અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી

આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. ટાઢાબોળ પવનો વચ્ચે પણ રાજ્યભરના પતંગ રસીયાઓએ આ પર્વની ઉજવણી કરવા ધાબા પર ચઢી ગયા હતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે. લોકો કાઇપો છે… લપેટ… લપેટની બુમો પાડીને પતંગબાજીનો આનંદ માણ્યો હતો.

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદની ઉત્તરાયણ વિશ્વ વિખ્યાત છે. આ પર્વ મનાવવા કોટ વિસ્તારમાં આવેલી પોળોના મકાનોની ખાસ માંગ રહે છે. હવામાન વિભાગના જણાવ્યા ગુજરાતમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે.