અમદાવાદ: શહેરના નહેરુનગર વિસ્તારના માણેકબાગ પાસે મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદીની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી નાખી હતી. ઉલ્લેખનીય છે કે એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસોએ વેપારી પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. હવે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદમાં નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસો ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. જે બાદ પોલીસે તપાસનો ધમાધમાટ શરૂ કર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પોલીસ હત્યાના આરોપીઓની ધડપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે મધ્ય પ્રદેશથી ફાયરિંગ કરનારા 3 આરોપી અને વેપારીના કૌટુંબિક ભત્રીજાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં કૌટુંબિક ભત્રીજાએ જ સોપારી આપી વેપારીને હત્યા કરાવવાનું કાવતરૂ ઘડ્યા હોવાનું સામે આવ્યુ હતું. નોંધનિય છે કે 25 લાખ રૂપિયામાં વેપારીની હત્યાની સોપારી આપી હતી. મળતી માહિતી પ્રમાણે બે કરોડની જમીનના વિવાદને ભત્રીજાએ કાકાની હત્યાની સોપારી આપી હતી. અનુ રાજપૂત સાથે ત્રણ લોકોને 25 લાખમાં સોપારી આપી હતી. સધન તપાસ બાદ સીસીટીવીના આધારે રતલામ પાસેથી આરોપી ઝડપાયા છે. આ સમગ્ર કેસ ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: રાજ્યની આપ સરકારમાં મંત્રી રહી ચૂકેલા કૈલાશ ગેહલોતે રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. જ્યારે સોમવારે તેઓ ભાજપ સાથે જોડાઈ ચુક્યા છે. કૈલાશ ગેહલોત દિલ્હીમાં આમ આદમી પાર્ટીમાં ગૃહ, પરિવહન, આઈટી અને મહિલા અને બાળ વિકાસ સહિત ઘણા મોટા વિભાગોનો હવાલો સંભાળતા હતા.કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા ત્યારે દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ તેમનું સ્વાગત કર્યું હતું. સચદેવાએ કહ્યું કે કૈલાશ ગેહલોત યુવા અને ગ્રામીણ વિસ્તારોમાં તેમના ઉત્તમ કાર્ય માટે જાણીતા છે. ગામડાઓના જાણીતા ચહેરા તરીકે કૈલાસ ગેહલોત ભાજપમાં જોડાયા છે.
ગેહલોતે આ પ્રસંગે કહ્યું કે, ‘હું કોઈપણ દબાણ વગર ભાજપમાં જોડાયો છું. હું સેવા કરવા માટે રાજકારણમાં આવ્યો હતો. હવે ભાજપ દ્વારા મને જે પણ ભૂમિકા આપવામાં આવશે હું તે ભજવીશ.’કૈલાશ ગેહલોતે પોતાના પર લાગેલા આરોપો વિષે સ્પષ્ટતા કરતા કહ્યું, ‘આમ આદમી પાર્ટી છોડીને જવું સરળ નહોતું. આપમાં પરિસ્થિતિ અનુકુળ ન હતી. પાર્ટીમાં આત્મવિશ્વાસ ડગમગી ગયો હતો.’ તેમણે વધુમાં કહ્યું, ‘ED અને CBIના દબાણની વાત ખોટી છે. હું કોઈના દબાણમાં આવીને નિર્ણય લેતો નથી. દરેક મામલે કેન્દ્ર સાથે ટકરાવ ખોટો છે. મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. તેમને વધુમાં કહ્યું હતું કે હું પ્રામાણિક રાજનીતિના કારણે જ પાર્ટીમાં જોડાયો હતો, હવે તે નથી રહી.
બ્રાઝિલમાં જી-20ની બેઠક શરૂ થવાની છે. આ બેઠક પહેલા જ ભારતે આખી દુનિયાને પોતાની તાકાત બતાવી છે. ભારત, એક રીતે, વિશ્વના સૌથી શક્તિશાળી જૂથોમાંના એક G20નું બોસ બની ગયું છે. ભારત આ જૂથમાં સમાવિષ્ટ તમામ દેશોના વિકાસનું એન્જિન બની ગયું છે. અમે અહીં આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે હાલમાં G20 દેશોમાં ભારતનો વિકાસ સૌથી વધુ છે. જ્યારે ભારતને આ શક્તિશાળી સમૂહની બેઠકમાં સામેલ કરવામાં આવશે તો તેની સ્થિતિ અલગ હશે. ખાસ વાત એ છે કે અમેરિકાથી યુરોપ સુધીના તમામ દેશોની જીડીપી વૃદ્ધિ ભારત કરતા ઘણી ઓછી છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આ ગ્રુપમાં સામેલ ભારત અને અન્ય દેશોનો વિકાસ દર શું છે?
ભારત ટોચ પર છે
G20 દેશોની યાદીમાં આર્થિક વૃદ્ધિના મામલામાં ભારત નંબર વન જોવામાં આવે છે. IMFના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2024માં ભારતનો વિકાસ દર 7 ટકા રહી શકે છે. આ વૃદ્ધિ દર વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. તે પછી ઇન્ડોનેશિયા છે. જેની વૃદ્ધિ 5 ટકા આંકવામાં આવી છે. ચીનનો વિકાસ દર ત્રીજા સ્થાને છે, જે 4.8 ટકા રહેવાનો અંદાજ છે. આ યાદીમાં રશિયા ચોથા નંબર પર જોવા મળે છે. જેનો વિકાસ દર 3.6 ટકા રહેવાનો અંદાજ છે.
યુએસ અને બ્રાઝિલનો અંદાજ
તે જ સમયે, ત્રણ દેશો આ રીતે જોવામાં આવી રહ્યા છે. જેનો વિકાસ દર 3 ટકા હોઈ શકે છે. જેમાં Türkiye, આફ્રિકન ક્ષેત્ર અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આ વખતે બ્રાઝિલ જી-20 દેશોની બેઠકનું આયોજન કરી રહ્યું છે. બીજી તરફ, બે દેશો એવા છે કે જેનો વિકાસ દર 2 ટકા અથવા તેનાથી વધુ હશે, પરંતુ 3 ટકાથી ઓછો હશે. જેમાં કોરિયા અને અમેરિકાનો સમાવેશ થાય છે. અમેરિકાની વૃદ્ધિ 2.8 ટકા રહેવાનો અંદાજ છે. બીજી તરફ કોરિયાનો વિકાસ દર 2.5 ટકા રાખવામાં આવ્યો છે.
એવા ઘણા દેશો છે જેમની વૃદ્ધિ 2 ટકાથી ઓછી રહેવાનો અંદાજ છે, પરંતુ તે 1 ટકાથી વધુ જોવા મળી રહ્યો છે. મેક્સિકો અને સાઉદી અરેબિયામાં 1.5 ટકાનો વિકાસ દર જોવા મળી શકે છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગડમ, યુરોપિયન યુનિયન અને ફ્રાન્સની અર્થવ્યવસ્થા 1.1 ટકા પર જોવા મળી શકે છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો વિકાસ દર 1.2 ટકા અને કેનેડાનો વિકાસ દર 1.3 ટકા અંદાજવામાં આવ્યો છે.
આ દેશની જીડીપી માઈનસમાં જઈ રહી છે
G20 દેશોમાં એક એવો દેશ છે જેની વૃદ્ધિ માઈનસ અંદાજવામાં આવી છે. આ દેશ બીજું કોઈ નહીં પણ આર્જેન્ટિના છે. જેની વૃદ્ધિનો અંદાજ -3.5 ટકા છે. બીજી તરફ, જર્મની યુરોપના સૌથી મોટા દેશોમાંનો એક છે અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. જેની વૃદ્ધિ 0 ટકા રહી શકે છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા જાપાનની સ્થિતિ પણ ખૂબ જ ખરાબ દેખાઈ રહી છે અને તેનો વિકાસ દર આ વર્ષે 0.3 ટકા અને ઈટાલીનો વિકાસ દર 0.7 ટકા રહી શકે છે.
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ અને RSSની તુલના ઝેરથી કરી હતી. તેમણે બંનેને રાજકીય રૂપે સૌથી ખતરનાક ગણાવ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર પૂરો થવાના ઠીક એક દિવસ પહેલાં સાંગલીમાં એક જનસભાને સંબોધિત કરતાં ઝેરીલા સાપને મારવાનું ઉદાહરણ આપ્યું હતું.
દેશમાં જો કોઈ રાજકીય રીતે સૌથી ખતરનાક છે તો તે ભાજપ-RSS છે. આ બંને ઝેર સમાન છે. જો કોઈ વ્યક્તિને સાપ કરડે તો તે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ઝેરી સાપને મારી નાખવો જોઈએ, એમ તેમણે કહ્યું હતું
સાંગલીમાં રવિવારે એક ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ-RSS વિશે એવી વાત કરી કે હંગામો થઈ ગયો. એટલું જ નહીં, ખડગેએ પીએમ મોદી માટે વાંધાજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.
मणिपुर यहाँ जल रहा है, पर मोदी जी पहले महाराष्ट्र में चुनावी रैलियाँ कर रहें थे, अब विदेश में घूम रहें हैं !
PM મોદી પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે, આ દેશના PMને પસંદ કરવાની ચૂંટણી નથી, પરંતુ પીએમ મોદીની સત્તાની ભૂખ હજુ સંતોષાઈ નથી. હવે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન પર રાજકીય જંગ છેડાઈ ગયો છે.
ભાજપ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ચૂંટણીમાં પ્રચાર કરનારા નેતાઓની સંખ્યા તેના ઉમેદવારોની સંખ્યા કરતાં વધારે છે. PM મોદી સંઘર્ષ સામે ઝઝૂમી રહેલા મણિપુરની મુલાકાત ન લેતા વિદેશ યાત્રા કરવામાં વધુ વ્યસ્ત છે.
મણિપુર: ભારતના આ ઉત્તર-પૂર્વીય રાજ્યમાં ફરી એકવાર હિંસાની આગ સળગી રહી છે. કેન્દ્રએ પૂર્વોત્તર રાજ્યમાં સુરક્ષા-કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 5,000થી વધુ કર્મચારીઓ સાથે 50 CAPF કંપનીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે. તેમાંથી 35 યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને બાકીના બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના હશે. સી.આર.પી.એફ.ના મહાનિર્દેશક એ.ડી. સિંહ અને અન્ય વરિષ્ઠ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) અધિકારીઓ પણ રાજ્યમાં હાજર છે.આ દરમિયાન મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહે સોમવારે સાંજે 6 વાગ્યે એન.ડી.એ.ના મંત્રીઓ અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે. અધિકારીઓએ કહ્યું કે આ બેઠક એટલા માટે બોલાવવામાં આવી છે જેથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી શકાય. આ સમગ્ર ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે NPPના સાત ધારાસભ્યોએ ભાજપની આગેવાની હેઠળની સરકારને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. એન.પી.પી.એ દાવો કર્યો હતો કે રાજ્યની બિરેનસિંહ સરકાર પૂર્વોત્તર રાજ્યમાં સમસ્યાનો ઉકેલ લાવવામાં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઈ છે.ભાજપ પાસે 32 ધારાસભ્યો સાથે બહુમતી છે. એન બિરેન સિંહની આગેવાની હેઠળની સરકારને પાંચ નાગા પીપલ્સ ફ્રન્ટ ધારાસભ્યો અને છ જે.ડી.યુ. ધારાસભ્યોનું સમર્થન પણ છે.
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ કરી લેવામાં આવ્યો હતો. પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાન મરીનની નાપાક હરકત પાકિસ્તાન મરીન સિકયુરીટી ગાર્ડ દ્વારા અવાર નવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી. ગઇકાલે રવિવાર રાત્રીના સમયે ભારતીય જળ સીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું. ફાયરીગને લઇ ઓખાની બોટે જળ સમાધી લઇ લીધી હતી. આ બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. માછીમારોને બપોર બાદ ઓખા બંદરે લવાશે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો મહોલ જોવા મળી રહ્યો છે. આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.
મણિપુર: રાજ્યમાં હિંસા વચ્ચે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાને પત્ર લખીને સમર્થન પરત લેવાનું એલાન કરી દીધું છે. NPPએ કહ્યું છે કે, ‘મુખ્યમંત્રી પરિસ્થિતિ સુધારવામાં નિષ્ફળ રહ્યા છે. એટલા માટે તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પરત લઈ રહ્યા છે.’
નેશનલ પીપલ્સ પાર્ટીએ પત્રમાં લખ્યું છે કે, “અમે સરકારને રાજ્યની હાલની સ્થિતિ કાયદો-વ્યવસ્થા પર પોતાની ચિંતા વ્યક્ત કરવા માગીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં અમે રાજ્યની સ્થિતિને વધુ ખરાબ થતા જોઈ છે. જેમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા. રાજ્યમાં લોકો ખૂબ પીડામાંથી પસાર થઈ રહ્યા છે.’વધુમાં કહ્યું કે, ‘અમે દૃઢતાથી અનુભવ કરી રહ્યા છીએ કે મુખ્યમંત્રી બીરેનના નેતૃત્વવાળી મણિપુર સરકાર રાજ્યમાં ઉત્પન્ન થયેલા સંકટનું સમાધાન કરવામાં અને સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા પીપલ્સ પાર્ટીએ નિર્ણય લીધો છે કે તેઓ મણિપુરમાં બીરેન સિંહના નેતૃત્વવાળી સરકારમાંથી તાત્કાલિક અસરથી પોતાનું સમર્થન પરત લઈ રહી છે.’
શું તમને ખબર છે કે આજકાલ ગુજરાતની એક દીકરી પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા માટે વડોદરાથી લંડનની યાત્રાએ નીકળી છે? હા, નિશાકુમારી નામની આ યુવતી ગઇ 23 જૂને વડોદરાથી સાયકલ યાત્રા પર લંડન જવા માટે નીકળી છે. હાલમાં એ કઝાકિસ્તાનમાં છે. ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરોની ચેતવણી આપવા માટે નિશાકુમારીની યાત્રાનું સ્લોગન પણ ‘ચેન્જ ધ ક્લાઇમેટ ચેન્જ’ છે. નિશાએ 27 વર્ષની ઉંમરે એવરેસ્ટ સર કર્યો હતો અને હવે 28 વર્ષની ઉંમરે દુનિયાના સૌથી લાંબા રોડ પર સાઈકલ લઈને ભારતથી લંડન જવા માટે નીકળી છે. લગભગ 15,000 kmના આ અંતરમાં નિશા કુમારી 16 દેશોની મુલાકાત લેશે છે અને આ રૂટમાં 200થી વધુ શહેરોને આવરી લેશે. યાત્રા દરમિયાન નિશાની સાથે તેમના કોચ નિલેશ બારોટ પણ કાર લઈને ચાલી રહ્યા છે.
આખરે કેમ નિશાકુમારીએ આ સાયકલ યાત્રા કરવાનું વિચાર્યું? તેમનું બેગ્રાઉન્ડ શું છે? તેમને કોના તરફથી સપોર્ટ મળી રહ્યો છે?
આવાં જ કેટલાંક સવાલોના જવાબ મેળવવા માટે ચિત્રલેખા.કોમ એ નિશાકુમારી સાથે વાતચીત કરી.
બેકગ્રાઉન્ડ
નિશાના પિતાજી એરફોર્સમાં હતા. જન્મ દિલ્હીમાં અને પિતાજીની નોકરીના કારણે ઉછેર અલગ-અલગ શહેરોમાં થયો. કોલેજનો અભ્યાસ વડોદરામાં. ગણિત વિષય સાથે એમ.એસ.યુનિવર્સિટીમાંથી B.Sc. અને M.Sc. કર્યું. પરિવારમાં માતા-પિતા અને બે મોટાં ભાઈઓ. પિતાજીના દેહાંત પછી હવે માતા અને બે ભાઈઓ સાથે રહે છે.
સૌપ્રથમ વખત ધોરણ-10માં હતી ત્યારે ટ્રેકિંગના અનુભવ પછી એને આ ફિલ્ડમાં રસ જાગ્યો.
નિશાનું કહેવું છે કે “સ્પોર્ટ્સના ફિલ્ડમાં ખાસ કરીને છોકરીઓને પ્રોત્સાહન મળવું જોઈએ. કંઈ નહીં તો સેલ્ફ ડિફેન્સ તો તેમને આવડવું જ જોઈએ. આ જ સંદેશ સાથે મેં ગુજરાતની અનેક શાળાઓમાં જઈને બાળકીઓ માટે કેમ્પ કર્યા હતા. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં, ત્યારે એક દિવસ એક છોકરીએ મને પૂછી લીધું કે તમે અમને સંદેશ આપવા માટે આવો છો. પરંતુ જીવનમાં તમે એવી કઈ સિદ્ધિ મેળવી છે જેના કારણે તમે અમને સંદેશ આપો છો કે અમે તમારી વાત સાંભળીએ.”
એક ગામડાની છોકરી દ્વારા પૂછવામાં આવેલાં આ સવાલથી જ નિશાને પોતાના અસ્તિત્વને લઈને પ્રશ્નો ઉભા થયા, કે ખરેખર મેં મારા જીવનમાં શું અચિવમેન્ટ કર્યું છે? એ વખતે પણ નિશા માઉન્ટેનેરિંગ અને ટ્રેકિંગ તો કરતી જ હતી, પણ સવાલનો જવાબ મેળવવા તેણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું નક્કી કર્યું. લગભગ સાત વર્ષ સખત મહેનત કરીને તૈયારી કરી. વચ્ચે વચ્ચે બીજા નાના-મોટાં માઉન્ટેન પણ સર કર્યા. વર્ષ 2023માં તેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો.
જો કે તેના જીવનમાં બનેલી એક ઘટનાએ તેને હચમચાવી દીધી.
માઉન્ટ મનાસલી પર જ્યારે તે ક્લાઈમ્બિંગ કરવા ગઇ ત્યારે ત્યાં અચાનક એવલાન્ચ એટલે કે બરફનું તોફાન આવ્યું હતું. જેમાં તેના સાથીઓ અને ગાઈડ શેરપા બરફમાં દટાઈ ગયા હતા. આ ઘટના સ્થળથી તે માત્ર 200 થી 300 મીટર જ દૂર હતી. લગભગ 7,000 ફૂટની ઉંચાઈએ બનેલી આ ઘટનામાં જ્યારે નિશા ફસાઇ હતી તે સમયે થયેલાં અનુભવ તેના જીવનની સૌથી ભયાનક યાદોમાંનો એક છે. ચાર દિવસ બાદ જીવના જોખમે તે નીચે પાછી ફરી.
નિશાકુમારીનું કહેવું છે, “ગ્લોબલ વોર્મિંગના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સામાન્ય રીતે અમે લોકો જે સિઝનમાં માઉન્ટ ક્લાઈમ્બિંગ કરવા માટે જઈએ છીએ, તેનો અભ્યાસ કરીને હવામાન વિભાગના સલાહ-સૂચન બાદ જ પ્રવાસનું પ્લાનિંગ કરીએ છીએ. તેમ છતાં જો બરફના તોફાનો આવી રહ્યા છે તો તેના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે. આપણે મનુષ્યો કુદરતને પુષ્કળ પ્રમાણમાં નુક્સાન પહોંચાડી રહ્યા છીએ. પરિણામે કુદરત પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી રહી છે. આ જ સંદેશને સમગ્ર દુનિયામાં પહોંચાડવા માટે હું વડોદરાથી લંડન સુધી સાયકલ યાત્રાએ નીકળી છું. આ દરમિયાન માર્ગમાં આવતા દરેક દેશ, દરેક શહેરમાં જવાબદાર નાગરિકો સુધી હું પોતાની વાત પહોંચાડી રહી છે. જ્યાં તક મળે છે ત્યાં રસ્તામાં વૃક્ષારોપણ પણ અમે કરી રહ્યા છીએ.”
એનું એક તાજું ઉદાહરણ નિશાએ પોતાની યાત્રા દરમિયાન ઉઝકેબિસ્તાનમાં પણ જોયું.
એ કહે છે, “અહીં 1977માં એક એરિયલ સી હતું. જ્યાં એક સમયે ભરપૂર માત્રામાં દરિયાઈ જીવો રહેતા હતા. તેમાં શીપ ચાલતા હતા. હવે આ જગ્યા સાવ સૂકાઈ ગઈ છે. તેમાં એક માછલી જોવા મળતી નથી અને નામ માત્રનું પાણી બાકી રહ્યું છે. બાકીનો વિસ્તાર સાવ કોરાં રણ સમાન બની ગયો છે. જે ખરેખર એક ચિંતાનો વિષય છે.”
નિશાની સમગ્ર યાત્રા દરમિયાન ચીનમાં થોડાંક ખરાબ અનુભવો પણ થયા છે. તેને ચીનથી પાછા નેપાળ ડિપોર્ટ કરી દેવામાં આવી હતી. જ્યાંથી તેમને ફરી વિઝાની પ્રોસેસ કરીને ચીનમાં પ્રવેશ કરીને કીર્ગિઝસ્તાનમાં પ્રવેશ કર્યો હતો. ચીનમાં નિશા અને તેમના કોચ નિલેશ બારોટને તંત્ર તરફથી કડકાઈ, અવિશ્વાસ, શંકા, અસહયોગ જેવા અનુભવ થયા હતા. ચીનના વર્તનના કારણે નિશાના પ્રવાસમાં અનેક અડચણો આવી. તેનો સમય અને નાણા બંન્ને વેડફાયા છે એના કારણે હાલ તે પોતાના નિર્ધારીત શિડ્યૂલ કરતા પાછળ ચાલી રહી છે અને સાથે જ ફંડની અછતનો પણ સામનો કરી રહી છે.
22મી નવેમ્બર સુધીમાં નિશા રશિયામાં પ્રવેશ કરશે અને લગભગ દોઢ મહિના બાદ તે લંડન પહોંચવા માટેનો ટાર્ગેટ રાખી રહી છે. ભારતમાં માઉન્ટેન ગર્લ તરીકે પ્રખ્યાત નિશાકુમારી હાલમાં તો જે રૂટ, જે શહેર કે જે દેશમાંથી પસાર થઈ રહ્યાં છે ત્યાં સૌને વૃક્ષો વાવો અને કુદરતને બચાવવાનો સંદેશ આપી રહી છે.
મુંબઈ: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે. આ કપલના અલગ થવાની વાતો સતત ચાલી રહી છે, પરંતુ અભિષેક બચ્ચનથી લઈને સમગ્ર બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય આ મુદ્દે મૌન સેવી રહ્યા છે. એક સમયે બોલિવૂડનું પાવર કપલ કહેવાતા અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય હાલમાં એક વીડિયોમાં સાથે જોવા મળે છે અને આ વીડિયો તેમની પુત્રી આરાધ્યા બચ્ચનના જન્મદિવસની ઉજવણીનો છે. સામે આવેલા આ વીડિયોમાં એક પાર્ટી થઈ રહી છે, જેમાં જયા બચ્ચન પણ ઉત્સાહિત જોવા મળી રહી છે, પરંતુ વીડિયોને લઈ એક કન્ફ્યુઝન ઉભું થયું છે.
Mumbai : Actress Aishwarya Rai with her daughter arrive at Mukesh Ambani’s residence ‘Antilia’ to attend the Ganesh Chaturthi celebrations, in Mumbai on Tuesday, September 19, 2023. (Photo: IANS)
આરાધ્યા માટે પરિવારનો પ્રેમ વીડિયોમાં દેખાઈ રહ્યો છે
સામે આવેલા આ વીડિયોમાં તમે આરાધ્યા બચ્ચનની બર્થડે પાર્ટીનું દ્રશ્ય જોઈ શકો છો. ઐશ્વર્યા સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિષેક બચ્ચન પણ તેની પાછળ સફેદ હૂડીમાં ઉભો છે. ઐશ્વર્યા પોતાના હાથે કેક કાપી રહી છે. જયા બચ્ચન પણ તેની બાજુમાં વાદળી આઉટફિટમાં ઉભેલી જોવા મળે છે. આરાધ્યા પણ સંપૂર્ણ સફેદ આઉટફિટમાં છે. પિતા, માતા અને પુત્રી, ત્રણેએ ટ્વિનિંગ કર્યું છે. ઐશ્વર્યા પોતાના હાથ વડે કેક પર મીણબત્તીઓ પ્રગટાવે છે અને પછી આરાધ્યા કેક કાપે છે. આખો પરિવાર એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે. આ વિડિયો જોયા બાદ લોકો વિચારી રહ્યા છે કે આ વિડિયો તાજેતરમાં જ બર્થડે સેલિબ્રેશનનો છે, પરંતુ એવું નથી. આ વીડિયો ઘણા વર્ષો જૂનો છે, જ્યારે સમગ્ર બચ્ચન પરિવારે આરાધ્યાનો જન્મદિવસ એકસાથે સેલિબ્રેટ કર્યો હતો અને તેના વિશે કરવામાં આવી રહેલા દાવાઓ પણ ખોટા છે.
બચ્ચન પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિએ અભિનંદન પાઠવ્યા હતા
તમને જણાવી દઈએ કે, આરાધ્યા બચ્ચનનો જન્મ 16 નવેમ્બર 2011ના રોજ થયો હતો. આવી સ્થિતિમાં, બે દિવસ પહેલા જ આરાધ્યા બચ્ચનનો જન્મદિવસ હતો, પરંતુ જન્મદિવસની ઉજવણીની કોઈ તસવીરો અને વીડિયો સામે આવ્યા ન હતા. મોટી વાત એ છે કે આ વખતે પિતા અભિષેકે પણ આરાધ્યા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી નથી. પાપા અભિષેક દર વર્ષે દીકરી આરાધ્યા માટે ખાસ પોસ્ટ શેર કરતા હતા, પરંતુ આ વખતે તેમના સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ દેખાઈ નથી, જેના પર લોકો સવાલ કરી રહ્યા છે કે તેમણે તેમની દીકરીને તેના જન્મદિવસ પર શા માટે શુભેચ્છા ન આપી. જો કે આ વખતે ઐશ્વર્યા રાયે પણ આરાધ્યા બચ્ચન માટે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ નથી કરી, પરંતુ અમિતાભ બચ્ચને ખૂબ જ સુંદર વીડિયો પોસ્ટ કરીને તેમની પૌત્રીને અભિનંદન પાઠવ્યા છે.
પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ધારપુર મેડીકલ કોલેજના 15 સિનિયર સ્ટુડન્ટ્સ સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ કોલેજ દ્વારા તમામ 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ થયાનું સ્પષ્ટ થયા બાદ કોલેજના સત્તાધીશો બચાવ કરતા કહ્યું હતું કે, અમારા દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને સમયાંતરે રેંગિંગ બાબતે જાગૃત કરવામાં આવે છે.
શનિવારે રાત્રે પાટણ-ઊંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કોલેજમાં દોડી આવી હતી. યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. યુવક એમબીબીએસ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું હતું ત્યારે બેહોશ થઈને મોતને ભેટ્યો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
આ ઘટનામાં 15 સિનિયર સ્ટુડન્ટ્સને સસ્પેન્ડ કરાયા બાદ તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ભોગ બનનાર વિદ્યાર્થી સહિત કેટલાક વિદ્યાર્થીઓને આશરે સાડા ત્રણેક સતત ઊભા રાખી ગીતો ગવડાવી અને ડાન્સ કરાવી તથા ગાળો બોલી રૂમની બહાર ન જવા દઇ માહોલની મજા લઈ માનસિક તથા શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક અનિલ મેથાણિયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે. અને એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો.