માટે અને પર્યાવરણને અનુકૂળ લાક્ષણિકતાઓ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે. અપગ્રેડ અથવા વિસ્તૃત કરવામાં આવ્યું હોય એને ગ્રીનફિલ્ડ એરપોર્ટ કહી શકાય નહીં. તેના બદલે, તેને બ્રાઉનફિલ્ડ એરપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં ભારતના ઓપરેશનલ અને સૂચિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ પર નજર કરીએ. કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટઃ પશ્ચિમ બંગાળના ત્રીજા સૌથી વ્યસ્ત એરપોર્ટનું નામ પ્રખ્યાત કવિ કાઝી નઝરૂલ ઇસ્લામના નામ પરથી રાખવામાં આવ્યું છે. જે ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે. આ એરપોર્ટ દુર્ગાપુરમાં આવેલું છે. 2015માં આ એરપોર્ટ પરથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ શરૂ થઈ હતી. આ એરપોર્ટ ભારતના પ્રથમ ખાનગી-ક્ષેત્રના એરોટ્રોપોલિસનો ભાગ છે. ડોની પોલો એરપોર્ટઃ અરૂણાચલ પ્રદેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે ડોની પોલો એરપોર્ટ, જે ઇટાનગરમાં હોલોંગી એરપોર્ટ તરીકે પણ ઓળખાય છે. ઉત્તર પૂર્વ ભારતમાં ડોની પોલો એરપોર્ટે બન્યા પછી ગ્રીનફિલ્ડ એરપોર્ટની સંખ્યા 16 થઈ. શિરડી એરપોર્ટઃ ભારતના જાણીતા સ્થાનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ પૈકીનું એક શિરડી એરપોર્ટ છે. વર્તમાન સમયમાં તે મહારાષ્ટ્રનું ચોથું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. 400 હેક્ટરમાં ફેલાયેલા આ એરપોર્ટનું ઉદ્ઘાટન 2017માં થયું હતું. હાલમાં, શિરડી એરપોર્ટ એક જ કોમ્પેક્ટ ટર્મિનલ ધરાવે છે. કન્નુર ઇન્ટરનેશનલ એરપોર્ટઃ ભારતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિશે, કન્નુર એરપોર્ટ ઘણીવાર યાદીમાં ટોચ પર હોય છે. આ એરપોર્ટ કુવૈત, અબુ ધાબી અને દુબઈ સહિતના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સીધી ફ્લાઈટ્સ ઓફર કરે છે. કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટઃ કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ એ કેરળનું સૌથી મોટું અને સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જે રાજ્યના 61.8% એર પેસેન્જર ટ્રાફિકને સેવા આપે છે. આ એરફિલ્ડ સમગ્ર વિશ્વમાં સૌર ઉર્જાથી ચાલતા પ્રથમ એરપોર્ટ તરીકે પ્રખ્યાત છે. |
લંડન હીથ્રો એરપોર્ટ (LHR): 236,000 દૈનિક મુસાફરો
લંડનનું હીથ્રો એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદીમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. 2021 આ એરપોર્ટ 1966 થી કાર્યરત છે અને તેમાં મુસાફરોનો ધસારો વધુ જોવા મળે છે. એરપોર્ટ 12.14 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે અને તેમાં બે રનવે છે. હીથ્રો એરપોર્ટ એ બ્રિટિશ એરવેઝ, વર્જિન એટલાન્ટિક, લુફ્થાન્સા અને પાન એમનું હબ છે. હીથ્રો પાસે પાંચ ટર્મિનલ્સ છે, જેમાં બીજા નંબરનું ટર્મિનલ “The Queen’s Terminal,” તરીકે ઓળખાય છે.
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (DEL): 230,000 દૈનિક મુસાફરો
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ નવી દિલ્હીના પાલમ વિસ્તારમાં છે. જે 5,106 એકર જમીન ધરાવે છે. તેમાં 36 લાખ મુસાફરોની બેઠક ક્ષમતા છે. આ એરપોર્ટ મુખ્ય શહેરથી લગભગ 16 કિમી દૂર છે. તેનું વિશ્વકક્ષાનું ટર્મિનલ 3, 2010 માં કાર્યરત થયું,. જેના કારણે આ એરપોર્ટ વિશ્વના નકશા પર ચમક્યું. આ એરપોર્ટ પર દર વર્ષે આશરે 70 મિલિયનથી વધુ યાત્રિકો આવે છે.
શિકાગો ઓ‘હર ઇન્ટરનેશનલ એરપોર્ટ (ORD):233,000 દૈનિક મુસાફરો
શિકાગો ઓ’હર ઇન્ટરનેશનલ એરપોર્ટ (ORD) ઇલિનોઇસ રાજ્યમાં છે. એરપોર્ટ 1955 થી કાર્યરત છે. તે હંમેશા યુ.એસ.ના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક રહ્યું છે. આ એરપોર્ટમાં ચાર ટર્મિનલ અને આઠ રનવે છે. એરપોર્ટ પરિસરમાં હોટલ ધરાવતું આ એકમાત્ર એરપોર્ટ છે. હિલ્ટન શિકાગો ઓ’હર હોટલ. એ યુનાઈટેડ એરલાઈન્સનું હબ છે.
હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ (HKG): 227,000 દૈનિક મુસાફરો
હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ચેક લેપ કોક એરપોર્ટ (Chek Lap Kok Airport) તરીકે પણ ઓળખાય છે, એ હોંગકોંગમાં સ્થિત છે. સૌથી વ્યસ્ત અને અદ્યતન એરપોર્ટ્સમાંનું એક હોંગકોંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ એશિયા અને વિશ્વ માટે એક મુખ્ય હબ છે, જે તેની અદ્યતન સુવિધાઓ, મોડર્ન ટેકનોલોજી અને મુસાફરોના સારા અનુભવ માટે જાણીતું છે.
શાંઘાઈ પુડિંગ ઇન્ટરનેશનલ એરપોર્ટ (PVG): 225,000 દૈનિક મુસાફરો
આ ચીનનું સૌથી મોટું અને વિશ્વમાં 10 વ્યસ્ત એરપોર્ટમાંનું એક છે. જે ગ્રીન ટેકનોલોજી અને એનર્જી-એફિશિયન્ટ સિસ્ટમ્સના ઉપયોગ સાથે એરપોર્ટના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં માટે મહત્વનો ભાગ ભજવે છે. એરપોર્ટનો કુલ વિસ્તાર આશરે 40 ચોરસ કિલોમીટર (15.4 ચોરસ માઈલ) છે.
હેતલ રાવ