સામાન્યમાંથી કેવી રીતે સર્જાય છે અબજોપતિ? નવી વાત…

નલાઈન એજ્યુકેશન એપ બાયજૂ (BYJU)ના ફાઉન્ડર અને સીઈઓ બાયજૂ રવીન્દ્રન (37) દેશના નવા અબજોપતિ બની ગયાં છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર રવીન્દ્રનની કંપની થિન્ક એન્ડ લર્ન એ આ મહિને 15 કરોડ ડોલર (1035 કરોડ રૂપિયા)નું ફંડિગ મેળવ્યું આ સાથે જ કંપનીનું વેલ્યૂએશન 5.7 અબજ ડોલર થઈ ગયું છે. રવીન્દ્રનની પાસે કંપનીના 21 ટકાથી વધુ શેર છે. ભૂતકાળમાં શિક્ષક રહેલા રવીન્દ્રને 2011માં થિન્ક એન્ડ લર્નની સ્થાપના કરી હતી. 2015માં મુખ્ય લર્નિગ એપ બાયજૂ લોન્ચ કરવામાં આવી હતી.

વર્તમાનમાં બાયજૂના 3.5 કરોડ સબ્સક્રાઈબર્સ છે. જેમાંથી 24 લાખ પેઈડ યૂઝર છે જે વાર્ષિક 10 હજારથી 12 હજાર રૂપિયા સુધીની ફી ચૂકવે છે. ચાલુ વર્ષે માર્ચ સુધીમાં બાયજૂ નફો કમાવા લાગી હતી. આ દરમિયાન રવિન્દ્રન એ પેન્શન ફંડ અને સોવરેન વેલ્થ ફંડ જેવા લાંબાગાળાના રોકાણકારોને આકર્ષવાનું શરુ કર્યું હતું. હાલમાં જ કતાર ઈન્વસ્ટમેન્ટ ઓથોરિટીએ તેમની કંપનીમાં રોકાણ કર્યું છે.

પોતાની ભાગીદારી જાળવી રાખવા માટે બાયજૂના છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં રવીન્દ્રન એ પોતે પણ શેર ખરીદ્યા હતાં. બ્લૂમબર્ગના સૂત્રોના જણાવ્યા અનુસાર રવીન્દ્રન, તેમની પત્ની અને ભાઈ પાસે બાયજૂના અંદાજે 35 ટકા શેર છે.

રવીન્દ્રને એક વખત કહ્યું હતું કે, જે રીતે માઉસ હાઉસ (ડિઝની)એ મનોરંજન માટે પ્લેટફોર્મ ઉભુ કર્યું એવુ કામ હું દેશની શિક્ષણ વ્યવસ્થા માટે કરવા માંગતો હતો. રવીન્દ્રન એ તેમની નવી લર્નિગ એપમાં ડિઝ્નીના સિમ્બા અને અન્ના પાત્રોને પણ સામેલ કર્યા છે. રવીન્દ્રને કહ્યું હતું કે, એપ મારફતે બાળકો શિખવાનું શરુ કરે તે પહેલા સિમ્બાનું પાત્ર તેમના આકર્ષિત કરશે.

સસ્તા સ્માર્ટફોન અને ઈન્ટરનેટ પ્લાનની ઉપલબ્ધતાને કારણે દેશમાં ઓનલાઈન લર્નિગ ગ્રોથ વધી રહ્યો છે. રવીન્દ્રને કહ્યું છે કે, ઓનલાઈન લર્નિગમાં બાયજૂ તેજીથી આગળ વધી રહી છે. માર્ચ 2020 સુધીમાં આનો રેવેન્યૂ બમણા કરતા પણ વધારે થઈને 3000 કરોડ રૂપિયા પર પહોંચવાની આશા છે. ઓનલાઈન લર્નિગ ઈન્ડસ્ટ્રીનો ગ્રોથએ નેસ્પર્સ વેન્ચર્સ, ટેનસેન્ટ હોલ્ડિગ્સ, સિક્યોઈયા કેપિટલ અને ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગનું સુધીના બિઝનેસમેનોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે.

બાયજૂ એજ્યૂકેશન કન્ટેન્ટને ટૂંકું અને આકર્ષક બનાવીને બાળકો સમક્ષ રજૂ કરે છે. રવીન્દ્રન ઈંગ્લીશ સ્પીકિંગ દેશોમાં પણ તેમની પકડ મજબૂત કરવા માગે છે. તેમણો થોડા દિવસો અગાઉ જાહેરાત કરી હતી કે, બાયજૂ વોલ્ટ ડિઝ્ની કંપની સાથે મળીને આગામી વર્ષે અમેરિકામાં સર્વિસ શરુ કરશે.

દક્ષિણ ભારતના દરિયાકાંઠાના ગામડામાં જન્મેલા રવીન્દ્રનના માતાપિતા પણ સ્કૂલ ટૂચર હતાં. રવીન્દ્રનનું મન સ્કુલમાં ન હતું લાગતું, તે અવારનવાર સ્કૂલ છોડીને ફૂટબોલ રમવા જતાં રહેતાં હતાં. ત્યારબાદ ઘેર અભ્યાસ કરતાં હતાં. અભ્યાસ પૂર્ણ કરીને રવીન્દ્રન એન્જીનિયર બની ગયાં અને પરીક્ષાની તૈયારીમાં અન્ય વિદ્યાર્થીઓની મદદ કરવા લાગ્યાં. તેમના ક્લાસમાં સ્ટુડન્ટની સંખ્યા એટલી વધી ગઈ કે, સ્ટેડિયમમાં એક સાથે હજારો વિદ્યાર્થીઓએ ભણવાનું શરુ કરી દીધું. આ રીતે રવીન્દ્રન એક સેલિબ્રિટી ટીચર બની ગયા હતાં.