ગુગલ મેપ ઓન રાખ્યાં બાદ, તમે જે કોઈ જગ્યાએ જાઓ એટલે ગુગલને તરત ખબર પડે છે કે, તમે ફલાણી જગ્યાએ ઉપસ્થિત છો. તરત ગુગલ એ જગ્યા વિશે તમારો પ્રતિભાવ પૂછે છે. ‘કેવી રહી તમારી ફલાણાં મોલની મુલાકાત’, ‘તમે ફલાણાં રેસ્ટોરન્ટમાં જઈ આવ્યાં તો કેવી છે આ રેસ્ટોરન્ટ?’ ‘તમારો અનુભવ તમે શેર કરશો તો અન્ય લોકોને પણ આ જગ્યા વિશે જાણકારી મળશે.’
ગુગલ ઘડીએ ઘડીએ તમને પ્રશ્ન પૂછતું રહે છે. એ વાતનો તો મોટો કંટાળો છે જ. પણ ઉપરાંત બીજી ત્રાસદાયક વાત એ કે, તમે ક્યાં જાઓ છો તેની જાણે એ જાસૂસી કરતું રહે છે. મિનિટે-મિનિટની તમારી ઉપસ્થિતિ કઈ જગ્યાએ હતી. એની નોંધ એ રાખતું રહે છે. આ વાત ખરેખર ત્રાસદાયક છે.
જો કે, લોકેશન હિસ્ટ્રી મેનેજ કરનાર ગુગલના સપોર્ટ પેજના જણાવ્યા પ્રમાણે, ‘તમે તમારા એન્ડ્રોઈડ ફોન અથવા બીજા ડિવાઈસમાં લોકેશન હિસ્ટ્રીને ટર્ન ઓફ્ફ કરી દો તો, ગુગલ મેપ્સ કે જેના થકી ગુગલ કંપની તમારા લોકેશનની જાણકારી મેળવતી હોય છે, તેને અટકાવી શકાય છે.’
તો પણ, આ સેટીંગ્સમાં લોકેશન હિસ્ટ્રીને ટર્ન ઓફ્ફ કરીને નિશ્ચિત થઈ ગયા છતાં, એન્ડ્રોઈડ કે એપલના ડિવાઈસ પર લોકેશન ડેટાનો સંગ્રહ થતો રહેતો હતો.
છેવટે, સર્ચ એન્જિન જાયન્ટ એટલે કે, ગુગલે ‘ઈનકોગ્નિટો મોડ’ નામનું ફીચર ગુગલ મેપ માટે વિકસાવી લીધું. જેના ઉપયોગથી તમે ગુગલ કે એના પાર્ટનર એડવર્ટાઈઝર્સની જાણ બહાર નિશ્ચિંત થઈને ફરી શકો છો. તમે કઈ જગ્યાએ ઉપસ્થિત છો તે એ લોકો જાણી નથી શકતા.
આ ફીચર હાલમાં એન્ડ્રોઈડ ડિવાઈસ માટે જ ઉપલબ્ધ છે. આઈફોન માટે આ ફીચર થોડા મહિનામાં બહાર પડશે.
એન્ડ્રોઈડ ડિવાઈસ માટે ગુગલ મેપ ઉપર ‘ઈનકોગ્નિટો મોડ’ કઈ રીતે કામ કરે છે. તેમજ મેપના અન્ય કયા ફીચર છે જે ‘ઈનકોગ્નિટો મોડ’ સાથે સુસંગત નથી?
- તમારા પ્રોફાઈલમાં ઉપરની જમણી બાજુએ, ‘ઈનકોગ્નિટો મોડ’ને સિલેક્ટ કરો. જેથી, ગુગલ મેપ તમારું લોકેશન ટ્રેક કર્યા વગર, કામ કરશે.
- એમાં એક ડાયલોગ બોક્સ દેખાશે, જે તમને આ ફીચર કઈ રીતે વાપરવું એનું માર્ગદર્શન કરે છે.
- આ ફીચરમાં કઈ કઈ સર્વિસ કામ નહીં કરે તે હાઈલાઈટ કરેલી જોવા મળશે.
‘ઈનકોગ્નિટો મોડ’ કઈ રીતે મદદરૂપ છે?
- મેપ તમારી બ્રાઉઝ અને સર્ચ હિસ્ટ્રીને સેવ નથી કરી શકતું.
- તમારા ડિવાઈસમાં તમારી લોકેશન હિસ્ટ્રીને પણ મેપ અપડેટ નથી કરી શકતું.
- મેપને વ્યક્તિગત બનાવવા માટે ‘ઈનકોગ્નિટો મોડ’ તમારી એક્ટિવિટીનો ઉપયોગ નથી કરી શકતું.
‘ઈનકોગ્નિટો મોડ’માં કયાં ફિચર નહીં ચાલે. તે જાણી લેવા જેવું છે.
- કમ્યુટ
- માઈક્રોફોન ફોર નેવિગેશન વાયા ગુગલ આસિસ્ટન્ટ
- ઓફલાઈન મેપ્સ
- ફોર યુ
- યોર પ્લેસીસ
- ગુગલ મેપ્સ કોન્ટ્રીબ્યુશન
જો તમારે ગુગલની જાણબહાર ફરતાં રહેવું હોય, તો તેના માટે ‘ઈનકોગ્નિટો મોડ’ ફીચર બહુ જ ઉપયોગી છે. આ ફીચર ગુગલના લેટેસ્ટ મેપ અપડેટ્સમાં મળી રહે છે.