ઓલિમ્પિક મેડલિસ્ટ પીવી સિંધુ 22 ડિસેમ્બરે લગ્નના તાતણે બંધાશે, જાણો કોણ છે વેંકટ દત્તા

બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન જીવનમાં પ્રભૂત્વાના પગલા પડવા જઈ રહી છે. ત્યારે પીવી સિંધુના પતીને લઈ ચર્ચાઓ જોર પકડ્યું છે. પીવી સિંધુના પતી કોણ છે? શું કરે જેવા પ્રશ્ન ફેલ પુછી રહ્યા છે. તો આપને જણાવી દઈએ કે, 29 વર્ષની પીવી સિંધુ ઉદયપુરમાં એક ખાનગી સમારોહમાં વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન કરવા જઈ રહી છે. 20 ડિસેમ્બરથી લગ્નની ઉજવણી શરૂ થશે. બંને 22મી ડિસેમ્બરે સાત ફેરા લેશે અને 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં ભવ્ય લગ્નનું રિસેપ્શન પણ યોજાશે. સિંધુના પરિવારે આ અંગે જાણકારી આપી છે. સિંધુ જાન્યુઆરીથી તેની ટ્રેનિંગ શરૂ કરવા જઈ રહી છે. આ સ્થિતિમાં તેમના લગ્ન ડિસેમ્બરમાં જ થશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સિંધુના ભાવિ પતિ વેંકટ દત્તા સાઈ હૈદરાબાદના રહેવાસી છે. અને હાલમાં હૈદરાબાદમાં પોસાઈડેક્સ ટેક્નોલોજીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેઓ એક આંત્રપ્રિન્યોર છે. જેમણે ફાઇનાન્સ, ડેટા સાયન્સ અને એસેટ મેનેજમેન્ટના ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દત્તાએ સાઈ ફ્લેમ યુનિવર્સિટીમાંથી એકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં BBA કર્યું છે. આ સિવાય તેણે ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, બેંગ્લોરમાંથી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. અત્રે ઉલેખ્ખનીય છે કે એક મિડીયા રીપોર્ટ પ્રમાણે પીવી સિંધુની નેટવર્થ 7.1 મિલિયન યુએસ ડોલર હતી. જે ભારતીય ચલણમાં આશરે 59 કરોડ રૂપિયા થાય છે.

જ્યારે વેંકટ દત્તાના લિંક્ડઈનની વાત કરીએતો તેમના પ્રોફાઈલમાં મેનશન કરવામાં આવ્યું છે કે તેઓએ JSW ગ્રુપ સાથે કામ કર્યું છે. જેના પર અનુમાન લગાડી શકાય તેઓનું IPL સાથે જોડાણ હોઈ શકે. આપને જણાવી દઈએ કે આ કંપની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝીની સહ-માલિક છે. તેણે પોતાની બાયોમાં લખ્યું છે કે, મેં ફાઇનાન્સ અને ઇકોનોમિક્સમાં મારી BBAની ડિગ્રી IPL ટીમના સંચાલન કરવવા માટે ખુબ ઓછી છે. પરંતુ મેં આ અનુભવોમાંથી ઘણું શીખ્યું છે.’