લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર ડાર્ક મોડ ફીચરનો ઉમેરો કરવાની વાત ઘણા વખતથી ચાલે છે અને હવે આ ફીચર iOS યુઝર્સને પહેલા આપવામાં આવે એવું લાગે છે.
iPhone યુઝર્સ આ ફીચરને iOS 13 પર રન કરી શકશે. ડાર્ક મોડના આઈકોન્સ બ્લુ અને ગ્રે રંગની સ્કીમ્સમાં છે.
વોટ્સએપ અપડેટ્સને ટ્રેક કરતી એક ફેન વેબસાઈટ WABetaInfo દ્વારા આ માહિતી આપવામાં આવી છે અને તેણે એક ફોટો પણ પ્રદર્શિત કર્યો છે, જેમાં આઈફોન પર વોટ્સએપ ડાર્ક મોડમાં કેવું દેખાશે એ જોઈ શકાય છે.
આ તસવીરમાં વોટ્સએપનું બેકગ્રાઉન્ડ એકદમ કાળું છે અને ટેક્સ્ટ સફેદ રંગમાં છે.
આ ફીચર ટૂંક સમયમાં જ એન્ડ્રોઈડ યુઝર્સને પણ ઉપલબ્ધ કરવામાં આવશે. કંપની એ માટે ઈન્ટરફેસ પર કામ કરી જ રહી છે.
ડાર્ક મોડ ફીચરમાં ડાર્ક બબલ નામનું એક બગ છે. એ રન થવાથી એપ દર વખતે ક્રેશ થઈ જાય છે. એટલે આ ફીચરને કેટલો સમય સુધી રોલઆઉટ કરી રખાશે એ હજી જાણી શકાયું નથી.
હાલમાં જ વોટ્સએપે તેના એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે એક નવું બીટા વર્ઝન રજૂ કર્યું છે. એમાં વોટ્સએપના વેલકમ સ્ક્રીન પર ફેસબુક ફુટર જોઈ શકાય છે. એમાં ડાર્ક થીમ આપવામાં આવે એવી ધારણા છે. તે ઉપરાંત આ અપડેટમાં બગ ફિક્સ કરવા માટેનું અપડેટ પણ આપવામાં આવ્યું છે. આ અપડેટ 2.19.329 વર્ઝન છે. ફેસબુક ફુટરવાળું અપડેટ વર્ઝન 2.19.331 છે. આ અપડેટમાં રીડિઝાઈન ફેસબુક લોગો શોકેસ કરવામાં આવશે.