Home Blog Page 2690

રઝાને રાજજીએ શાયરમાંથી રાજા બનાવ્યા  

રઝા મુરાદની કારકિર્દીમાં બે ફિલ્મો ‘નમક હરામ’ (૧૯૭૩) અને ‘પ્રેમ રોગ’ (૧૯૮૨) મહત્વની બની હતી. અભિનેતા મુરાદના પુત્ર રઝા માટે પૂણેના ફિલ્મ અને ટીવી ઇન્સ્ટીટ્યુટમાંથી તાલીમ લઈને બહાર આવ્યા પછી પણ કામ મેળવવાનું સરળ રહ્યું ન હતું. એક દિવસ ગુલઝારનો રઝાને ફોન આવ્યો કે ઋષિકેશ મુખર્જીને તારા માટે એક રોલની ભલામણ કરી છે. રઝા જ્યારે ઋષિદાને મળવા ગયા ત્યારે એમણે માહિતી આપી કે તે ‘નમક હરામ’ બનાવવા જઈ રહ્યા છે. એમાં એક શાયરની ભૂમિકા છે. પછી કહ્યું કે આવી ભૂમિકા નસીબદાર અભિનેતાને 20 વર્ષમાં મળતી હોય છે. કમનસીબને ક્યારેય મળતી નથી. પછી સૂચના આપી કે પ્રોડકશન મેનેજર તને ખાદી ભવનમાંથી બે જોડી કપડાં અપાવશે એને તારે ઘરમાં પણ પહેરવાના છે.

રઝાએ કુર્તા- પાયજામાની બે જોડ લઈ લીધી. શૂટિંગના પહેલા દિવસે ઋષિદાના સહાયક રહેલા ગાયક નિતિન મુકેશે રઝાને ચેતવણી આપી કે રાજેશ ખન્ના હીરો છે અને તેઓએ આ ભૂમિકા માટે પોતાના ગુરૂ જેવા વી.કે. શર્માના નામની ઋષિદાને ભલામણ કરી હતી. પણ તે માન્યા ન હોવાથી અપસેટ થઈ ગયા હતા. એવું બની શકે કે એમનો તારા પ્રત્યેનો વ્યવહાર બહુ સારો ના હોય. રઝા મુરાદે આ કિસ્સાને યાદ કરતાં કહ્યું હતું કે ત્યારે ‘ઉપર આકા અને નીચે કાકા’ જેવી સ્થિતિ હતી. ‘કાકા’ રાજેશ ખન્નાને જોવા પહેલા દિવસે શૂટિંગ વખતે 2000 જેટલી છોકરીઓ આવી હતી. રઝાએ રાજેશ સાથે પોતાનો પરિચય કરાવવા ઋષિદાને વિનંતી કરી એટલે એમણે પરિચય આપ્યો ત્યારે ખન્નાએ બહુ શાલીનતાથી વાત કરી હતી.

 

ખન્નાએ એવું ક્યાંય લાગવાના દીધું કે તેમની ભલામણ વિરુધ્ધ રઝાને લીધો છે એની નારાજગી છે. રઝા દૂબળાપાતળા અને બેસેલા ગાલવાળા પણ બુલંદ અવાજના ધની હતા એટલે ઋષિદાએ પાત્ર મુજબ પસંદ કર્યા હતા. રાજેશે પાછળથી રઝાના શાયરના અંદાજના એમ કહીને વખાણ કર્યા હતા કે તે કૈફી આઝમી જેવા લાગે છે. ફિલ્મ રજૂ થઈ ત્યારે રઝાના બહુ વખાણ થયા અને નોંધ લેવાઇ. એ પછી રઝાને વર્ષો બાદ મોટી ભૂમિકાવાળી ફિલ્મ ‘પ્રેમ રોગ’ મળી હતી. રાજ કપૂરે જ્યારે કાસ્ટિંગ શરૂ કર્યું ત્યારે રાત્રે સાડા ત્રણ વાગે એમના સાળા અને પ્રોડકશન મેનેજર રવિ મલ્હોત્રાને ફોન કરીને કહ્યું કે ઋષિદાએ મજૂરોની સમસ્યા પર એક ફિલ્મ ‘નમક હરામ’ બનાવી હતી. એમાં લાંબો અને દૂબળો પણ ભારે અવાજવાળો યુવાન શાયર બન્યો હતો. મુરાદના એ પુત્રને બોલાવી લાવો.

રાજજીને રઝાના નામની ખબર ન હતી. એમને ભૂમિકા યાદ રહી ગઈ હતી. રઝા મળવા ગયા ત્યારે રાજજીએ કહ્યું કે મારા મનમાં રાજા વીરેન્દ્ર પ્રતાપસિંહની ભૂમિકા માટે તમે જ છો. જો ના પાડશો તો જ બીજા કોઈ વિશે વિચારીશું. ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા સાંભળી રઝા ડરી ગયા. એ પોતાને એટલા મોટા અભિનેતા માનતા ન હતા. એમણે વિચાર્યું કે ‘નમક હરામ’ પછી ઈન્સ્પેકટર કે વકીલની ભૂમિકાઓથી કામ ચલાવી રહ્યો છું. આ તક છોડવા જેવી નથી. એક દિવસ રાજજીએ રઝાને બોલાવીને ભૂમિકા સમજાવી અને મેનેજરને એમના માટે કપડાં સીવડાવવા કહ્યું. રઝા જ્યારે પહેલા દિવસે રાજાનો ડ્રેસ પહેરીને આયના સામે ઊભા રહ્યા ત્યારે પોતાને જ ઓળખી શક્યા ન હતા. જ્યારે ફિલ્મ માટે રઝાની પસંદગી થઈ ત્યારે રાજજીના નજીકના લોકોએ જ નહીં પુત્રોએ પણ રઝાની કાબેલિયત વિશે શંકા વ્યક્ત કરી હતી. જ્યારે ફિલ્મના દ્રશ્યો એ બધાએ જોયા ત્યારે માની ગયા કે રાજ કપૂરે યોગ્ય કલાકારની પસંદગી કરી છે. આ ફિલ્મથી રઝા મુરાદની કારકિર્દી બની ગઈ હતી.

કોરાનાના 47 નવા કેસો, એકનું પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 47 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,94,921 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,915 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,61,587 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 32 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1453એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 46,153 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.32 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,48,097 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 334 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૮ જૂલાઈ, ૨૦૨૩

૧૮ જૂલાઈ, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 18/07/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.


આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે,  વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. જે મુજબ આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને સાથે મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે. અંબાલાલ પટેલે અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સાથે ભારે વરસાદને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેશે તો ઉકાઈ ડેમ અને તાપી નદીની જળ સપાટીમાં પણ વધારો થશે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં ઉતર ગુજરાતમાં વરસાદ કહેર મચાવશે અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે, અને સાથે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે. અંબાલાલ પટેલે અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અને ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના હોવાનું તેઓએ જણાવ્યું છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે , આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચમાં વરસાદની આગાહી કરી છે. આ સાથે જ તેઓએ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સાથે જ વડાલી, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, નડીયાદ, આણંદ, વડોદરા, તારાપુર, પેટલાદ, પંચમહાલમાંપણ ભારે વરસાદ થઈ શકે છે. તેમજ કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ, તાપી નદીની જળ સપાટીમાં વધારો થશે સાથે જ સાબરમતી નદી બે કાંઠે થશે.

પંચાંગ 18/07/2023

ચિરાગ પાસવાનની પાર્ટી NDAમાં જોડાઈ, અમિત શાહને મળ્યા બાદ નિર્ણય

લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાને સોમવારે ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી. આ બેઠક બાદ તેમણે બીજેપીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં જોડાવાનો નિર્ણય કર્યો. બીજેપી અધ્યક્ષ નડ્ડાએ ચિરાગ પાસવાન સાથેની તસવીર ટ્વીટ કરીને કહ્યું, ચિરાગ પાસવાનને દિલ્હીમાં મળો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA માં જોડાવાનો નિર્ણય કર્યો છે. હું એનડીએ પરિવારમાં તેમનું સ્વાગત કરું છું.

 

મંગળવારે એનડીએની બેઠક પહેલા ચિરાગ પાસવાન શાસક ગઠબંધનમાં સામેલ થવાને ખાસ કરીને બિહારની રાજનીતિ માટે એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. ચિરાગના પિતા અને દિવંગત દલિત નેતા રામવિલાસ પાસવાનના નેતૃત્વમાં અવિભાજિત એલજેપીએ 2019માં લોકસભાની છ બેઠકો પર ચૂંટણી લડી હતી અને ભાજપ સાથે બેઠકોની વહેંચણી હેઠળ રાજ્યસભાની એક બેઠક પણ મેળવી હતી.

ચિરાગ ઈચ્છે છે કે તેમની પાર્ટીમાં વિભાજન હોવા છતાં ભાજપ એ જ સિસ્ટમને વળગી રહે. ચિરાગના કાકા અને કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમાર પારસ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા છે, જે શાસક ગઠબંધનનો ભાગ છે તે LJP (LJP) માં વિભાજન પછી રચાયેલ બીજો જૂથ છે.

ચિરાગ પાસવાન શું ઈચ્છે છે?

એલજેપી (રામ વિલાસ)ના સૂત્રોએ જણાવ્યું હતું કે ચિરાગ પાસવાને તેમના જોડાણને ઔપચારિક કરતા પહેલા બિહારમાં લોકસભા અને વિધાનસભા બેઠકોના તેના હિસ્સા અંગે ભાજપ સાથે સ્પષ્ટતા માટે આગ્રહ કર્યો છે. ચિરાગ પાસવાન સીટ વહેંચણીને અંતિમ સ્વરૂપ આપવા માટે ભાજપ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. શાહ સાથેની આજની મુલાકાતને પણ આ કવાયતના ભાગરૂપે જોવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય આ પહેલા બે વખત ચિરાગ પાસવાનને મળી ચૂક્યા છે.

ચિરાગ પણ ઇચ્છે છે કે ભાજપ તેને હાજીપુર લોકસભા બેઠક આપે, જે દાયકાઓથી તેના પિતાનો ગઢ છે, પરંતુ હાલમાં સંસદમાં પારસ તેનું પ્રતિનિધિત્વ કરે છે. ચિરાગના કાકાએ પણ આ બેઠક પર દાવો કર્યો છે કે તેઓ ચિરાગ નહીં પણ રામવિલાસ પાસવાનના રાજકીય ઉત્તરાધિકારી છે.

ભાજપ બંને પક્ષો વચ્ચે સમાધાન માટે પણ કામ કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય પણ તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પારસને મળ્યા છે. ચિરાગ પાસવાને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના તત્કાલિન સાથી નીતિશ કુમારનો વિરોધ કરવા માટે એનડીએથી અલગ થઈ ગયા હતા, પરંતુ મુખ્ય મુદ્દાઓ પર ભાજપના સમર્થનમાં રહ્યા હતા.

ફિલ્મ રિલીઝ પહેલા ગદર વિશે સની દેઓલે કર્યો ચોંકાવનારો ખુલાસો

કપિલ શર્માના શોમાં મજાક-મજાકનો સિલસિલો ચાલતો રહે છે, પરંતુ હાસ્ય અને હાસ્યમાં ઘણી ગંભીર બાબતો પણ સામે આવે છે. કપિલ શર્માના તાજેતરના શોમાં પણ કંઈક આવું જ બન્યું હતું, જ્યાં તારા સિંહ ‘ગદર 2’ના તેની સકીના સાથે સીધા સેટ પર પહોંચ્યા હતા. ખરેખર, આ વખતે સની દેઓલ અને અમીષા પટેલ તેમની આગામી ફિલ્મ ગદર 2ના પ્રમોશન માટે આવ્યા હતા.

કપિલના શોમાં સની દેઓલના મોઢામાંથી બહાર આવ્યું સત્ય?

બોલિવૂડના ઈતિહાસમાં ભારત-પાકિસ્તાન પર બનેલી તમામ ફિલ્મોમાં સની દેઓલની ગદરનું નામ ટોચ પર રહે છે. પરંતુ આ ફિલ્મની રિલીઝ પહેલા કોઈને ગદરના ભવિષ્યનો ખ્યાલ નહોતો. કપિલના શોમાં સની દેઓલે પોતે આ વિશે જણાવ્યું હતું કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ નહોતી ત્યારે તેની સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું.

ગદર સુપરહિટ થશે એવી કોઈને કલ્પના પણ નહોતી

જ્યારે સની દેઓલને શોમાં પૂછવામાં આવ્યું કે તેની ફિલ્મ રીલિઝ થવા અંગે તેને કેવું લાગ્યું. નર્વસ લાગે છે? આના પર સની કહે છે- ‘ગભરાટ છે, કારણ કે જ્યારે ગદર તે સમયે આવ્યો હતો, તે સમયે ઈન્ડસ્ટ્રીના તમામ લોકોએ અમારી સાથે ઘણું કર્યું હતું (આ દરમિયાન, સનીએ અંગૂઠો નીચે તરફ ઈશારો કર્યો અને નિરાશ ચહેરો કર્યો. .) હતી.’

અર્ચના પુરણ સિંહે સનીની આ વાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું- હે ભગવાન. આ પછી સનીએ કહ્યું- ‘પરંતુ તમે જે રીતે તેને ઉપાડ્યો, બધાએ મોં ફેરવી લીધું.’ તમને જણાવી દઈએ કે, ફિલ્મ ગદર-એક પ્રેમ કથા વર્ષ 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સની દેઓલ અને અમીષા પટેલની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. આજે પણ લોકોને આ ફિલ્મના ડાયલોગ પાણીની જેમ યાદ છે.

રાજ્યસભા ચૂંટણી: BJPના ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા, 20 જુલાઈએ શપથવિધિ

રાજ્યસભાની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેચતાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેમાં બાબુ દેસાઇ, કેસરીદેવસિંહ ઝાલા, એસ.જયશંકર રાજ્યસભાના સાસંદ બન્યા છે. તથા આગામી દિવસોમાં એટલે કે 20 જુલાઈએ આ તમામ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો ખાલી પડી હતી. જેના માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ આ વખતે કોંગ્રેસને વિધાનસભામાં પુરતી સિટો ન મળવાથી રાજ્યસભાની ચૂંટણી નિયમ અનુસાર ન લડી શકતાં આવખતે કોંગ્રેસ મેદાનમાં ન હતી. જ્યારે અપક્ષ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી હતી પરંતુ છેલ્લી ઘડીએ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેચતાં ભાજપના ત્રણે ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેઓ 20 જુલાઈએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે.


જાણો કોણ છે કેસરીસિંહ ઝાલા?

કેસરીસિંહ વર્તમાન સમયમાં ભાજપ સાથે જોડાયેલા છે. વાંકાનેરમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કાર્યરત રહેલા છે.તેમજ કેસરીસિંહ ઝાલાના પિતા દિગ્વિજયસિંહ કોંગ્રેસની સરકારમા ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા. તેઓ હાલ મંબઈમાં રહે છે. કેસરીસિંહના દીકરાના લગ્નમાં મોદીએ હાજરી પણ આપી હતી. તેમજ કેસરીસિંહ વડોદરા સ્ટેટના મહારાણી રાધિકા રાજેના ભાઈ પણ થાય છે.

જાણો બાબુભાઇ દેસાઈ કોણ છે?

બાબુભાઇ દેસાઈ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. તેઓ ઊંઝાના રહેવાસી છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા રહ્યા છે. અને તેમની પોતાની એક લોકપ્રિયતા છે. જેના કારણે તેમને કમિટેડ કાર્યકર્તા માનવામાં આવે છે. આ સાથે બાબુભાઈ દેસાઈની બિલ્ડર લોબીમાં પણ આગવી ઓળખ છે આ ઉપરાંત આ સમૃદ્ધ નેતાએ 2022 વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પરથી લડવાની તૈયારી દર્શાવી હતી પરંતુ કોઈ કારણોસર તેમને ટિકિટ અપાઈ નહોતી ત્યારે ભાજપે તેમને રાજ્યસભા ની ચૂંટણી મેદાનમાં ઉતારી તેમની વર્ષો જૂની માંગ સંતોષી હોવાનું સૂત્રો ચરચી રહ્યા છે.