નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહનું ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સવારે નિધન થયું છે. તેમણે લાંબી રાજકીય ઇનિંગ્સ રમી હતી. તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉંમરને લીધે બહુ સક્રિય નહોતા. તેમણે સપાધ્યક્ષ તરીકે પાર્ટીને ભારે જીત અપાવી હતી અને તેમણે તેમના પુત્ર અખિલેશ યાદવને સત્તા સોંપી હતી.
યુપીના ઇટાવા જિલ્લામાં સૈફઈ ગામમાં 22 નવેમ્બર, 1939એ મુલાયમ સિંહ યાદવનો જન્મ એક સાધારણ પરિવારમાં થયો હતો. તેઓ રાજકારણ આવતાં પહેલાં શિક્ષક હતા. તેઓ મૈનપુરી સ્થિત જૈન ઇન્ટર કોલેજ કરહલના પ્રવક્તાના પદે કાર્યરત હતા. તેમની પ્રારંભની જિંદગી મુશ્કેલી ભરેલી હતી.
1967માં 28 વર્ષની વયે તેમને સંયુક્ત સોશિયલિસ્ટ પાર્ટીની ટિકિટ પર જસવંત સિંહ ક્ષેત્રમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને 1977માં સૌપ્રથમ વાર રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. 1980માં તેમને યુપીમાં લોક દળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1992માં તેમણે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. સામાન્ય લોકોની વચ્ચે તેઓ કિસાન નેતા, નેતાજી અને ધરતી પુત્ર જેવા નામોથી દાણીતા હતા. તેઓ ત્રણ વાર UPના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા હતા. તેમણે એક વાર સંરક્ષણપ્રધાન અને 1996માં લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓ સંરક્ષણપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો છે.90નો દોર તેઓ માટે ખૂબ પડકારજનક હતો, કેમ કે 1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી. જેથી કલ્યાણ સિંહની સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદે તેમણે ભાજપનો સાથ છોડીને સપા-બસપાની સરકાર બનાવી હતી. જોકે આ દોસ્તી લાંબો સમય ટકી નહીં.