સુરત રેલવે સ્ટેશન પર અજમેર-દાદર ટ્રેનમાં બબાલ

સુરત રેલવે સ્ટેશન ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે. અમજેર-દાદાર ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યારે ટ્રેનના જનરલ કોચનો દરવાજો ન ખોલતા મુસાફરો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલ વધુ ઉગ્ર બનતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો હતો અને બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.

 

પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફર અજમેરથી મુંબઇ તરફ જઇ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરતના રેલવે સ્ટેશને સ્ટોપ કર્યું હતું. આ દરમિયાન દરરોજ અપ-ડાઉન કરતાં સ્થાનિક મુસાફરોએ જનરલ કોચ પ્રવેશ કરવા ગયા તે સમયે અંદર બેઠેલા મુસાફરોએ અંદરથી કોચનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર એક મુસાફરે જ્યારે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોચમાં હાજર અન્ય મુસાફરોએ દરવાજો ખોલવા દીધો ન હતો. જેથી બહારથી ટ્રેનમાં ચડવા માટે ઉભેલા મુસાફરો અકળાયા હતા, આ દરમિયાન ટ્રેનમાં સવાર એક યુવકે અશ્લીલ હરકત કરતાં પ્લેટફોર્મ હાજર મુસાફરોએ ટ્રેનમાં તોડફોડ કરવાની શરૂઆત કરી હતી. પ્લેટફોર્મ પર હાજર મુસાફરોએ ટ્રેનની બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી ટ્રેનને નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટના બાદ આરપીએફ દ્વારા પાંચ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે રેલવે પોલીસ દ્વારા એકની અટકાયત કરવામાં આવી હતી. આ તમામને લોકોને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો.