પ્રશ્ન: મારો સવાલ આકાશ તત્વ ઉપર છે. શું તેના પ્રત્યે વધુ જાગૃતિ શું ખૂલ્લી જગ્યામાં જેવી કે એક ખેતર/મેદાનમાં બેસવાથી અથવા ક્ષિતિજ જોવાથી, દરિયાને તાકી રહેવાથી અથવા ઉપર આકાશ તરફ જોવાથી અથવા ખૂલ્લી જગ્યામાં થોડો સમય પસાર કરવાથી શક્ય બનશે? શું તેમ કરવાથી આ તત્વ વિષે તમારી અંદર અને તમારી આજુ-બાજુ વધુ જાગૃતિ કેળવવામાં મદદ મળી શકે?
સદગુરુ: તે મદદ કરી શકે છે, પરંતુ જુદી-જુદી જગ્યાના તાપમાનમાં ફેરફારને ધ્યાનમાં રાખી, મોટા ભાગના લોકોની સામાન્ય વૃત્તિ જ્યારે તેઓ ખૂલ્લી જગ્યામાં હોય છે ત્યારે પોતાને ઢાંકી દેવાની અને સુરક્ષિત રાખવાની હોય છે. તેમ છતાં, હા, તે શક્યતા છે, પરંતુ તે જરૂરી પણ નથી. પણ એક સરળ રસ્તો એ છે કે પ્રથમ તો સૌથી સ્પષ્ટ વ્યવહારોને ધ્યાનમાં લેવા જોઈએ – જેમ કે શ્વાચ્છોશ્વાસ, પાણીનો ઉપભોગ અને શરીરની અંદર તેમજ બહારના તાપમાન.
ફક્ત આ સ્પષ્ટ એવા વ્યવહારો પર થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરો. તે મને હમેશા આશ્ચર્યમાં મૂકે છે કે કઈ રીતે શ્વાચ્છોશ્વાસ કે જે આટલી દેસ્પષ્ટ ક્રિયા છે, તે શાંતિપૂર્વક નથી થતી – તે આખા શરીરને હલાવે છે – પણ મોટા ભાગના લોકો તેને ધ્યાનમાં નથી લઈ શકતા. જો તમે તમારા શ્વાચ્છોશ્વાસને ધ્યાનમાં નથી લઈ શકતા તો પછી તેનાથી વધુ ગૂઢ કોઈ વસ્તુને કેવી રીતે ધ્યાનમાં લેશો? હા, પ્રકૃતિમાં હોવું એ સારું છે, પણ આ સ્પષ્ટ વ્યવહારો જેવા કે – શ્વાચ્છોશ્વાસ, ખાવું, પીવું, ચાલવું અથવા કશાક્ને સ્પર્શ કરવા પર ધ્યાન આપવું વધુ મહત્વપૂર્ણ છે. જો તમે આ વ્યવહારો માટે વધુ જાગૃતિ લાવો છો તો તે એક મેદાનમાં જઇ અને બેસવા કરતાં, શરૂઆત કરવાનો સારો માર્ગ છે. તમે જોશો કે જીવનનો અનુભવ એક તદ્દન અલગ સ્તર પર પહોંચી જશે.
મોટા ભાગના મનુષ્યો આ સરળ ચીજો કે જે તેઓ કરે છે તેના પર ધ્યાન નથી આપતા. તેઓ જે કઈ પણ ખાય છે ને પીવે છે તેને ગળી જાય છે. તેઓ સંપૂર્ણ બેભાનપણે શ્વાસ લે છે. તેઓ કોઈપણ ચીજને અને બધી જ ચીજોને કોઈ પણ જાણ વગર અડે છે અને અનુભવે છે. મોટા ભાગે, ઘણા લોકો માટે આ જ રીતે થઈ રહ્યું છે. તમે આ વસ્તુઓ પર ધીમા પડ્યા સિવાય વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો– આ મહત્વનુ છે કેમ કે લોકો એમ માને છે કે જો તમારે શ્વાચ્છોશ્વાસ પર ધ્યાન આપવું હોય તો તમે બીજું કઈ પણ કરતાં ન હોવા જોઈએ, માત્ર તમારી શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા જ ચાલુ હોવી જોઈએ.
માણસ હોવાની ખૂબી એ છે કે આપણા મગજની ક્ષમતા એવી છે કે આપણે પોતાની અંદર જટિલ કાર્ય કરી શકવાની સાથે સાથે આપણે ધ્યાન પણ કેન્દ્રિત કરી શકીએ છીએ. આ એવી વાત છે કે તમે સવારી કરી રહ્યા છો અને છતાં પણ તમે કોઇની સાથે વાતચીત કરી શકો છો – બે સ્તરે ધ્યાન અપાઈ રહ્યું છે. તમે જે કઈ પણ કરતાં હોવ એ કરી શકો છો છતાં પણ તમે શ્વાસ પર ધ્યાન આપી શકો છો. તમે જે કઈ પણ અન્ન ખાવ છો અને પાણી પીવો છો તેના પર પણ ધ્યાન આપી શકો છો. મેદાનમાં જવું અને બેસવું એના કરતા શરૂઆત કરવાનો આ વધુ સારો માર્ગ છે.
(સદગુરુ, જગ્ગી વાસુદેવ)
ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.