Home Blog Page 4004

નવા વર્ષ 2020ને મુંબઈએ આપ્યો રંગબેરંગી આવકાર…

નવા ખ્રિસ્તી વર્ષ 2020ને મુંબઈગરાંઓએ 31 ડિસેંબર, મંગળવારે રાતે ઉમંગ, ઉલ્લાસ અને આનંદ સાથે આવકાર્યું છે. નવા વર્ષના સ્વાગત માટે દક્ષિણ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે લોકો મોડી સાંજથી જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતાં અને મધરાતે 12 વાગ્યાના ટકોરા થતાં જ ત્યાં હાજર મેદનીએ હર્ષનાદો કરીને અને આનંદની ચિચિયારીઓ પાડીને નવા વર્ષને વધાવી લીધું હતું. આ પ્રસંગે ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારકને રંગબેરંગી લાઈટ્સથી સુશોભિત કરવામાં આવ્યું હતું.


દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 જાન્યુઆરીના 12ના ટકોરાં પડતાં મુંબઈમાં ઠેરઠેર આતશબાજી કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.








રાશિ ભવિષ્ય

 

(તા. 18/09/2017)

મેષ 40_2સહકર્મીઓ તથા કુટુંબીજનો સાથે મનમેળ વધે, અપેક્ષા કરતા વધુ પરિણામ મેળવી શકો, કુટુંબમાં આનંદનો માહોલ રહે.

——————————————

વૃષભ 40વ્યવસાયમાં નવા ઉત્પાદન કે સાહસ માટે સારો સમય સાબિત થઇ શકે, અયોજનપૂર્વકનું કાર્ય તમને સફળતા અપાવે.

——————————————-

મિથુન 40_1 સામાજિક માનમોભો વધે તેવું કાર્ય કરી શકો, કોઈ નવી વ્યક્તિ સાથે મુલાકાત થાય, જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય.

——————————————-

કર્ક 40કાર્યક્ષેત્રે તમારા કાર્યની પ્રસંશા થાય, સંતાન તરફથી સારા સમાચાર મળી શકે, કૌટુંબિક તણાવનો અંત આવે.

——————————————–

સિંહ 40_4 વ્યવસાયમાં અન્યની સાથે આર્થિક બાબતે વાદ-વિવાદ થતો ટાળવો હિતાવહ, પગના ભાગે ઈજાથી બચવું.

———————————————

કન્યા 40 દિનચર્યામાં થોડો બદલાવ કરવાથી શરીરમાં નવી સ્ફૂર્તિનો અનુભવ થાય, કાર્ય સંદર્ભે બહારગામ જવું પડી શકે.

——————————————–

તુલા 40_2આજના દિવસે આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળશે, ધાર્મિક બાબતોમાં મન પરોવાય, માનસિક ચિંતાઓ દૂર થતી જણાય.

——————————————–

વૃશ્ચિક 40મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો હોય તો હાલ પુરતો મુલતવી રાખવો, માનસિક થાક અને બેચેનીનો અનુભવ થાય.

——————————————–

ધન 40પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થઇ શકે, યોગ્ય સમયે વ્યવસાય કે નોકરીમાં માર્ગદર્શન મળતા દિવસ આનંદમય રહે.

——————————————–

મકર 40નવી આર્થિક તકોનું સર્જન થઇ શકે, નાણાકીય બાબતો તકેદારી લેવી જરૂરી, સ્ત્રી વર્ગને શારીરિક શ્રમ વધી શકે.

——————————————–

કુંભ 40_1નોકરી કે વ્યવસાયમાં થોડો સમય તકલીફ પછી સફળતા મળી શકે, માથાના ભાગે તકલીફ હોય તો તેમાં ધ્યાન રાખવું.

——————————————–

મીન 40_1ખોટા વાણીવિલાસથી દુર રહેવાથી ફાયદો થશે, વિદ્યાર્થીઓ અભ્યાસમાં પરિવર્તન લાવી શકે, અવિચારી ખર્ચથી બચવું.



 

(તા. 18/09/2017 થી 24/09/2017) સોમવારથી રવિવાર સુધી

meshમેષ રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન પોતાની ફરજ અને સ્વતંત્રતા જેવા વિષયો પર વધુ ધ્યાન આપવું પડી શકે. તમે નોકરી કે ઘરના કાર્યોમાં પોતાની નિશ્ચિત ફરજને લીધે બંધાઈ જાઓ તેવું બની શકે. અલબત તમારી પાસે પોતાની યોગ્યતા સાબિત કરવા માટે જરૂરી કાબેલિયત પણ હશે. નોકરીમાં નજીકના સમયમાં આવતો બદલાવ તમને મદદરૂપ થશે, તમારે આત્મવિશ્વાસ સાથે પોતાના ધ્યેયમાં લાગેલા રહેવાનું છે. મોટું કાર્ય પૂર્ણ થઇ શકે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————-

vrushabhવૃષભ રાશિના જાતકો સમૃદ્ધ જીવનશૈલીના ચાહકો છે, તેઓ કીમતી વસ્તુઓને પણ ખુબ ચાહે છે, પ્રેમમાં પણ તેઓ ખુબ ઉત્સાહી રહે છે. આ સપ્તાહે તમે અંગત સંબંધોમાં તકલીફનો અનુભવ કરશો. તમે પોતાને વ્યક્ત કરવામાં અવરોધ અનુભવો, અજાણ્યો ડર તમને સતાવી શકે. કાર્યોમાં તમે ભૂતકાળને યાદ કરશો, તમારા નજીકના ભૂતકાળમાં કરેલ મહત્વના કાર્યની અસર આ સમયે તમે અનુભવો તેવું બને. કુટુંબીજનોનો સાથ સહકાર વધશે, મન સ્થિર કરીને આગળ વધવું. સ્વાસ્થ્ય મધ્યમ રહે.

———————————————————————————————————————–

mithunમિથુન રાશિના જાતકોને આ સપ્તાહ કુટુંબ અને સામાજિક બાબતો માટે મહત્વનું રહેશે. આ સમય દરમ્યાન તમે ટૂંકા પ્રવાસનું આયોજન કે દુરના સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરશો. નાણાકીય બાબતોમાં તમે પોતાના આયોજનને બદલો તેવું બની શકે, તમારી ધારણા પ્રમાણે આર્થિક પ્રવાહ ના જળવાય તેવું બને. મોટા આર્થિક નિર્ણયમાં તમારે જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઈએ. સંતાન પક્ષે તમને શુભ સમાચાર મળી શકે. સ્વાસ્થ્ય બાબતે તમે વધુ જાગૃત બનશો.

———————————————————————————————————————–

karakકર્ક રાશિના જાતકોને આ સપ્તાહ દરમ્યાન પોતાના લક્ષ્ય વિષે વધુ સ્પષ્ટતા મળશે, તમે કારકિર્દી વિષયક કે વ્યવસાય બાબતે કોઈ મહત્વનો નિર્ણય લેવા માંગતા હોવ તો તેમાં મૂંઝવણ દુર થઇ શકે. તમારે આ દરમ્યાન કાર્યમાં ધીરજ અને આયોજન બંનેને ધ્યાનમાં લેવાના છે. આ સપ્તાહે નાણાંકીય સોદા પાર પડી શકે. સ્થિર સંપતિના વેચાણમાં નિર્ણય થઇ શકશે. સંતાન પક્ષે વધુ ખર્ચ થઇ શકે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે, સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું જોઈએ.

———————————————————————————————————————–

leoસિંહ રાશિના જાતકોને પાછલા સપ્તાહે કાર્યોમાં જે અવરોધ આવ્યો હશે તે આ સપ્તાહે દુર થશે. તમે પોતાના અનુભવ અને આવડતના જોરે પોતાના કાર્યને આગળ વધારી શકશો, તમને કુદરતી સહાય મળી રહે. મન આનંદ અનુભવે તથા નવા વિચારોમાં અમલ પણ થઇ શકે. કુટુંબના સભ્યો અને મિત્રો ખુલીને તમારી સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરશે. નવી ચીજ વસ્તુઓની ખરીદી થઇ શકશે. લગ્ન વિષયક નિર્ણય થઇ શકશે. કોઈ રોગ કે તકલીફ હોય તો તે ઝટ દુર થાય.

———————————————————————————————————————–

kanyaકન્યા રાશિના જાતકોને ગુરુ અને શુક્રના શુભ કર્તરી યોગ થકી જીવનમાં આનંદ અને ઉત્સાહનો સંચાર થશે. તમે શારીરિક અને માનસિક રીતે વધુ ઉર્જા અને તંદુરસ્તીનો અનુભવ કરશો. નવ યુવાનોને પોતાના મહત્વના નિર્ણયોમાં મદદ મળી રહેશે. કારકિર્દી બાબતે તમે વધુ ભાગ્યશાળી બનશો, નવા સ્થળે નવી વ્યક્તિઓ સાથે મુલાકાત તમને ખુબ મદદરૂપ થશે. આ રાશિના જાતકોને પ્રેમ પ્રસંગમાં સફળતા મળી શકે, એકબીજા પ્રત્યે વિશ્વાસ અને પ્રેમ વધે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————–

tulaaતુલા રાશિના જાતકો માટે આ સમય પોતાના ડર અને મર્યાદાઓ પર વિજય મેળવવાનો છે. તમે શુભ સમાચાર મેળવશો, તમે સફળ વ્યક્તિ તરીકે પોતાને રજૂ કરી શકશો. પરંતુ આ સમય દરમ્યાન તમારે પોતાના અહમને પણ કાબુમાં રાખવો પડશે, તમે પોતાની સફળતા સાથે અન્યને ભૂલી ના જાઓ તેનું ધ્યાન રાખશો. જીવનસાથી અને ઘરના સભ્યોને ખુશ રાખવું જરૂરી રહેશે. આરામ અને વધુ પડતો આહાર તમારા સ્વાસ્થ્યને તકલીફ આપી શકે છે, દિનચર્યામાં નિયમિતતા જાળવવી.

———————————————————————————————————————–

wrussikવૃશ્ચિક રાશિના જાતકોને આ સપ્તાહે કાર્યો અસામાન્ય ગતિથી આગળ વધે, તમે પોતાની આસ્થા અને આત્મવિશ્વાસના જોરે અઘરા લાગતા કાર્યને પાર પાડી શકશો. લાભ ભાવે થતી અમાસ તમારા આર્થિક કાર્યોને પૂર્ણતા તરફ આગળ વધારશે. સપ્તાહ દરમ્યાન આવનાર સમય માટે તમે અનેક યોજનાઓ ઘડી કાઢો તેવું બની શકે, પરંતુ તમારે યોગ્ય સમયે જ પોતાના નિર્ણય જાહેર કરવા જોઈએ. લગ્નવિષયક નિર્ણય થઇ શકશે. સ્વાસ્થ્યસુખ સારું રહે.

———————————————————————————————————————–

dhanધન રાશિના જાતકોને આ સપ્તાહ સંબંધ થકી સફળતાના યોગ કરે છે. તમે મહત્વના કાર્યમાં કઈક ખૂટતું  હોય તેવો અનુભવ કરશો, પરંતુ નજીકની વ્યક્તિ કે તમારો સાથીદાર આ બાબતે તમને ખુબ મદદરૂપ થઇ શકે. નોકરીના સ્થળે તમે જવાબદારીઓમાં વધારો અનુભવશો. પોતાની સાથે કાર્ય કરતા વ્યક્તિઓમાં બદલાવ આવી શકે, નવી વ્યક્તિનું આગમન થઇ શકે. સામાજિક બાબતોમાં તમારે જીવનસાથીની સલાહ લેવી જોઈએ. સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું જોઈએ.

———————————————————————————————————————–

makarમકર રાશિના જાતકોને આ સમય દરમ્યાન પોતાના કાર્યમાં વધુ પ્રયત્ન કરવા પડશે, તમે અન્ય લોકોના પ્રતિભાવને કારણે થોડા સમય માટે હતાશ થઇ જાઓ તેવું બને. તમારે પોતાના કાર્યને જ ધ્યાનમાં લેવું જોઈએ. પોતાની જવાબદારીઓ પૂર્ણ થાય તે તમારું લક્ષ્ય હોવું જોઈએ. વ્યવસાયમાં મહત્વના સોદામાં રાહ જોવી પડી શકે. ભાઈભાંડુઓ સાથે મનમેળ વધશે, તમે એકબીજાને મદદરૂપ થઇ શકશો. મોટી ઉંમરની વ્યક્તિઓને સ્વાસ્થ્ય બાબતે વધુ તકેદારી રાખવી પડી શકે.

———————————————————————————————————————–

kumbhકુંભ રાશિના જાતકોને આ સમય ધન અને સંપતિના વિષયો પ્રત્યે વધુ આકર્ષિત કરી શકે છે. તમે કોઈ મોટી કીમતી વસ્તુની ખરીદી માટે નિર્ણય લો તેવું બને. સપ્તમ ભાવે મંગળ તમને લગ્ન વિષયક અને જીવનસાથી પક્ષે વધુ ધ્યાન આપવા કહે છે. સંબંધોમાં તમારે વધુ આવેશ કે ઉતાવળથી બચવું જોઈએ. નાની વાતને લઈને નાની વાતનું મોટું સ્વરૂપના બની જાય તેનું ધ્યાન રાખશો. ધાર્મિક કાર્યનો અવસર મળે, કુટુંબના સભ્યો સાથે મનદુઃખ હોય તો દુર થશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

———————————————————————————————————————–

minમીન રાશિના જાતકો માટે આ સમય સફળતા માટે સંભાવનાઓથી ભરપુર રહેશે. તમે પોતાના શત્રુઓને યોગ્ય જવાબ આપી શકશો. સ્પર્ધાત્મક બાબતો, કોર્ટ-કચેરી કે કાયદાકીય કાર્યોમાં તમને જીત મળી શકે. ઘરમાં નવા સભ્યનું આગમન થઇ શકે, શુભ સમાચાર મળી શકે. તમે વ્યવસાયમાં નવીનીકરણ કરી શકશો, નવી પદ્ધતિઓ અને નવી વ્યક્તિઓ સાથે તમારું કાર્ય સરળ બનશે. વિદ્યાર્થી વર્ગને મહેનતનું શુભ અને સફળ પરિણામ મળે. સ્વાસ્થ્ય બાબતે વધુ સજાગ રહેવું, માનસિક સ્વસ્થતા જરૂરી.

———————————————————————————————————————–



 

(તા. 16/09/2017 થી 30/09/2017 સુધી)

અંક સ્વામી: સૂર્ય (જન્મતારીખ ૧,૧૦,૧૯ અથવા ૨૮)

તમે આ સમય દરમ્યાન પોતાની અનન્યતા અને પોતાની પાસે ઉપલબ્ધ કૌશલ્યનો અનુભવ કરશો. તમે અન્ય લોકોને તેમની અપેક્ષા મુજબ ઉત્તર આપી શકશો. તમારો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ હશે. ખેલકૂદ, શારીરિક કસરત અને રમતગમતના વિષયોમાં રુચિ વધશે. કુટુંબના સભ્યો તમારાથી ખુબ આનંદનો અનુભવ કરશે. તમે આર્થિક રીતે પણ વધુ આત્મવિશ્વાસ અનુભવશો. જીવનમાં સકારાત્મકતા મહત્વની બની રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

mudank 02અંક સ્વામી: ચંદ્ર (જન્મતારીખ ૨,૧૧,૨૦ અથવા ૨૯)

આ સમય દરમ્યાન તમારી માનસિક સ્વસ્થતા ખુબ સારી રહેશે, તમે મન અને તન વચ્ચે સંતુલન અનુભવશો. પોતાના કાર્ય સમયસર પૂર્ણ થવાથી તમે આનંદમાં રહેશો. પોતાના શોખ અને પસંદગી અનુસાર તમે નવી ચીજવસ્તુઓની ખરીદી કરશો. વિજાતીય મિત્રો કે જીવનસાથી સાથે તમે વધુ સમય પસાર કરશો જે તમારી એકબીજા પ્રત્યેની સમજને ઓર વધારશે. વ્યવસાયમાં નવી તકોનું સર્જન થઇ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવું જોઈએ.

————————————————————————————————————————————-

અંક સ્વામી: ગુરુ (જન્મતારીખ ૩,૧૨,૨૧ અથવા ૩૦)

તમે આ સમય દરમ્યાન નજીકના ભવિષ્યને લઈને કોઈ યોજના તૈયાર કરી રહ્યા હોવ અથવા મહત્વની મુલાકાત માટે તૈયાર થઇ રહ્યા હોવ એવું બની શકે. તમે આવનાર સમય માટે વધુ ઉત્સાહિત છો, તમને ડરની સાથે રોમાંચ પણ હશે. નોકરીમાં બદલાવ કે વ્યવસાયમાં નવી પદ્ધતિ તમને મદદરૂપ થઇ શકે. વાંચન અને આધ્યાત્મ તમારી રુચિના વિષયો બની શકે. સંતાન પ્રત્યે વધુ જવાબદારીનો અનુભવ થઇ શકે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવું તકલીફ આપી શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: રાહુ (જન્મતારીખ ૪,૧૩,૨૨ અથવા ૩૧)

મૂળાંક ૪ ધારકોને આ સમય દરમ્યાન પોતાની પાસે ઉપ્લબ્ધ નાણા અને સમયનો સદુપયોગ કરવો પડશે. તમે ઘણા બધા કાર્યો એક સાથે કરવા માંગતા હોવ તેવું બની શકે. તમે રોજીંદા કાર્યોમાં સતત વ્યસ્ત રહો તેવું બને, પરંતુ તમારે પોતાના આર્થિક અને માનસિક વિકાસ માટે પણ નવીન કાર્ય કરવા પડશે. તમારો સ્વભાવ મોટું સર્જન તથા પ્રવાહથી કંઇક અલગ કરવાનો છે, તમારે પોતાને નવા કાર્યો માટે પોષતા પણ રહેવું જોઈએ. સ્વાસ્થ્ય નબળું રહી શકે.

————————————————————————————————————————————–

અંક સ્વામી: બુધ (જન્મતારીખ ૫,૧૪ અથવા ૨૩)

તમને આ સમય દરમ્યાન કાયદાકીય કાર્યો અને તર્કના વિષયો વધુ આકર્ષિત કરી શકે. તમે નવા મકાન કે વાહનને લીધે ખુબ આનંદમાં રહેશો. પોતાના સંતાન પ્રત્યે વધુ રુચિ અને પ્રેમ પણ અનુભવશો. તમે પોતાને એક નવી શરૂઆતના દ્વારે ઉભા હોવ તેવું અનુભવશો, નોકરી કે વ્યવસાયમાં હાલમાં આવેલ બદલાવ આવનાર ભવિષ્યને બદલી શકે તેની પ્રચુર સંભાવનાઓ છે. ખાન-પાનની અનિયમિતતા અને વધુ આરામપ્રિય જીવનશૈલી તમારા સ્વાસ્થ્ય માટે હિતાવહ નથી.

————————————————————————————————————————————-

અંક સ્વામી: શુક્ર (જન્મતારીખ ૬,૧૫ અથવા ૨૪)

મૂળાંક ૬ ધારકો આ સમય દરમ્યાન પોતાના જીવનમાં સંતુલન લાવવા માટે વધુ પ્રયત્નશીલ રહેશે. તમે આર્થિક બાબતો અને સામાજિક બાબતોમાં અસંતુલનનો અનુભવ કરશો, શક્ય છે કે જીવનસાથી તમને આ બાબતે ખુબ જ મદદરૂપ થઇ શકે. વ્યવસાયમાં નવી વ્યક્તિનું આગમન કે મુલાકાત તમને મદદરૂપ થશે. જે જાતકોને લગ્નવિષયક પ્રશ્નો છે તેમને આ સમય દરમ્યાન તેનો ઉકેલ મળી શકે છે. તમારે વધુ શિસ્તબદ્ધ જીવન જીવવું જરૂરી છે. સ્વાસ્થ્ય સારું રહેશે.

————————————————————————————————————————————–

mudank 07અંક સ્વામી: કેતુ (જન્મતારીખ ૭,૧૬ અથવા ૨૫)

મૂળાંક ૭ ધારકો આ સમય દરમ્યાન નવા સાહસ અને નવા કાર્યમાં આગળ વધશે. તમારા જીવનમાં આમૂલ પરિવર્તન આવી શકે, તમે સકારાત્મક રહેશો, તમારી બુદ્ધિ અને આવડત તમને સાથ આપશે. તમારે શક્ય તેટલી વધુ મહેનત કરવી જોઈએ. ભૂતકાળના અનુભવો કે દુઃખદ ઘટના તમને સ્મરણમાં આવતી રહે પરંતુ આવનારો સમય તમારા હાથમાં છે, ભવિષ્ય તમારા કર્મ પર અવલંબે છે તે તમારે ના ભૂલવું જોઈએ. સ્વાસ્થ્ય બાબતે વહેમ દુર કરવો અને ખુશ રહેવું.

————————————————————————————————————————————–

અંક સ્વામી: શનિ (જન્મતારીખ ૮,૧૭ અથવા ૨૬)

મૂળાંક ૮ ધારકો જીવનની તકલીફોને વધુ મહેનતથી જ જવાબ આપે છે, આ સમય દરમ્યાન તમે પોતાના મહેનતનું ફળ મેળવશો. આ સમય દરમ્યાન તમને કાર્યોમાં લાભ થઇ શકે. આર્થિક બાબતો કે નોકરી વિષયક બાબતોમાં તમને સફળતા મળશે. તમે આધ્યાત્મિક બાબતો અને ધાર્મિક બાબતોમાં વધુ રુચિ કેળવશો, જે તમને મદદરૂપ બનશે. નજીકના મિત્ર કે સંબંધી બાબતે તમને ચિંતાનો અનુભવ થાય. તમે અન્યને મદદરૂપ થઇ શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે.

—————————————————————————————————————————————

અંક સ્વામી: મંગળ (જન્મતારીખ ૯ , ૧૮ અથવા ૨૭)

મૂળાંક ૯એ પૂર્ણતાને દર્શાવે છે, તેમાં દરેક અનુભવ અને ઉર્જાનો સમન્વય છે. આ સમય દરમ્યાન મૂળાંક ૯ ધારકોને વધુ ખર્ચ અને સમય આયોજનમાં તકલીફનો સામનો કરવો પડી શકે. તમે ટૂંક સમય માટે સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ અનુભવો જે તમને માનસિક રીતે વિચલિત કરે, માટે તમારે વધુ સમય પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જ આપવો જોઈએ. શરીર અને મન તંદુરસ્ત હશે તો તમે તકલીફને અવસરમાં બદલી દેશો તેમાં કોઈ સંશય નથી.

 

Chitralekha Exclusive Chhoti Si Mulaakat with Amit Shah

Chitralekha Exclusive Chhoti Si Mulaakat with Amit Shah- 2

‘ચિત્રલેખા’ માટે આનંદનો પ્રસંગ: કવર ડિઝાઈન માટે ‘ચિત્રલેખા’ ગ્રુપે જીત્યા બે પબ્લિશર ABBY એવોર્ડ; એક સુવર્ણ, એક રજત

ગોવા/મુંબઈ – મિડિયા અને એડવર્ટાઈઝિંગ જગતના ઓસ્કર એવોર્ડ્સ ગણાતા ‘પબ્લિશર ABBY’ માટેના ગોવાફેસ્ટ-2017 એવોર્ડ્સ સમારંભમાં ‘ચિત્રલેખા’ ગ્રુપે બે એવોર્ડ જીત્યા છે. આમાં, એક સુવર્ણ અને એક રજત એવોર્ડનો સમાવેશ થાય છે.

6 એપ્રિલે ગોવામાં આયોજિત ‘ગોવાફેસ્ટ’માં ‘ચિત્રલેખા’ને ગોલ્ડ એવોર્ડ ‘મોસ્ટ ક્રિએટીવ કવર ડિઝાઈન’ કેટેગરી માટે આપવામાં આવ્યો છે. આ એવોર્ડ ‘ચિત્રલેખા’ને પાંચ ડિસેંબર, 2016ના અંકના ‘શ્વાસ રુંધી નાખતું મરણતોલ પ્રદૂષણ’ શિર્ષકની કવર ડિઝાઈન માટે આપવામાં આવ્યો છે.

‘ચિત્રલેખા’ને ‘મોસ્ટ ક્રિએટીવ કવર ડિઝાઈન’ કેટેગરીનો સિલ્વર એવોર્ડ 18 જુલાઈ, 2016ના અંકમાં ‘કુછ તો ગરબડ હૈ!’ શિર્ષકની કવર ડિઝાઈન માટે આપવામાં આવ્યો છે.

‘ચિત્રલેખા’ ગ્રુપ સતત ચાર વર્ષથી ગોવાફેસ્ટમાં એવોર્ડ જીતતું આવ્યું છે. તેણે જીતેલી ટ્રોફીઓનો આંક વધીને 9 થયો છે.

‘ચિત્રલેખા’ ગ્રુપે 2014માં 3 ટ્રોફી જીતી હતી તો 2015માં બે અને 2016માં પણ બે ટ્રોફી જીતી હતી.

જાગરણ પ્રકાશને સૌથી વધુ એવોર્ડ – બે સુવર્ણ, પાંચ રજત અને બે કાંસ્ય એવોર્ડ જીત્યા છે. તેણે સામાજિક ઉદ્દેશ્ય કેટેગરી માટે એવોર્ડ જીત્યા છે, તો દૈનિક ભાસ્કર ગ્રુપે પણ બેસ્ટ માર્કેટિંગ ઓફ અ પ્રિન્ટેડ ન્યૂઝપેપર/એડિશન કેટેગરીમાં અને બેસ્ટ યૂઝ ઓફ મોબાઈલ/ડિજિટલ કેટેગરી અંતર્ગત બે સુવર્ણ ટ્રોફી જીતી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સ મિડિયાએ બેસ્ટ માર્કેટિંગ કેટેગરીમાં કાંસ્ય એવોર્ડ જીત્યો છે તો માતૃભૂમિએ એક સુવર્ણ અને બે રજત એવોર્ડ જીત્યા છે. મલયાલા મનોરમાએ સામાજિક ઉદ્દેશ્ય કેટેગરી અંતર્ગત એક કાંસ્ય એવોર્ડ જીત્યો છે.

એડવર્ટાઈઝિંગ ક્લબના ABBY એવોર્ડ્સ ભારતીય એડવર્ટાઈઝિંગ જગતના ઓસ્કર ગણાય છે. જાહેરખબર અને માર્કેટિંગના ક્ષેત્રોમાં રચનાત્મક શૈલી માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

‘ગોવાફેસ્ટ-2017’ જાહેરખબર, મિડિયા અને માર્કેટિંગ કન્વેન્શન ક્ષેત્રમાં ભારતનો સૌથી પ્રતિષ્ઠિત વાર્ષિક એવોર્ડ સમારંભ ગણાય છે.

મુંબઈમાં દિલચસ્પ રહ્યો ‘બિરલા સન લાઈફ-ચિત્રલેખા મ્યુચ્યુઅલ ફંડ’ વિશેનો માર્ગદર્શક પરિસંવાદ…

‘બિરલા સન લાઈફ’ અને ‘ચિત્રલેખા’ દ્વારા મુંબઈમાં ગત્ 19 માર્ચે ‘ધ ક્લબ’ ખાતે મ્યુચ્યુઅલ ફંડ વિશે માર્ગદર્શક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશમાં નોટબંધી પછી એક તરફ આર્થિક તંત્ર કેશલેસ બનાવવાના યત્ન-પ્રયત્ન થઈ રહ્યા છે તો બીજી તરફ, અમેરિકાના નવા પ્રેસિડન્ટના આગમન પછી એમના દ્વારા ત્યાંની ઉદારીકરણ નીતિ-રીતિ બદલવાના પ્રયત્ન શરૂ થયા છે… આ બંનેને કારણે દેશના આર્થિક ક્ષેત્રે જબરાં પરિવર્તન આવશે ત્યારે તમારાં નાણાંનું મૂડીરોકાણ તથા બચત કરવા શું શું કરવું એ વિશે આર્થિક જગતના નિષ્ણાતો તરફથી ઈન્વેસ્ટરો/શ્રોતાઓને એમની અનેક મુંઝવણોનું સચોટ અને સરળ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં એસોસિયેટ વાઈસ પ્રેસિડન્ટ ઈન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના ગુરુરાજ, ટોચના ફાઈનાન્સિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળા, જાણીતા ફાઈનાન્સિયલ માર્કેટ ટ્રેનર અમિત ત્રિવેદી તથા જાણીતા પત્રકાર જયેશ ચિતલિયા ઉપસ્થિત રહ્યા હતા. પરિસંવાદને અંતે ઈન્વેસ્ટરો સાથે પ્રશ્નોત્તરી સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રેષ્ઠ પાંચ સવાલ પૂછનારને ઈનામ આપવામાં આવ્યા હતા. આ પરિસંવાદમાં ‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક, મનન કોટક તથા ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી ઉપસ્થિત રહ્યા હતા.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2017’ વર્ષ 11મું; ઈનામ વિતરણ સમારોહ, ‘દેવદાસીની’ શ્રેષ્ઠ નાટક – પ્રથમ પારિતોષિક

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૭’ (વર્ષ ૧૧મું)નો પારિતોષિક વિતરણ સમારંભ 20 જાન્યુઆરીએ સાંજે 7 કલાકે અંધેરી (પશ્ચિમ) સ્થિત સરદાર પટેલ સભાગૃહ, ભવન્સ કેમ્પસ ખાતે યોજાયો હતો.

જેમાં શ્રેષ્ઠ નાટકનું પ્રથમ ઈનામ સુરત, આર્ટિઝમ થિયેટરના નાટક ‘દેવદાસીની’ને મળ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ નાટકનું દ્વિતીય ઈનામ સુરત, દીપ આર્ટ્સના ‘કથા’ નાટકને ફાળે ગયું હતું. શ્રેષ્ઠ નાટકનું તૃતિય ઈનામ વડોદરાના વૈભવ સોનીના નાટક ‘છેલ્લી મુલાકાત’ને મળ્યું હતું.

શ્રેષ્ઠ નાટકના પ્રોત્સાહન ઈનામ બે નાટકને આપવામાં આવ્યા હતા જેમાં વડોદરા, નાન્દી આર્ટ્સનું ‘રક્તબીજ’ અને સુરત, નવરંગ આર્ટ્સના ‘સંસારની સેમી ફાઈનલ’નો સમાવેશ થાય છે.

શ્રેષ્ઠ દિગ્દર્શકની કેટેગરીમાં પ્રથમ ઈનામ ‘દેવદાસીની’ નાટક માટે ગિરીશ સોલંકીને, દ્વિતીય ઈનામ ‘કથા’ નાટકના ગીત દિક્ષીતને અને ‘છેલ્લી મુુલાકાત’ માટે વૈભવ સોનીને એનાયત થયું હતું.

શ્રેષ્ઠ અભિનેતાનું પ્રથમ ઈનામ ‘છેલ્લી મુલાકાત’ માટે મેહુલ વ્યાસને આપવામાં આવ્યું હતું. જ્યારે શ્રેષ્ઠ અભિનેતાનું દ્વિતીય ઈનામ ‘કથા’ના હિરેન વૈદ્યને અને તૃતિય ઈનામ ‘તા. 7મીમેને મંગળવાર’ માટે ડેનિસ પુનીવાલાને અપાયું હતું.

શ્રેષ્ઠ અભિનેત્રીઓમાં, પ્રથમ ઈનામ પ્રીતિ પટેલ (કથા), દ્વિતીય ઈનામ રૂબી ઠક્કર (રક્તબીજ) અને દીશા મહેતા (આવો જરાક પ્રેમ કરીએ)ને આપવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ સહાયક અભિનેતામાં પ્રથમ ઈનામ ફવાદ શેખ (દેવદાસીની) અને દ્વિતીય ઈનામ વૈભવ સોની (છેલ્લી મુલાકાત)ને આપવામાં આવ્યું હતું.

પ્રથમ પારિતોષિક વિજેતા નાટકઃ દેવદાસીની
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીમાં પ્રથમ ઈનામ રક્ષિતા શાહ (દેવદાસીની), દ્વિતીય ઈનામ ઐશ્વર્યા શાહ (છેલ્લી મુલાકાત)ને આપવામાં આવ્યું હતું.

‘દેવદાસીની’ નાટકને ફાળે ચાર એવોર્ડ એનાયત થયા હતા જેમાં શ્રેષ્ઠ કલા નિર્દેશનમાં પ્રથમ ઈનામ નીલા દોશી, શ્રેષ્ઠ પ્રકાશ રચનામાં પ્રથમ ઈનામ હિતેશ પટેલ, શ્રેષ્ઠ સંગીત સંયોજન સાગર ગોહિલ અને શ્રેષ્ઠ વેશભુષા એવોર્ડ વૈદેહી ઉપાધ્યાયને ફાળે ગયો છે.

શ્રેષ્ઠ યુવા પ્રતિભાનું પ્રથમ ઈનામ હાર્વિ ભટ્ટને ‘સરિતા’ નાટક માટે એનાયત કરવામાં આવ્યું હતું.

બોલીવૂડ-ટેલીવૂડ અને રંગમંચની જાણીતી હસ્તીઓના હાથે વિજેતા સ્પર્ધકોને પોંખવામાં આવી હતી અને નૌશાદે સંગીતબદ્ધ કરેલાં બોલીવૂડનાં ગીતો પર પંડિત બીરજૂ મહારાજની સંસ્થા કલાશ્રમના વિદ્યાર્થીઓ નૃત્યનો એક રસભર્યો કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યો હતો.

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’: ઈનામ વિતરણ સમારંભ…

(તસવીરોઃ દીપક ધુરી)