અમિત શાહની જમ્મુ-કાશ્મીરને લઈને હાઈલેવલ બેઠક

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે એટલે કે રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલાને લઈને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરશે. આતંકવાદ વિરોધી કામગીરીને વધુ તીવ્ર બનાવવા તે સત્તાવાળાઓને વ્યાપક માર્ગદર્શિકા આપે તેવી શક્યતા છે. ગૃહમંત્રી 29 જૂનથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓની પણ સમીક્ષા કરશે.

આ પહેલા પણ અમિત શાહ અને પીએમ મોદીની એનએસએ અજીત ડોભાલ સાથે હાઈ લેવલ બેઠક કરવામાં આવી હતી. ત્યારે હવે ગૃહમંત્રી ફરીથી જમ્મુ કાશ્મીર મામલે બેઠક કરશે.