લોકપ્રિય મનોરંજન અભિનેત્રી હંસિકા મોટવાણી હાલમાં તેના અંગત જીવનને કારણે સમાચારમાં છે. અભિનેત્રીએ બે વર્ષ પહેલાં ઉદ્યોગપતિ પતિ સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા. તાજેતરમાં, તેમના સંબંધોમાં કડવાશના અહેવાલો આવ્યા હતા અને છૂટાછેડાની અટકળો પણ ચાલી રહી હતી. ઉપરાંત,બંને અલગ રહેવાની ચર્ચા પણ થઈ હતી. હવે અભિનેત્રીના પતિએ આ બાબતે પોતાનું મૌન તોડ્યું છે અને પ્રતિક્રિયા આપી છે.

હંસિકા મોટવાણીના પતિ સોહેલ કથુરિયાએ છૂટાછેડાની અફવાઓને ફગાવી દીધી છે. તેમણે હિન્દુસ્તાન ટાઇમ્સને કહ્યું કે,”તે સાચું નથી.” પરંતુ અભિનેત્રીના પતિએ તેમના અલગ અલગ રહેવા પર કોઈ જવાબ આપ્યો નહીં, જેના કારણે ઘણા પ્રશ્નો અનુત્તરિત રહ્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી હંસિકા મોટવાણીએ તેની માતા સાથે રહેવાનું શરૂ કર્યું છે, જ્યારે તેનો પતિ હાલમાં તેના માતાપિતા સાથે રહે છે. આ સાથે, અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે જ્યારે બંનેએ ડિસેમ્બર 2022 માં લગ્ન કર્યા, ત્યારે તેઓ શરૂઆતમાં સાથે રહેતા હતા. જોકે, બાદમાં બંને વચ્ચે સુમેળ ન હોવાથી બંને એક જ બિલ્ડિંગના અલગ અલગ એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યા. આ પછી પણ બંને વચ્ચેનો નારાજગી દૂર થઈ શકી નહીં.આ કપલે 4 ડિસેમ્બર, 2022 ના રોજ જયપુરમાં લગ્ન કર્યા હતા.
હંસિકા મોટવાણીએ બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે શોનું નામ ‘શાકા લાકા બૂમ બૂમ’ હતું. આ ઉપરાંત, તેણીએ ‘સિંઘમ 2’ (તમિલ), ‘બોગન’, ‘આંબલા’ જેવી દક્ષિણની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, “ગુજરાત જે સેક્ટર્સમાં આગળ છે તેને વધુ ગતિએ અગ્રેસર બનાવવામાં તેમજ અન્ય જરૂરિયાતવાળા સેક્ટરમાં વધુ આગળ વધવા માટેના આયોજનબદ્ધ સુઝાવો માટે ‘ગ્રીટ’ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે તેમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના આપેલા સંકલ્પમાં ‘ગ્રીટ’ જેવા ઇન્સ્ટિટ્યૂટના સૂચનો-ભલામણો માર્ગદર્શક બનશે.”
આ વેબસાઈટ પર ‘ગ્રીટ’નું વિઝન અને મિશન, ગવર્નિંગ બોડી અને ‘ગ્રીટ’ના કાર્યોની વિગતો, નીતિવિષયક પેપર, સંશોધન અહેવાલ, ઇકોનોમિક માસ્ટર પ્લાન્ટ અન્વયેના પ્રોજેક્ટ્સની વિગતો વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ‘ગ્રીટ’નું ડિજિટલ ડેશબોર્ડ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની નિયમિત સમીક્ષા માટે કાર્યરત કરવામાં આવ્યું છે.










FIP એ કહ્યું કે ભલે આ દુર્ઘટનાએ મોટી સંખ્યામાં લોકોનું ધ્યાન ખેંચ્યું હોય, પણ આ સમય ભારતીય હવાઈ ઉદ્યોગની સુરક્ષા અંગે ભય કે શંકા ફેલાવવાનો નથી, ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ પણ વિગતોની પુષ્ટિ હજુ થઈ નથી. સંઘે મિડિયા સમુદાયને અનુરોધ કર્યો છે કે સત્તાવાર તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની અણધારેલી અટકળોથી બચવું જોઈએ.
પૂછવામાં આવે ત્યારે મોટાભાગના લોકો કીમત જ કહેવાના. જીવનના મુલ્યો હોઈ શકે એ વિચાર વિસરાઈ ગયો છે. માનવીય મુલ્યોની વાત હવે માણસની કિમતની વાત હોય એ રીતે લેવામાં આવે છે. અને એટલે જ કદાચ માણસનું માનસ મૂલ્યોમાં ભટક્યા કરે છે. જે વધારે કીમત આંકે એના થઇ જવાની માનસિકતા આપણી સંસ્કૃતિના મૂળને કોરી ખાશે. દરેક માણસની એક કીમત હોય છે એવું કહેનાર વ્યક્તિ ચોક્કસ પોતાની કીમત નક્કી કરીને બેસે છે. અને એ કિમત એ માણસની ઓળખ અથવાતો મનોસ્થિતિ દર્શાવે છે. માત્ર પૈસા ભેગા કરવા માટે જીવનના નાના નાના સુખ ખોઈ નાખનાર વ્યક્તિને કદાચ પોતાના વિષે વિચારવાનો પણ સમય નથી રહેતો. આવા લોકો મૃત્યુને પણ ખરીદવાનો વિચાર કરી શકે. અને અંતે એ જ મૃત્યુ એમને અનેક વિડમ્બના અને અફસોસ સાથે મળે છે.