ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હોળીના રંગમાં રંગાયા

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ જોરદાર હોળી રમી હતી.  ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. શ્રેણીની ત્રણ મેચ રમાઈ છે, જેમાં ટીમ ઈન્ડિયા 2-1થી આગળ છે.

શ્રેણીની ચોથી અને છેલ્લી મેચ 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ હોળીના રંગમાં રંગાયેલી જોવા મળી હતી.

જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ સિરાજ સહિત ઘણા ખેલાડીઓ સામેલ હતા. ટીમના તમામ ખેલાડીઓના ચહેરા પર ગુલાલ જોવા મળ્યો હતો.

આ તસવીરો શેર કરતી વખતે BCCIએ ભારતીય ટીમ વતી હોળીની શુભેચ્છા પાઠવી હતી. તસવીરોમાં તમે જોઈ શકો છો કે ખેલાડીઓ એકબીજાને રંગ લગાવતા જોવા મળે છે.

આ ઉપરાંત ટીમ ઈન્ડિયાએ બસમાં પણ પોતાની આગવી શૈલીમાં હોળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ પણ શાનદાર સેલ્ફી લીધી હતી.

મહત્વપૂર્ણ છે કે ટીમ ઈન્ડિયા અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચશે. આ વખતે ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી શકે છે.