દયાળુ બનો, કેમ કે દરેક પાસે હતાશ જીવન છે

મારી માતા, જેને મિત્રો અને પરિવારના લોકો વિશ્વની સૌથી ગભરુ અને સારસંભાળ કરતી વ્યક્તિના રૂપમાં યાદ કરે છે. તેમણે જિંદગીના છેલ્લા કેટલાક મહિનાઓ કેન્સરપીડિત તરીકે વિતાવ્યા હતા, પણ તેઓ ગમેએટલાં બીમાર હોય, સવારે સૌથી પહેલાં બારીએ પક્ષીઓને બાજરો (જાર) નાખવાનું નહોતાં ભૂલતાં. તેઓ કહેતાં  કે તેમના દિવસનો સૌથી આનંદિત હિસ્સો પથારીમાં સૂવાનું અને રોજેરોજ પક્ષીઓની ઊછળકૂદ જોવાનું હતું. સૌથી પહેલાં કબૂતરો આવશે અને એકબીજાની સાથે મસ્તી કરતાં ઊછળકૂદ કરશે. અને ચણવા કરતાં વધુ સમય એકમેક સાથે લડાઈ કરવામાં વિતાવશે. અન્ય પક્ષીઓ પણ માટે દાણા મારી માતા નાખતી હતી, જેથી દાણા ખાવા ચકલીઓ, કાબર આવતી… અને અહીંતહીં કૂદાકૂદ કરીને દાણા ચણતી અને જાદુઈ રીતે ગાયબ થઈ જતી.

મારી સવાર એક શાવર લેવાથી શરૂ થતી. મારું બાથરૂમ બગીચા પાસે છે અને ત્યાં કીડીઓ હતી અને કીડીઓ તડકાથી અને વરસાદથી બચવા રસ્તો બનાવી લીધો હશે. એટલે નહાતાં પહેલાં હું થોડું પાણી દીવાલો અને ફર્શ પર નાખતી, જેથી કીડીઓ બચવા માટે ભાગી જતી હતી. આ જ રીતે મારી પાંચ વર્ષની દોહિત્રી અનસૂયા હંમેશાં ગોકળગાય, અળસિયાં વગેરેને કાળજીથી ઉઠાવતી અને ઘાસમાં મૂકી આવતી. જેથી આ જીવો આગળ ના વધે અને ફરી ભાગી ના જાય.

ત્યાર બાદ હું મારા ગુરુ માટે  પ્રસાદમાં સૂજીનો હલવો બનાવતી હતી- એ લોકો અને પ્રાણીઓમાં વહેંચવામાં આવતો હતો. જે વાસણમાં હલવો બનાવતી, એને પાણીથી ધોવામાં આવતું અને એ પાણીને કુમળા તડકામાં ફૂટપાથ પર મૂકવામાં આવતું, જેથી કીડીઓ એની અંદરના નાના ટુકડા ઉઠાવી શકે.

શું તમે દરરોજ મને પાણી આપી શકો?  

જ્યારે મે મારાની બાગમાં એક ઘર બનાવ્યું, મોં દીવાલની બહાર એક નળ લગાવી દીધો. જેથી ત્યાથી પસાર થનાર વ્યક્તિ ચોખ્ખું પાણી પી શકે. આ ઉપરાંત ત્યાં પ્રાણીઓ માટે એક હંમેશા એક વાસણમાં પાણી ભરેલું રહેતું હતું. કેટલાક વર્ષ પહેલાં હું રાત્રે ડિનર માટે બહાર જઈ રહી હતી, ત્યારે મેં એક વ્યક્તિને વ્હીલચેર પર વ્યથિત થઈને બેઠેલી જોઈ. મેં એને પૈસા આપવા માટે અટકાવી. તેણે કહ્યું કે મને ખરેખર બહુ પૈસાની જરૂર નથી, પણ શું તમે દરરોજ મને પાણી આપી શકો?  તે દરરોજ સવારે પાણી લેવા આવતો અને એની આવી નાની બાબતે હામી ભરવા બદલ આભાર વ્યક્ત કરતો.

લોકડાઉન દરમ્યાન હજારો લોકોને કોવિડે જોખમમાં મૂકી દીધા હતા. ખુદ ભૂખ્યા રહેવાનું જોખમ લીધું, રાત્રે બહાર જવાનું જોખમ ઉઠાવ્યું અને પોલીસને અરજ કરી અને રસ્તા પર રહેતાં રખડતાં પ્રાણીઓને ખવડાવવા માટે એમના ભોજનના સ્રોત- ઢાબા, મેરેજ હોલ, કચરા, હોટેલ, રસ્તા પરના લોકો ગાયબ થઈ ગયા હતા. આમાંથી કેટલાય ફીડર પોતાની નોકરી ગુમાવી ચૂક્યા હતા. એમાંથી કેટલાયની સાથે સમાજના સંસ્થાના લોકોએ દુર્વ્યવહાર (જાતીય સતામણી) કર્યો હતો. જે કંઈ પણ નહીં કરવા માટે કંટાળી ગયા હતા. હું તેમને એક લાખ વાર સલામ કરું છું. તે ભારતની કરોડરજ્જુ છે. એક એવું ભારત જે દયાભાવ માટે જાણીતું છે, શું કોઈ અન્ય દેશમાં આવું થયું હશે?  ક્યારેય નહીં, આપણે પોતે એ ભાવ જગાડવો જોઈએ.

દયાભાવ કે કરુણા શું છે?  દયાભાવ એ અસાધારણ યોગ્યતા છે કે જે કોઈ અન્યના દર્દને અનુભવ કરી શકે છે- પ્રકાશને જોવાની ક્ષમતાના રૂપમાં ચમત્કારિક. જો કોઈ અન્યનાં દુઃખદર્દ માટે માત્ર ધ્યાન આપવા અને દુઃખની તુલનાએ વધુ છે. એ સહાનુભૂતિ છે, પણ કરુણાનો અર્થ એ દુઃખને અનુભવવાનો અને એ વ્યક્તિની પીડાને ઓછી કરવાનો છે. પ્રાણીઓનાં દુઃખદર્દ જાણવા અઘરાં છે, કેમ કે આપણે એમની દુર્દશા પર ધ્યાન નથી આપતા. જેમ કે બચ્ચાં નિયમિત રૂપે એમની માથી, તરસ્યા પક્ષીઓથી અલગ થઈ જાય છે, ધોમધખતી ગરમી હોય અથવા હજ્જરો-લાખો જીવડાં, પક્ષીઓ, વાંદરાઓ અને ખિસકોલીઓ અને ભગવાન જાણે અસંખ્ય જીવો  પોતાના ઘરથી બેઘર થઈ જાય છે, જ્યારે આપણે એક સુંદર રિસોર્ટ બનાવવાનો નિર્ણય કરીએ છીએ.

પ્રાણીઓની અવગણના કેમ કરવામાં આવે છે, એ એ લોકો માટે દયાભાવ રાખવો ઘણો મુશ્કેલ છે, જેને તમે પ્રેમભાવ ના રાખી શકો અથવા તમે સૌથી વધુ અસુંષ્ટ છો. તમે કીડીઓને પ્રેમ ના કરી શકો, કેમ કે તમે ચાલતી વખતે એના પર ધ્યાન ના આપી શકો. એ દર્શાવે છે કે જ્યારે કૂતરાઓ બાંધેલા હોય છે અને માંસ માટે બજારોમાં વેચવામાં આવે છે, એવું આપણે સાંભળીએ છે ત્યારે આપણને મનમાં તેમના પ્રત્યે દયાભાવ થાય છે, તેમ છતાં આપણી આંખોમાં આંસુ નથી આવતાં, જ્યારે આપણી માછલીઓની સ્ટોલ પાસેથી પસાર થઈ જઈએ છીએ.

જેમ આપણે ગણિત, ઇતિહાસ અથવા ફ્રેન્ચ શીખીએ છીએ, તેવી જ રીતે દયાભાવ એવી બાબત છે, જેને શીખવાડી અને પેદા કરી શકાય છે. બૌદ્ધ ભિક્ષુ અને લેખક મેથ્યું રિકાર્ડનું કહેવું છે કે આપણાં મગજ બગીચા જેવા છે, જો એને અપ્રકાશિત છોડી દઈએ અથવા મોસમથી સૌથી વધુ પ્રભાવિત થાય છે.  હવામાં જે બીજ હોય છે-કેટલાંક વધશે અને કેટલાંક ખરાબ થઈ જશે અને છેલ્લે પરિણામ આપણી પસંદગીનું નહીં આવે.

આપણે દયાભવ, દયાભાવનાના વિચારો અને દયાભાવના રાખવા માટે પ્રયાસો કરવા પડશે. આપણે અન્ય લોકો (આપણી આસપાસના)માં પણ દયાભાવના જાગ્રત કરવી પડશે. આપણે લોકોમાં કરુણા જાગ્રત કરવા માટે બગીચાના માળી બનવું પડશે.

આમ તો દયાભાવ એ તો બિચારાની એટલે કે નબળાઈની નિશાની છે, જોકે એ સાહસનું ચરમ સ્વરૂપ છે. એ માત્ર સાહસ છે, જે આપણને ઊંડી વેદના અને પીડાનો અનુભવ કરાવે છે. ગ્રાફિકસ અને હેરાનગતિઓની ઇમેજીસ અથવા પરિસ્થિતિઓને દર્શાવતાં ચિત્રોને દૂર કરવા બહુ સરળ છે. દાખલા તરીકે વૃદ્ધાશ્રમો, હોસ્પિટલોસ પશુ આશ્રયો અને અનાથાલયોમાં કોઈ સ્વચ્છાએ જવાનું પસંદ નહીં કરે, કેમ કે એ બધી જગ્યાઓએ જઈને મન દુખી થઈ જાય છે. દયા ભાવ એ માત્ર જોવાથી ઉત્પન્ન થાય છે. દયાભાવ જગાવવા માટે સતત દુખી થતી ચીજવસ્તુઓ ધ્યાનમાં આવવી જોઈએ, જેથી વ્યક્તિને તાલીમ આપવી પડે. અહીં કેટલાંક સરળ દૈનિક દયાભાવ જગાવા માટે ઉપાયો સૂચવવામાં આવ્યા છે.

 • જો તમને ગરમી દરમ્યાન તરસ લાગતી હોય તો ધ્યાન આપો કે આટલી સરળતાથી બીજા પાસે પાણી ના પણ પહોંચતું હોય. તમારી બારી, બગીચા અથવા પક્ષીઓ માટે ટેરસ પર કે કૂતરા-બિલાડીઓ માટે તમારા ગેટ પાસે એક સ્વચ્છ વાસણમાં ઠંડું પાણી ભરેલું રાખો.
 • નાનાં બિસ્કિટનાં પેકેટ સરળતાથી મળી છે, તમારી કારમાં બિસ્કિટનાં પેકેટ રાખો અને એને ભૂખ્યા, બેઘર લોકો એટલે કે જરૂરિયાતમંદ લોકોને આપો.
 • કપડાં (જૂનાં) અને ઢાબળા –જેની તમારે જરૂર ના હોય એ શિયાળામાં જરૂરિયાવાળા લોકો-પ્રાણીઓને વહેંચો.
 • કોઈ પણ ક્રૂરતા પેદા થાય એવી ચીજવસ્તુ જેમ કે પ્રાણીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યાં શેમ્પુ, ચામડાની ચીજવસ્તુ કે જે ગાય-ભેંસને મારે છે, પ્રાણીઓના વાળથી બનેલા બ્રશ, પક્ષીનાં પીંછાંથી બનેલા તકિયા, માંસ પ્રાણીજન્ય પદાર્થો અને ફર જેવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ.
 • તમે ફળ ખાઈને આનંદ લો, પણ વાંદરાઓ અને પક્ષીઓને જીવિત રહેવા માટે એની જરૂર હોય છે, એટલે તમારા બગીચામાં ખાસ કરીને ફળો માટેનાં ઝાડ લગાવો.
 • પેસ્ટ કન્ટ્રોલ એ શબ્દ બહુ વ્યવસ્થિત છે, પણ એનો અર્થ નાના જીવોને ઝેર આપવાનો છે, વંદાઓના હત્યાનો ઉપયોગ કરવાની તુલનામાં તમારા કિચનને સ્વચ્છ રાકી શકોય
 • કચરામાં બચેલુ પાણીને ખાલી કરીને ગલીનાં ભૂખ્યાં પ્રાણીઓ માટે ખાણીપીણીની ચીજવસ્તુઓ મૂકી દો.
 • મજા કરવા માટે પ્રસંગો શોધી કાઢો અથવા ઊભા કરો. એક પશુ આશ્રય અથવા વૃદ્ધાશ્રમોમાં પાર્ટીનું આયોજન કરો. ક્યારેક આવા પ્રકારના આનંદનો પણ અનુભવ લો.
 • રસ્તા અથવા એક પશુ આશ્રયથી એક પાલતુ પ્રાણી ઘરે લઈ આવો. કૂતરા-બિલાડીઓને ખરીદવાથી ભયાનક ક્રૂરતા ખતમ થશે-અથવા ઓછી થશે.
 • જો તમે ભારેમાં ભારે વજનથી નફરત કરો છો તો ઘોડા, ગધેડા, બળદ, ઊંટ અને હાથી વિશે વિચારો. તેમણે સ્વયં સવારી ના કરવી જોઈએ અને તમે અતિ ભાર લદાયેલાં પ્રાણીઓને જોવું જોઈએ, એને અનલોડ, ખવડાવો અને પાણી માટેની વ્યવસ્થા કરો.
 • તપાસ કરવા અથવા ક્રૂરતાનો સામનો કરવાથી ડરો નહીં. મહિલાઓ બાળકો અને પ્રાણીઓની જેમ ગરીબ અને નબળા લોકોને લઈ જતાં વાહનો જુઓ. દેશમાં કોઈ વ્યક્તિ એ નહીં કહે કે હું ક્રૂરતા માટે મારો દ્રષ્ટિકોણ ઋજુ રાખું છું. એ મને દુખી કરે અને ગુસ્સાથી મારામાં જોમ પેદા થાય છે અને એ ન્યાય કરતા રહેવા માટે પ્રેરે છે.
 • દયાભાવમાં એક પ્રભાવ હોય છે, જેમાં એક થાકેલા અને પરેશાન વિશ્વને ઠીક કરવાની ક્ષમતા હોય છે. મારી પસંદગીની પંક્તિઓમાંની એક છે…. દયાળુ બનો, કેમ કે દરેક પાસે હતાશ જીવન છે.

(મેનકા ગાંધી)

(ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી મેનકા સંજય ગાંધી એમના પ્રાણી, પર્યાવરણ અને પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને લગાવ માટે જાણીતા છે. આ ક્ષેત્રોમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. એમના લખાણો હવેથી ચિત્રલેખા.કોમ માં વાંચો દર બુધવારે…)

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]