આમ તો ભારતમાં જોવાલાયક અને ફરવાલાયક અનેક પર્યટન સ્થળો છે, જે તમારી જિંદગીમાં યાદગાર અનુભવ તરીકે બની રહ્યા હશે, પરંતુ અમુક એવા સ્થળો છે જે જિંદગીમાં એક વાર તો જોવા જ જોઈએ. એવા 15 સ્થળોની યાદી અહીં આપી છે. એક નજર…
૧.
બ્રહ્મપુત્રા નદી પર સૂર્યાસ્ત
બ્રહ્મપુત્રા ઈશાન ભારતની 2,900 કિ.મી. લાંબી નદી છે. તે તિબેટમાંથી શરૂ થઈ અરૂણાચલ પ્રદેશની કોતરોમાં થઈને અને આસામના મેદાન વિસ્તારોમાંથી વહીને બંગાળના અખાતમાં જઈને મળે છે.
૨.
હિમાલયના થીજી ગયેલા તળાવો
અરૂણાચલ પ્રદેશ અને સિક્કીમમાં હિમાલય પર્વતમાળામાં સેંકડોની સંખ્યામાં થીજી ગયેલા સરોવરો જોવા મળે છે. જેમ કે ફ્રોઝન લેક ઓફ તવાંગ, ગુરુદોંગમાર લેક (સિક્કીમ).
૩.
લક્ષદ્વીપ ટાપુ
વોટર સ્પોર્ટ્સ, એડવેન્ચર સ્પોર્ટ્સ, સ્નોર્કેલિંગ માટે જાણીતો છે.
૪.
વેસ્ટર્ન ઘાટ્સ અથવા સહ્યાદ્રી પર્વતમાળાની સુંદરતા
ગુજરાતની સરહદથી શરૂ થઈ મહારાષ્ટ્રથી લઈને કન્યાકુમારી સુધી સમગ્ર પશ્ચિમી કાંઠા પર સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે. પાણીના અસંખ્ય ધોધ અને હરિયાળીથી છવાયેલા વેસ્ટર્ન ઘાટ્સને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઈટ ઘોષિત કર્યા છે.
૫.
વારાણસીના ઘાટ
ઉત્તર પ્રદેશમાં ગંગા નદીના કાંઠે વસેલું વારાણસી અથવા બનારસ શહેર ભારતના પ્રાચીન અને પવિત્ર માન્યતાઓ ધરાવતું શહેરોમાંનું એક છે.
૬.
લદાખના સરોવરો
દરિયાઈ સપાટથી 4,350 મીટર ઊંચાઈ પર આવેલા લદાખમાં એક એકથી સુંદર સરોવરો જોવા મળે છે.
૭.
શિલોંગનો વોટરફોલ
ઈશાન ભારતના મેઘાલય રાજ્યમાં ઈસ્ટ ખાસ્સી હિલ્સ પર વસેલા મોસીનરામ ગામમાં આ ધોધ આવેલો છે. આ ગામમાં દર વર્ષે 11,800 મિ.મી.થી પણ વધારે વરસાદ પડતો હોય છે.
૮.
કાન્હા નેશનલ પાર્ક
મધ્ય પ્રદેશના કાન્હા નેશનલ પાર્ક અથવા ટાઈગર રિઝર્વ પાર્કમાં રોયલ બેંગાલ ટાઈગર્સ અને દીપડા જોવા મળે છે.
૯.
થરનું રણ
રાજસ્થાનમાં આવેલા થરનાં રણમાં રાતવાસો કરવાનો અનુભવ યાદગાર બની શકે.
૧૦.
કેરળની ખાડીઓ
કેરળ રાજ્યને ‘ગોડ્સ ઓન કન્ટ્રી’ કહેવામાં આવે છે. અરબી સમુદ્રને કાંઠે વસેલા આ રાજ્યમાં અસંખ્ય ખાડીઓમાં બોટ સહેલગાહ કરવાનો આનંદ માણવા જેવો છે.
૧૧.
ગોવાના આકર્ષક બીચ
ગોવા રાજ્ય ભલે નાનું છે, પણ એના અસંખ્ય સુંદર દરિયાકાંઠાઓને કારણે તે પર્યટકોમાં આકર્ષણરૂપ બન્યા છે.
૧૨.
મનાલીનાં બરફાચ્છાદિત પહાડો
હિમાચલ પ્રદેશના હિલસ્ટેશન મનાલીનાં બરફાચ્છાદિત પહાડો પર વિન્ટર સ્પોર્ટ્સની મજા માણવા જેવી છે.
૧૩.
ભૂવનેશ્વરનાં મંદિરો
ભારતના મંદિરોનાં શહેર તરીકે જાણીતા ભૂવનેશ્વરમાં 600થી વધારે મંદિરો આવેલા છે.
૧૪.
કોડાઈકેનાલનું કુદરતી સૌંદર્ય
તામિલનાડુનું હિલસ્ટેશન કોડાઈકેનાલ ખુશનુમા હવામાન, ગાઢ જંગલો, પાણીનાં ધોધ, લીલાંછમ મેદાનો માટે જાણીતું છે.
૧૫.
કન્યાકુમારીનો સમુદ્રસંગમ
કન્યાકુમારીમાં અરબી સમુદ્ર, બંગાળનો અખાત અને હિંદ મહાસાગરનો સંગમ જોવા મળે છે. હવામાનમાં ફેરફારોને લીધે આ ત્રણેય સમુદ્રનાં પાણીનો બદલાતો રંગ પણ યાદગાર અનુભવ કરાવે છે.