વોશિંગ્ટનઃ અમેરિકામાં શોર્ટ વિડિયો શેરિંગ એપ ટિકટોકની સર્વિસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી રાહત મળતાં ફરી શરૂ થશે. તેઓ સોમવારે શપથ લીધા પછી એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા અમેરિકામાં ટિકટોકના એક્સેસને રિવાઇવ કરશે. જોકે તેમની ઇચ્છા છે કે એપ કમસે કમ અડધો હિસ્સો અમેરિકી રોકાણકારોની પાસે હોય. ટ્રમ્પના એલાન પછી ટિકટોક રવિવારે અમેરિકામાં સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી હતી.
ટિકટોકે અમેરિકામાં શનિવારે મોડી રાતથી કામ કરાવાનું બંધ કરી દીધું હતું. આટલું જ નહીં, ટિકટોકનો માલિકી હક ચાઇનીઝ કંપની બાઇટડાંસને 19 જાન્યુઆરી સુધી અલગ થવા માટે કહ્યું હતું. આવું ના કરવામાં આવે તો અમેરિકામાં એપ પર પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી. DC સર્કિટ કોર્ટે પણ પ્રોટેક્ટિંગ અમેરિકન્સ ફ્રોમ ફોરેન એડવર્સરી કન્ટ્રોલ્ડ એપ્લિકેશન્સ એક્ટને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે અમેરિકી અધિકારીઓએ ચેતવણી આપી હતી કે ટિકટોકની માતૃ કંપની બાઇટડાન્સ દ્વારા અમેરિકનોના ડેટાનો ખોટો ઉપયોગ થવાનું જોખમ છે.
ટ્રમ્પે શપથગ્રહણથી પહેલાં રવિવારે કહ્યું હતું કે સાચું કહું તો અમારી પાસે કોઈ વિકલ્પ નથી, અને આપણે એને બચાવવાની છે. અમેરિકાના 17 કરોડ અમેરિકીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ટિકટોક એપ માટે એક સંયુક્ત સાહસની શોધ કરશે. શપથગ્રહણ સમારંભ પહેલાં યુઝર્સને સંદેશ આપવામાં આવ્યો હતો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોને પરિણામે ટિકટોક અમેરિકામાં પરત આવી ગઈ છે, એમ તેમણે કહ્યું હતું.