જીવનના દરેક અવરોધને સ્મિત અને સાહસ સાથે પાર કરો

જો મનને ઉત્સાહિત રાખવું મુશ્કેલ લાગે છે, તો એક રસ્તો છે. તમે જોશો, એક બાળક કેવી રીતે કુશળતાપૂર્વક તેના પિતાની વાત માની લે છે અને પોતાની વાત માનવી પણ લે છે, ભલે પિતા સાંભળવા તૈયાર ન હોય. ધારો કે તમારી પાસે કોઈ કુશળતા નથી. તો પછી એક શાંત વ્યક્તિ, એક એવી વ્યક્તિને યાદ કરો જેને જોઈને તમે ખુશ થાઓ છો. જ્યારે આપણે કોઈ દુઃખી અને ગુસ્સે અથવા એટલી જ ચિંતિત વ્યક્તિને યાદ કરીએ છીએ, ત્યારે આપણે તે તરંગોને પકડી લઈએ છીએ અને આપણી સમસ્યાઓ વિશે વધુ ચિંતા કરવાનું શરૂ કરીએ છીએ. તેથી જ એવું કહેવાય છે: પ્રસન્ન વદનમ્ ધ્યાયેત્, સર્વ વિઘ્નોપ શાંતયે.

શાંત અને આનંદી લોકોને યાદ કરો અવરોધો શાંત થઈ જશે. તમે પ્રસન્ન બાળકોને પણ યાદ કરી શકો છો. તેથી જ, દરેક પૂજામાં, ભગવાન ગણપતિનું પ્રથમ આહ્વાન કરવામાં આવે છે. તેમને આનંદદાયક માનવામાં આવે છે. જો તમને તેમનામાં શ્રદ્ધા હોય, તો તેમને યાદ કરો. નહીં તો તમે શાંત મનવાળા કોઈપણને યાદ કરી શકો છો.

જ્યારે નદીના માર્ગમાં પથ્થર આવે છે, ત્યારે નદી વહેતી બંધ થતી નથી અને ચિંતા કરતી નથી. તે તેમના પરથી પસાર થઈ જાય છે. જ્યારે તે આ પથ્થરો પર વહે છે, ત્યારે તે વધુ સુંદર લાગે છે. જ્યારે બધું સામાન્ય અને તમારા પક્ષમાં હોય છે, ત્યારે હસવું કોઈ મોટી વાત નથી. પરંતુ જો તમે તમારી અંદરની બહાદુરી જગાડો છો, અને કહો છો, “ભલે જે થવું હોઈ તે થાય, હું હસતો રહીશ”. તો તમે તમારી ભીતર પ્રચંડ ઊર્જા ઉઠતી અનુભવશો. પછી સમસ્યા કંઈ ખાસ લાગતી નથી; તે ફક્ત આવે છે અને વિલીન થઈ જાય છે.

અને જીવનને તેના સંપૂર્ણ સ્વરૂપમાં લો. કેટલાક સુખદ, કેટલાક અસુખદ અનુભવ – આ બધું ચાલ્યા કરે છે અને પછી દૂર થઈ જાય છે. એવી શ્રદ્ધા સાથે આગળ વધો કે તમારા પર કૃપા વરસી રહી છે અને જીવનમાં શ્રેષ્ઠ તમારી સાથે થવાનું છે.

(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)