1 અને 2 એપ્રિલે યોજાનાર રાજ્ય પરીક્ષા બોર્ડની ચિત્રની પરીક્ષા મોકૂફ રખાઇ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ધો.10 અને 12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવાર અને બપોરના સેશનોની પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી અને પરીક્ષાઓમાં કોઈ પણ અચ્છનીય ઘટના બની નહી. તેમજ પેપરો એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત અનુભવી હતી. જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડે ચિત્રની પરીક્ષા મોકૂફ રાખી છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિકની ચિત્રની પરીક્ષા મોકૂફ રહેશે. તેમજ 1 અને 2 એપ્રિલે રાજ્ય પરીક્ષા બોર્ડની ચિત્રની પરીક્ષા યોજવાની હતી. વાર્ષિક પરીક્ષાના આયોજનને લઇ આ નિર્ણય લેવાયો છે.

3 એપ્રિલથી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ

3 એપ્રિલથી શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે. તેમજ ચિત્રની પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે. રાજ્યમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાનાર પ્રાથમિક અને માધ્યમિક બોર્ડની ચિત્ર પરીક્ષા હાલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી પહેલી અને બીજી એપ્રિલના રોજ પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા યોજાનાર હતી.

નવી તારીખો વેબસાઈટ ઉપર આગામી દિવસોમાં જાહેર કરાશે

જો કે રાજ્યમાં ત્રણ એપ્રિલથી વાર્ષિક પરીક્ષાઓ શરૂ થતી હોવાના કારણે આ પરીક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ચિત્ર પરીક્ષાની નવી તારીખો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ ઉપર આગામી દિવસોમાં જાહેર કરાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]