કેન્દ્ર સરકાર ઘણી ખરી યોજનાઓ બનાવે છે. જેના અમલીકરણથી દેશના ગરીબ કે મધ્યમ વર્ગને સારી સહુલિયત પ્રાપ્ત થાય. આ યોજના બનાવવા પાછળનો મુખ્ય હેતુ, ગરીબોની સુખાકારીનો હોય છે. પરંતુ આ યોજના ક્યાંકને ક્યાંક ગરીબો સાથે અમીરોની અમીરાત વધારવાનું માધ્યમ પણ બની ગયુ હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, ગરીબોની સુવિધા અને જીવનધોરણ ઉપર લાવવા માટે બનેલી યોજનામાંથી નાના લુફોલ્સ ગોતી સરકારી તિજોરી પર હાથ સાફ કરનારાઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે કાંઇ થયું એ એનું ઉદાહરણ છે. પ્રશ્ન એ થાય કે, સરકારી કે પ્રાઈવેટ કોઈ પણ હોસ્પિટલમાં ખોટી રીતે પ્રેક્ટિસ કરતા ડોક્ટરોને કેમ અટકાવી શકાય?
આ વખતે ઓપિનિયન વિભાગમાં સરકારી યોજનાને સહુલિયત બનતી અટકાવવા માટે અલગ અલગ વર્ગ લોકો શું આપ્યો અભિપ્રાય આવો જાણીએ..
ડો.મેહુલ શાહ, એક્ઝિક્યુટીવ મેમ્બર, ગુજરાત મેડિકલ કાઉન્સિલ
અમે છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છીએ કે, આ પ્રકારની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં બનેલી ખ્યાતિ હોસ્પિટલની ઘટનામાં ઘણી વસ્તુ સંકળાયેલી છે. જેમાં ડોક્ટરો પણ ખુબ જ ખરાબ રીતે જવાબદાર છે. ડોક્ટર કોઈ પણ લેવલનો હોય તેના દર્દીના હિતમાં જ કામ કરવું જોઈએ. અને જ્યારે પણ ડોક્ટર સમાજના અહિત કામ કરે ત્યારે ડોક્ટરને તાત્કાલિક ધોરણે છુટા કરી દેવા જોઈએ, અને તેના પર કડક કાર્યવાહી કરવી જોઈએ. જેનાથી બીજી વખત આવી ઘટના કરતા પહેલા ડોક્ટર વિચારે. આવી ઘટનામાં કોઈ દિવસ એક હાથે તાળી વાગતી ના હોય, એટલે આપણે આવી ઘટનાનું ગંભીરતાથી ચિંતન થવું જોઈએ. ડોક્ટર જ્યારે પણ દર્દી સામે હોય ત્યારે તેમના મગજ વ્યવસાયિક પ્રલોભન તેમના મનમાં ન હોવું જોઈએ. આવી ઘટના ફરી ના બને તે માટે અશોશિયસન પણ સતત કાર્યરત છે. આ ઘટના પર કાઉન્સિલરે પણ સુઓમોટો લઈ જવાબદાર વ્યક્તિને નોટિસ ફટકારી અને જરૂરી કડક કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય માણસ પણ બીજા અભિપ્રાય તરીકે પોતાના ડોક્ટરની સલાહ લઈ આગળ વધવું જોઈએ.
અમિત પટેલ, હાઈકોર્ટ એડવોકેટ, અમદાવાદ
આ ઘટના ફરી ન બને તે માટે એક પ્રિકોશન બહાર પાડવા જોઈએ. અત્યાર સમયમાં એવુ બને છે કે ચાલુ ઓપરેશનમાં સરકારી યોજનાના કાર્ડ ઈસ્યુ થઈ જાય છે. એનો મતલબ એવો છે આ વસ્તુનું ઉપર સુધી એવું સેટિંગ છે કે આવી યોજનાનો લાભ ઉઠાવો સરળ બને છે. તેના પર કડક નિર્ણય લેવાની જરૂર છે. કોઈ પણ સરકારી યોજનાના કાર્ડની પ્રોપર ચેકિંગ થવું જોઈએ. તો બીજી બાજુ દર્દીને એવુ હોય છે કે આ યોજનાથી સારી સારવાર મળશે, પણ એવું હોતું નથી. સાચી વાત તો એ છે કે હોસ્પિટલમાં સરકારી યોજનાના કાર્ડથી થતી સારવાર ડોક્ટર શિખાવ લેવાલના હોય છે. એટલે સામાન્ય દર્દી કરતા મા કાર્ડના દર્દીઓની સારવારમાં ફરક હોય છે. નિયમો એટલા કડક કરવા જોઈએ કે સામાન્ય દર્દી અને સરકારી યોજનાના દર્દીઓની સારવાર સમાન રીતે થાય. આ ઉપરાંત કાનૂની રીતે આવા ડોક્ટર પર સેક્સન 105 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. આવા કેસમાં જે સરકારી અધિકારી ભાગીદાર હોય તેમના વિરુદ્ધ પણ FIR થવી જોઈએ. બીજી બાજુ સામાન્ય નાગરિકોએ પણ સારવાર લેવા પહેલા તમામ માહિતી મેળવવી જોઈએ. સારવાર, ડોક્ટર વિશેની તમામ જાણકારી મેળવવી જોઈએ.
રોહિત પટેલ, સામાજિક કાર્યકર, અમદાવાદ
ડોક્ટર દર્દી માટે ધરતી પરનો ભગવાન હોય છે. ભલે ડોક્ટર લાખો રૂપિયા ખર્ચી ડોક્ટર બન્યા હોય, પરંતુ તેમને માનવતા દાખવવી જોઈએ. પૈસા કમાવા સાથે તેમના હાથે ખોટું કામ ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આયુષ્માન કાર્ડ, મા કાર્ડ સરકારે ગરીબોની સેવા માટે બનાવવામાં આવ્યા છે. જેનો દુઉપયોગ આ ડોક્ટરો કરે છે. જ્યારે પણ દર્દી સારવાર માટે જાય છે, ત્યારે પહેલો પ્રશ્ન એવો કરવામાં આવે છે કે ઈન્સ્યોરન્સ છે કે કાર્ડ છે? આવી રીતે રૂપિયા હેઠવાની સ્કિમમા ડોક્ટર અને સરકારની જ કામય છે. જેમાં હેરાન ખાલી નાનો માણસ જ થાય છે. આ ઉપરાંત આવી યોજનાના ફિડબેકની સુવિધા શરૂ કરવી જોઈએ. સારવાર દરમિયાન તેમાં શુ સુવિધા મળી શુ સુવિધા નથી મળી તેની જાણ સરકારને થાય. અને આ ફિડબેકના આધારે કાર્ડના નિયમોમાં સુધારા વધારા કરવા જોઈએ.
ભરત કાપડિયા, મેનેજિંગ ટ્રસ્ટી, દર્દી સેવા સહાયક સમિતિ, અમદાવાદ
આ કિસ્સામાં દર્દીઓનો વાંક હોતો નથી, ડોક્ટર પર આંધળો વિશ્વાસ મુકી દર્દી ડોક્ટર પાસે જતો હોય છે. આ સમયે કોઈ પણ વ્યક્તિ ન વિચારે કે સામા પક્ષે વ્યક્તિ આવું કામ આપણી સાથે કરશે. તેમ છતા મારા મત પ્રમાણે કોઈ પણ દર્દી એ જે-તે લાઈનના બીજા એક્સપર્ટ ડોક્ટરની સલાહ લેવી જોઈએ, અને પછી જ આગળનો નિર્ણય કરવો જોઈએ. ઘણી વખત એવું બને કે પ્રાઈવેટ હોસ્પિટલમાં સારા ડોક્ટર મળી જતા હોય છે. તો ક્યારેક સરકારી હોસ્પિટલમાં પણ ખરાબ ડોક્ટર મળી જતા હોય છે. આવી વસ્તુથી બચવા NGO અને સામાન્ય માણસને અવેરનેસ ફેલાવી જોઈએ. દવાખાના સમયે શું ધ્યાન રાખવું જોઈએ તેનાથી માહિતગાર કરવા જોઈએ. આવા ડોક્ટર ઓછું શિક્ષણ પ્રાપ્ત કરેલા લોકોને જ ટાર્ગેટ કરે છે. આ ડોક્ટરોની ભૂલ નથી જાણી જોઈને કરેલું કૃત્ય છે. સરકારી યોજનાના કાર્ડના નિયમો કડક કરવા જોઈએ.
(તેજસ રાજપરા – અમદાવાદ)