નવી દિલ્હીઃ દેશમાં જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન ચોમાસામાં વીજ પડવી સામાન્ય બાબત છે, પણ જળવાયુ પરિવર્તનને કારણે દેશમાં વીજ પડવાની ઘટનાઓ ચિંતાજનક દરથી વધી રહી છે, એમ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. દેશમાં વીજ પડવાથી પ્રતિ વર્ષ 1900 લોકોનાં મોત થાય છે. દેશમાં 1967થી 2020 સુધી વીજ પડવાથી 1,01,309થી વધુ લોકો માર્યા ગયાં છે, જ્યારે 2010થી 2020 સુધી આવી ઘટનાઓ ઝડપથી વધી છે, એમ ઓડિશાની ફકીર મોહન યુનિવર્સિટીના નેતૃત્વમાં સંશોધનકર્તાઓએ કહ્યું હતું.
તેમણે રિપોર્ટમાં કહ્યું છે કે દેશમાં વીજ પડવાની ઘટનાઓમાં સતત વૃદ્ધિના સંકેત મળે છે, જેને એને જળવાયુ પરિવર્તનથી ઊભી થયેલી કુદરતી આફતોમાં એક મુખ્ય જીવલેણ આફત બને છે. વાર્ષિક આધારે આવી મોતોની સંખ્યા આ આકડાથી ક્યાય વધુ હોઈ શકે છે, કેમ કે બહુબધા લોકો ગામોમાં રહે છે, જ્યાં આવી ઘટનાઓની સૂચના પોલીસને નથી આપવામાં આવતી.
દેશમાં વર્ષ 1967થી 2002ના સમયગાળામાં રાજ્યનો સરેરાશ વાર્ષિક મૃત્યુદર 38થી વધીને 2003થી 2020 દરમ્યાન 61 થયો હતો. સંશોધનકર્તાઓના જણાવ્યા મુજબ વૈશ્વિક તાપમાનમાં વધારો એ પણ વીજ પડવાની ઘટનાઓમાં વધારાનું એક કારણ છે.ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ નવી અને આધુનિક પ્રણાલીની મદદથી હવામાન વિભાગ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને પહેલેથી જ ચેતવણી આપી દે છે. જોકે વિશ્લેષકોનું કહેવું છે કે આ સિસ્ટમને વધુ અસરકારક બનાવવાની જરૂર છે, જેથી ખેતરોમાં કામ કરતા લોકોને અને ઘેટાં-બકરાં ચરાવતા લોકોને એની સટિક માહિતી મળી રહે.


સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે.
મા નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે.
10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.
પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે.
ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે.
અહીં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.
બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ પતંગિયાઓનું આખું જીવનચક્ર નિહાળી શકે છે. પતંગિયાઓનું જીવન ઇંડાથી શરૂ થાય છે, જેમાંથી થોડાક જ સમય પછી નાનકડી ઇયળ બહાર આવે છે. ઇયળ બહાર આવ્યા પછી ખાઉધરાની જેમ ખોરાક લે છે, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પતંગિયામાં પરાવર્તિત થવા માટે તૈયાર થાય છે. તે ‘પ્યૂપા’ (ક્રિસાલિસ) તબક્કામાંથી પસાર થાય છે.
લગભગ 25 દિવસ પછી તેમાંથી એક સંપૂર્ણ પતંગિયું બનીને બહાર આવે છે. પતંગિયાઓનું આયુષ્ય 2 થી 4 અઠવાડિયાનું હોય છે, જે દરમિયાન તેઓ પરાગનયનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
બટરફ્લાય ગાર્ડનમાં ‘ઘૂઘરા’ અને ‘હાથી સૂંઢી’ નામના બે વિશિષ્ટ પ્રકારના છોડ છે, જે ફક્ત નર પતંગિયાઓને જ આકર્ષે છે.
બટરફ્લાય ગાર્ડનમાં ત્રણ ફોટો પોઇન્ટ્સ આવેલા છે, 1) સેલ્ફી પોઇન્ટ, 2) બટરફ્લાય લાઇફ સાયકલ અને 3) બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર. પ્રવાસીઓ આ પોઇન્ટ્સ પર ફોટા પાડીને પોતાના યાદગાર અનુભવો તસવીરમાં કેદ કરી શકે છે.
જેમાંના કેટલાક ખૂબજ પ્રાચીન છે. પવિત્ર શ્રાવણ માસમાં ખાડિયાના પ્રાચીન શિવાલયોને પરંપરાગત રીતે જળાભિષેક યાત્રા કાઢી પૂજા અર્ચનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઢાળની પોળમાં રહેતા શ્રેષ્ઠ ખાડિયા અભિયાન સાથે સંકળાયેલા નિશીથ સિંગાપુરવાલા
અનેક મંદિરો એકદમ પ્રાચીન અને સુંદર છે. શહેરના નાગરિક તરીકે એને જાળવવાની આપણી ફરજ છે. એ બાબતને ધ્યાનમાં રાખી અમારા ખાડિયા રાયપુરના સંગઠનોએ પ્રાચીન બાર મહાદેવને પસંદ કરી એમાં ભવ્ય રીતે પૂજા અર્ચના અભિષેક દર્શન થાય એ માટે પરંપરાગત જળાભિષેક યાત્રાનું આયોજન કર્યુ હતું.

શ્રાવણ માસમાં ખાસ ઢાળની પોળ થી પખાલીની પોળ સુધી બાર શિવાલયો માટે જળાભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં માણકેશ્વર મહાદેવ, ધોળેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ (દેવની શેરી) , પીપળેશ્વર મહાદેવ, સિધ્ધેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ (હવેલીની પોળ), ચકલેશ્વર મહાદેવ, હાટકેશ્વર મહાદેવ(ખાડિયા ગેટ), એકલિંગજી મહાદેવ, સિધ્ધનાથ મહાદેવ, જબરેશ્વર મહાદેવ, રામનાથ મહાદેવ ( પખાલીની પોળ) નો જળાભિષેક યાત્રામાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

હાલ આ નવા હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. તેઓ બેફામપણે કહે છે કે રાજ્ય સરકારની તમામ ખાતરીઓ છતાં તેમને કોઈ સુરક્ષા મળી નથી, તેઓ ભયના વાતાવરણમાં જીવવા મજબૂર છે. મણિપુર સરકારે પણ આ બાબતની નોંધ લીધી છે અને તેની સખત નિંદા કરી છે. ખુદ સરકારે માહિતી આપી છે કે હુમલામાં અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટી વાત એ છે કે આ આતંકવાદીઓ પછી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પણ હાજર હતા.
શહેરમાં પૂરના પાણીની સાથે મગરો પણ અનેક જગ્યાએ બહાર આવી ગયા હતા. તો વન વિભાગ અને ખાનગી માણસો તેમજ એન.જી.ઓ.ની મદદથી આ મગરોના રેસ્કયૂ કરવામાં આવ્યા હતા અને તેમને પાછા નદીમાં છોડવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 4 દિવસમાં આશરે 25 કરતા વધારે મગરોનું રેસ્કયૂ કરવામાં આવ્યું છે. શહેરના મકરપુરા, સમા તળાવ, સયાજીગંજ, રાત્રિ બજાર, કમાટીબાગ, MS યુનિવર્સિટી, અકોટા પોલીસલાઈન, માંજલપુર સહિતના વિસ્તારોમાંથી મગરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.
આ વર્ષે વર્ષો બાદ શ્રાવણ મહિનાની શરૂઆત અને અંત બંન્ને સોમવારથી થઈ રહ્યા છે. પાંચમાં સોમવારે સોમવતી અમાસ સાથે જ શ્રાવણ માસનું સમાપન થયું હોય તેવું છેલ્લે વર્ષ 2021માં બન્યું હતું. સોમવતી અમાસ નિમિત્તે સોમનાથમાં પણ વિશિષ્ટ આયોજન કરાયા છે. હજુ મંગળવારે પણ અમાસ છે. આ પછી હવે 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થશે જ્યારે 3 ઓક્ટોબરથી શારદીય નવરાત્રિ છે. આમ, તહેવારોની હેલી જારી રહેશે.


